________________
૪૫૬
- જૈન તીર્થ સર્વસંગ્રહ આ મંદિરની સામેના એક ઓરડામાં “સંગ્રહાલય” છે. તેમાં ૧૭ ચરણપાદુકાઓ અને ૨૦ જિનપ્રતિમાઓ રાખવામાં આવેલી છે. આ મૂર્તિઓ અને પાદુકાઓ પહાડ ઉપરનાં મંદિરનો જીર્ણોદ્ધાર સમયે લાવીને અહીં રાખવામાં આવેલી છે. કેટલીક મૂર્તિઓ ઉપર શિલાલેખે છે, જે સ્વ. બાબુ પૂરણચંદજી નાહરે “જેન લેખ સંગ્રહ ખંડ: ૧માં સંગ્રહીત કરેલા છે. એ મૂતિઓ પૈકી કેટલાકને પરિચય આ પ્રકારે છે :
૬. ભગવાન મહાવીરની પ્રાચીન પ્રતિમા સુંદર કળાયુક્ત છે. જો કે મૂર્તિને પથ્થર ખરવઈ ગયે છે એટલે એનું પ્રાચીન શિલ્પ સ્પષ્ટ નથી, છતાં અંગવિન્યાસની આકૃતિ ઉપરથી એની કળા અભિવ્યક્ત થાય છે. શિલ્પીએ પ્રાચીન શાસ્ત્રોક્ત પદ્ધતિએ આ મૂતિનું નિર્માણ કરેલું જણાય છે. પદ્માસનસ્થ પ્રભુની બંને બાજુએ મેટા ઇદ્રો અને ઉપરના ભાગમાં પુષ્પમાલધારી દે બતાવ્યા છે. પ્રભુના મસ્તક ઉપર દંડયુક્ત છત્રત્રય અને પાછળ ભામંડળની રજૂઆત છે. તેના ઉપરના ભાગમાં અશોકવૃક્ષ બતાવ્યું છે. પબાસનમાં લંછન રૂપ બને છેડે બે સિંહની આકૃતિ દર્શાવી છે. આ મતિ ગુપ્તકાલીન પ્રતીત થાય છે.
૭. વૈભારગિરિના પાંચમા મંદિરમાંથી લાવેલી કેટલીક મૂર્તિઓ આ સંગ્રહાલયમાં છે. એ પૈકી એક ઋષભદેવની પદ્માસનસ્થ પ્રતિમા પ્રાચીન છે. એ પ્રતિમાનું પબાસન ખંડિત છે; છતાં ડાબી તરફને ભાગ વિદ્યમાન છે, જેમાં ચિત્યવંદન કરતા કેઈ ભક્તની આકૃતિ કરેલી છે. નીચેના ભાગમાં ધર્મચક્ર અને વચ્ચે ચતુર્ભુજાવાળી દેવીની આકૃતિ છે. બંને તરફ છેડા ઉપર બળદના આકારે દર્શાવ્યા છે અને સ્કંધ ઉપર કેશગુચ્છ વિખરાયેલે પડયો છે, જે આ પ્રતિમાને
ષભદેવ પ્રભુની હોવાની સાબિતી આપે છે. બંને તરફ ચામરધારી ભક્તો છે અને તેના ઉપર પુષ્પમાલધર દેવે બતાવ્યા છે. મસ્તક ઉપર છત્ર છે અને બંને તરફ દેવદુંદુભિ લેવામાં આવે છે. આ પ્રતિમાની નીચે-વર્ષમાં મદુ. સહવાસ્થ” એ પ્રકારે પ્રતિમા ભરાવનારના નામનો લેખ છે.
૮. શ્રી પાર્શ્વનાથ ભગવાનની સાત ફણાવાળી એક સુંદર મૂર્તિ સપરિકર છે, જેની નીચે સિંહાસન ઉપર સપની ગૂંથેલી આકૃતિ પ્રભુની પાછળના ભાગમાંથી ઠેઠ મસ્તક સુધી જાય છે અને એ જ સાત ફણાઓ વિકુવીને પ્રભુનું છત્ર બનાવે છે. તેના ઉપર પણ અલગ ત્રણ છત્ર બતાવેલાં છે. પબાસનમાં બંને તરફ ભક્તયુગલ ચૈત્યવંદન કરી રહ્યું હોય એમ જણાય છે. પરિકરમાં ચારધારી દે ઉપરના ભાગમાં બતાવ્યા છે.
૯ વૈભારગિરિના છઠ્ઠા મંદિરમાંથી લાવેલી એક પદ્માસનસ્થ પ્રાચીન પ્રતિમાની બંને તરફ સ્તંભે છે અને તેના ઉપર તેરણ બતાવ્યું છે. સ્તંભની ઉપલી પટ્ટીમાં જમણા પડખે સૂતેલી એક સ્ત્રીના દશ્યની રજૂઆત છે. આ સ્ત્રી સંભવતઃ ત્રિશલાદેવી હોય તે પ્રતિમા શ્રી મહાવીર સ્વામી પ્રભુની લેવાનું માની શકાય.
૧૦. શ્રીનેમિનાથ પ્રભુની શ્યામ પાષાણુની બનાવેલી સુંદર પ્રતિમા અતિપ્રાચીન જણાય છે. પ્રભુના પાછળના ભાગમાં મેટે મત્સ્ય અને બંને તરફ સિંહ, વરચે ધર્મચક્ર, નીચે લાંછન સ્વરૂપ બે શંખની આકૃતિ અને તેની બંને બાજુએ દીપશિખા અથવા મેરુ પર્વત હોય એવી રજૂઆત જેવાય છે. આ પ્રતિમા ગુસકાળ પહેલાંની અને સંભવતઃ મુશાનકાલીન જણાય છે.
૧૧. શ્રીષભદેવની એક પ્રાચીન પ્રતિમા છે, જેમાં જમણી તરફને ઈદ્ર નષ્ટ થયેલ છે. પાસનમાં સ્તૂપ ઉપર ધર્મચક અને બંને તરફ બળદની આકૃતિઓ છે.
આ સિવાય પણ બીજી કેટલીક પ્રતિમાઓ છે પણ પ્રાચીન શિલ્પની દષ્ટિએ વૈવિધ્ય બતાવનારી પ્રતિમાઓનું ઉપર વર્ણન આપેલું છે, જે શિલ્પકળાના અભ્યાસીને મૂર્તિવિધાનશાસ્ત્રની છટએ ઉપયોગી નમૂનાઓ સ્વરૂપ જણાઈ આવશે.
હવે આપણે તીર્થસ્વરૂપ પાંચ પહાડી ઉપર નજર કરી લઈએ:
નદી જદી તીર્થમાળાઓમાં નેધેલી હકીકતથી જણાય છે કે, સં. ૧૫૬૫ માં કવિ શ્રીહંસસમ એમના સમયમાં ભારગિરિ પર દેવલોકની સાથે હરિફાઈ કરે એવાં ઝાકઝમાલ ૨૪ જિનપ્રાસાદ હોવાનું વર્ણન કરે છે. એ . સઘળાં મંદિરમાં વૈભારગિરિ ઉપર ૭૦૦ દેવ હોવાનું તેમણે જણાવ્યું છે. પાંચે ડુંગરેનાં બધાં મળીને ૧૫૦ ચિત્ય અને ૩૦૦ બિંબ હેવાનું તેઓ નેધે છે.