________________
જૈન તીર્થ સર્વસંગ્રહ જળમંદિરને કઈ શિખર નથી પણ કેવળ ગુંબજ સહિત હેવા છતાં તે દૂરથી દેખાય છે. મંદિરની અંદર કલકત્તાનિવાસી શેઠ જીવનદાસજીએ સં. ૧૨૯ત્ની સાલમાં બનાવેલી મકરાણુ આરસની ૩ સુંદર વેદિકાઓ વિદ્યમાન છે. મધ્યની વેદીમાં શ્રી મહાવીર પ્રભુની ચરણપાદુકા બિરાજમાન છે. તેના ઉપર કેઈ લેખ દેખાતું નથી. વેદી ઉપર શ્રી મહાવીર પ્રભુની ધાતુની પ્રતિમા છે, તેના ઉપર સં. ૧૨૬ના જેઠ સુદિ ૨ ના દિવસને શ્રીઅભયદેવસૂરિએ પ્રતિષ્ઠિત ર્યાને લેખ છે. સ્નાત્રાદિ પૂજા પ્રસંગે આ મૂર્તિને ઉપગમાં લેવામાં આવે છે. પાદુકાઓ સિવાય અહીં બીજી મૂર્તિ નથી. જમણ વેદીમાં શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રીગૌતમસ્વામીની અને ડાબી તરફની વેદિકામાં શ્રીસુધર્માસ્વામીની ચરણપાદુકાઓ છે, તેના ઉપર સં. ૧૯૩૫ની સાલમાં પ્રતિષ્ઠા કર્યાને લેખ છે.
મંદિરની બહાર બંને તરફ બે ક્ષેત્રપાળ છે અને નીચેની પ્રથમ પ્રદક્ષિણામાં એક બ્રાહ્મી, ચંદનાદિ ૧૬ સતીઓને વિશાળ ચરણપટ્ટ સં. ૧૪૧ અને બીજી સં. ૧૭૩૫માં પ્રતિષ્ઠિત શ્રીદીપવિજયજી ગણિની પાદુકા છે. બહારની પ્રદક્ષિણામાં સં. ૧૯૫૮ની પ્રતિષ્ઠિત શ્રીજિનકશળસૂરિની પાદુકા છે. મંદિરની ઉત્તર દિશામાં સરેવરમાં ઊતરવા માટે પગથિયાં બનાવેલાં છે.
૩. શ્રીસમવસરણ મંદિરના નામે ઓળખાતું મંદિર ચારે બાજુએ લેખંડના રેલીંગવાળા ગોળાકાર કંપાઉંડમાં આવેલું
છે. ત્રણ પ્રકારને ભાવ દર્શાવતી ભૂમિકાના મધ્યભાગે એક અણકેણુકૃતિ સુંદર મંદિર બનાવેલું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧લ્પસમાં બિહારનિવાસી બાબુ ગેવિંદચંદજી સુચંતીએ કરાવી છે. આ મંદિરની વચમાં ચતુષ્કોણ વેદી ઉપર સં. ૧૬૪૫ના વૈશાખ વદિ ૫ ના રોજ શ્રીવરપ્રભુનું ચરણયુગલ પ્રતિષ્ઠિત છે.
પાવાપુરીની પૂર્વ દિશામાં આંબાના વનની પાસે એક નાને તૃપ છે તે ભગવાનના સમવસરણનું સ્થાન છે. ભગવાન મહાવીરે પિતાની છેલી દેશના આ સ્થળે આપી હતી એમ કહેવાય છે. આ સ્થાન ડું દૂર હોવાથી શ્રીતાંબર જૈન સંઘે સરોવરના તટ ઉપર નવા સમવસરણની રચના કરી મંદિર બ ધાવ્યું છે.
આ સમવસરણ મંદિરની પાસે પશ્ચિમ દિશાએ બાબુ પૂરણચંદજી નાહરની માતુશ્રી ગુલાબકુમારીની બે માળની ધર્મશાળા છે અને ઉત્તર તરફ રાવ બહાદુરસિંહજી દુધેડિયાની ધર્મશાળા છે. ૪. મહેતાબકુંવરના મંદિરના નામે ઓળખાતું મંદિર બે માળનું છે. ઉપરના ભાગમાં ચોમુખજી બિરાજમાન છે.
ત્યારે નીચેની ભૂમિકામાં શ્રીવીર ભગવાનની મૂર્તિ અને બીજી પાષાણુ તથા ધાતુની પ્રતિમાઓ બિરાજમાન છે. શ્રીમતી મહેતાબકુંવરે સં. ૧૯૯રમાં આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી.
વીર ભગવાનના નિર્વાણ દિવસે એટલે ગુજરાતી આ વદિ અમાવાસ્યાના દિવસે આ તીર્થમાં મેટે મેળો ભરાય છે, દર દરથી હજારો યાત્રીઓ અહીં એકઠા થાય છે. કારતક સુદિ ૧ને જ ભગવાનની રથયાત્રાને વરઘડે કાઢવામાં આવે છે.
પુર ગામ શ્વેતાંબર જૈનેના તાબામાં છે. એ ઉપરાંત બે-ત્રણ ગામે પણ શ્વેતાંબર જૈનેની હકુમત હેઠળ છે. ૧. ગામમંદિરવાળી શ્વેતાંબર ધર્મશાળાના દેરાસરની પાછળની ભીંત પર શિલાલેખ
" (१) ॥ संवत् १९।४२ मासोत्तममासे अग्र(२)हनमासे कृष्णे ९ बापु श्रीप्रतापसिंघजीमु७ि](३)त्र रायबहादुर लक्ष्मीपति धनपतिसिंघजा (४) चि । छत्रसिंघजी गणपतिसिंघ नरपतिसिं(५)वैः धर्मशाला कारिता पावापुा निर्वाणभूमौ ॥ श्रीः॥"
૨. ઉપર્યુક્ત ગામમંદિરમાં મૂળનાયકની જમણી બાજુએ કહેવાતી નંદિવર્ધ્વને બનાવરાવેલી પ્રાચીન ચરણપાદુકા પરનો લેખ:
" (१) ॥ संवत् १६४५ वर्षे वैशाख शुदि ३ गुरौ.... (२) रूपचंद पुत्र जसराजद्रव्येण रामकु(३)त्वामि श्रीवर्द्धमानस्येयं ૬મરાજ()શ્રીરવિનયમિઃ ”
૩. પાષાણની બીજી ચરણપાદુકા પર લેખ – ." ॥ संवत् १७७२ वर्षे माह सुदि १३ दिने सोमवारे श्रीपुण्डरीकचरणकमलपादुके ।"