________________
પાવાપુરી
. છેલ્લે કેટલાં ભગવાને જ્યારે પિતાનું નિર્વાણ પાસે આવેલું જોયું ત્યારે લોકો મરણથી હતાશ ન થાય એ ખાતર સેળ પ્રહરની દેશનામાં “ઉત્તરાધ્યયન-સૂત્ર’નાં અધ્યયનની વાણી ભગવાને અહીં જ વહેતી કરી હતી. આ અધ્યયનમાં મોતને ભય જીતી લેવા એટલું જ નહિ, મરીને પણ જીવી જાણુવાને વાસ્તવિક ઉપદેશ ભરેલે છે.
એ પછી હસ્તિપાલ રાજાની રજુગશાળામાં આ ઝળહળતી તિ એકદમ બુઝાઈ ગઈ અને નિર્વાણની પરમ શાંતિ પ્રાપ્ત કરી. એ દિવસે એકઠા થયેલા મલિક અને લિચ્છવિ વંશના રાજાઓએ ભગવાનની જ્ઞાન તિના અભાવમાં નિર્વાણને ઉત્સવ ઉજવવા માટે દ્રવ્ય ઉદ્યોત પ્રગટાવ્યું ત્યારથી “દિવાળી પર્વ ” અસ્તિત્વમાં આવ્યું. આજે પણ આ પર્વ માનવ માત્ર વિવિધ ભાવથી ઊજવે છેપરંતુ તેનું ખરું રહસ્ય તે આ હકીકતને જ આભારી છે.
એ પ્રાચીન કાળની પાવાપુરી આજે તે પાવા અને પુરી એ બે ગામડાંઓમાં વિભકત થયેલી છે. આ બંને ગામ વચ્ચે એક માઈલનું અંતર છે. જેનેનું તીર્થધામ પુરીમાં વિદ્યમાન છે.
ગામમંદિર નામે ઓળખાતું મંદિર પાવાપુરીના પશ્ચિમ ભાગમાં છે. તેની ચારે બાજુએ મઢ કંપાઉંડ છે. મંદિર બે માળનું છે અને પાંચ શિખરેથી સુભિત છે. તેમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની શ્વેતવણી પ્રતિમા બિરાજમાન છે, તેની જમણી બાજુએ શ્રી આદિનાથ અને ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનની શ્વેતવણી પ્રતિમાઓ છે. જમણી તરફની વેદિકામાં સં. ૧૬૪૫ના વૈશાખ સુદિ ૩ ને ગુરુવારે પ્રતિષ્ઠિત કરેલાં મેટાં ચરણયુગલની સ્થાપના છે. મૂળ ગભારાના દક્ષિણ તરફની દીવાલના એક ગેખલામાં સં. ૧૭૭૨ના મહા સદિ ૧૩ ને સોમવારના દિવસે પ્રતિષ્ઠિત કરેલી પુંડરીક ગણધરની ચરણપાદુકા છે. મૂળ વેદીની ડાબી બાજુએ શ્રીવીર ભગવાનના ૧૧ ગણધરની પાદુકાઓ છે. તેના ઉપર સં. ૧૬૮ની સાલને લેખ છે. તે વેદી ઉપર સં. ૧૯૩૦માં શ્રી મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણની પીળા પાષાણની સુંદર મૂર્તિ છે. મૂળ મંદિરની વચમાં વેદી ઉપર સં. ૧૬૯૮ના લેખ સહિત કટીના પાષાણુની ભવ્ય પાદુકા બિરાજમાન છે.
દિપાળ, ભૈરવ, શાસનદેવી
મંદિરનો શિલાલેખ છે તેમાં જણાવ્યું છે કે- “બાદશાહ શાહજહાનના રાજ્યમાં વિ. સં. ૧૬૯૮ના વૈશાખ સદિ ૫ ને સોમવારે ખરતરગચ્છાચાર્ય શ્રીજિનરાજસૂરિના અધ્યક્ષપણા હેઠળ બિહારના તાંબર શ્રીસંઘે આ “વરવિમાનાનકારી મંદિરની પ્રતિષ્ઠા કરી. એ સમયે કમલલાભપાધ્યાય અને લબ્ધિકીતિ આદિ કેટલાયે વિદ્વાન મુનિરાજે અહીં વિદ્યમાન હતા વગેરે ઉલેખ આ પ્રશસ્તિમાં છે. આ શિલાલેખ પ્રથમ વેદીની નીચે હતું પરંતુ સ્વ. બાબુ શ્રીપૂરણચંદજી નાહરના હસ્તક થયેલા ઉદ્ધાર સમયે ત્યાંથી કાઢીને મંદિરની દીવાલ પર લગાડવામાં આવ્યે છે તે લેખ નં. ૪ માં અમે છેવટે આપે છે - મંદિરના ચારે ખૂણામાં ચારે શિખરના અર્ધા ભાગમાં ચાર કેટડીઓ છે. તેમાં અનેક પાદુકાઓ અને મૂર્તિઓ છે. તે બધા પરના લેખો જોતાં તે વિક્રમની સત્તરમી શતાબ્દીથી વર્તમાન શતાબ્દી સુધીના જણાય છે. આ સિવાય મંદિરમાં
ળ. ભરવ. શાસનદેવી આદિની મૂર્તિઓ પણ છે. પ્રાચીન મંદિરને સભામંડપ વગેરે ખૂબ સાંકડા ભાગો હતા. તે અમિગંજનિવાસી બાબુ નિર્મળકુમારસિંહજી નવલખાએ બહારના ભાગને વિશાળ બનાવી જીર્ણોદ્ધાર કરાવ્યું છે.
આ મંદિરમાં શ્વેતાંબર સંઘની પેઢી, તીર્થભંડાર અને ધર્મશાળા છે. આ ધર્મશાળામાં હજારે યાત્રાળુઓ તરી શકે એવી વ્યવસ્થા છે. મંદિરની દક્ષિણે બાજુએ ઉપાશ્રય છે અને તેની આગળ નવરને નામે ઓળખાતી જની ધર્મશાળા છે. - શાંત અને પવિત્ર વાતાવરણમાં જળમંદિરના નામે ઓળખાતું મંદિર કમળોથી છવાયેલા સવરની બરાબર મધ્ય
ભાગમાં આવેલું છે. મંદિરમાં જવા માટે ૬૦૦ ફીટ લાંબે કઠેરાવાળે સુંદર પૂલ બાંધવામાં આવ્યું છે, પૂલ નહોતે અને ત્યારે યાત્રાળુઓ નાવમાં બેસીને મંદિરમાં જતા હતા. મુખ્ય દરવાજા ઉપરની એક મેડીમાં ઘડિમાં બેસે છે.
આ સ્થળે ભગવાન મહાવીરના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતે..તેમની ચિતા શાંત થઈ જતાં એ વિન રાખ લોકોએ ઉપાડ રાખી અને ત્યાંની માટીને પણ લોકોએ ખેતરી ખેતરીને ઉપાડી:લીધી. જેના કારણે એક મોટો ખાડો પડી ગયે. એ સ્થળે સરોવર બની ગયું જેની મધ્યમાં ભગવાનના મોટાભાઈ નંદિવર્ધને મંદિર બંધાવ્યું હતું એમ કહેવાય છે, એ મંદિર કેટલાયે ઉદ્ધા પામી આજે આ નવા સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે. આ જળમંદિરે ૮૪ વીઘા જેટલી જમીન રેકેલી છે.