________________
૫૦
જૈન તીર્થ સર્વસંગ્રહ પ. મૂળનાયકની ડાબી બાજુની નાની ઓટલી પરની ૩ પ્રતિમાઓ પૈકીની મધ્યમાં રહેલી મૂર્તિને બંને ખભા ઉપર કેશવાળીની સુંદર લટે બતાવી છે. આથી આ મૂર્તિ પ્રથમ તીર્થકર શ્રીષભદેવની હોવાનું માની શકાય.
આ પાંચે મૂર્તિઓ જૈન મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસની દ્રષ્ટિએ અને મગધની પ્રાચીન કળાના પુરાવા તરીકે રજૂ કરી શકાય એવી છે. આ પ્રતિમાઓ જોતાં કુલ્પાક તીર્થની પ્રતિમાઓની યાદ આવી જાય છે.
- ૨૫૩. પાવાપુરી
(કઠા નંબર : ૪૩ર૯-૪૩૩૦) બિહાર-ઉડીસા પ્રાંતમાં બિહારથી અગ્નિખૂણામાં ૭ માઇલ દૂર આવેલી પુરી અથવા પાવાપુરી જેનું પવિત્ર તીર્થધામ છે. બી. બી. એલ. રેલ્વેમાં પાવાપુરી સ્ટેશન પણ છે.
જૈન શાસ્ત્રોમાં જેને “મધ્યમા પાવા” તરીકે ઓળખાવી છે, તે આ જ પાવાપુરી ભગવાન મહાવીરની પ્રસિદ્ધ નિર્વાણભૂમિ છે એમાં શંકા નથી. આને “મધ્યમાં પાવા” ઓળખાવવાનું કારણ તે એ હતું કે એ કાળે પાવા નામે. ત્રણ નગરીઓ મૌજુદ હતી. એક ગેરખપુર જિલ્લામાં કુશીનારાની પાસે જ્યાં આજે પડનાની પાસે પપઉર નામક ગામ છે, તે પાવા નામે પ્રસિદ્ધ હતું. બીજી પાવા હજારીબાગની આસપાસને જે પ્રદેશ ભંગી અથવા ભગ્ર દેશના નામે પ્રસિદ્ધ આર્ય દેશે મને એક હતા–તેની રાજધાની હતી. ત્રીજી પાવા ઉપર્યુક્ત બિહાર અને રાજગૃહના પાસે આવેલી હતી. ત્રીજી પાવાથી પહેલી પાવા વાયવ્ય ખૂણામાં અને બીજી પાવા અગ્નિખૂણામાં હતી. આ બંનેની વચ્ચે લગભગ સમાન અંતરે ત્રીજી પાવા આવેલી હોવાથી તેની મધ્યમા પાવા તરીકે પ્રસિદ્ધિ હતી.
જૈન ગ્રંથે આ મધ્યમ પાવાનું “અપાપાપુરી” એવું નામ પણ આપે છે. પરંતુ ભગવાન મહાવીર સ્વામીનું અહીં નિર્વાણ થયું ત્યારથી તેનું નામ પાપાપુરી—પાવાપુરી પડયું એમ જણાવે છે. ભગવાન મહાવીરના સમયે આ એક વિશાળ નગર, હતું અને તે સમયે હસ્તિપાલ નામે રાજા અહીં રાજ્ય કરતો હતો. ભગવાન મહાવીરની બનેલા કેટલાક પ્રસંગોમાંથી. એક પ્રસંગ નેંધપાત્ર છે, જે આ નગરની તત્કાલીન સ્થિતિનું સૂચન કરે છે, તે તરફ આછું દર્શન કરી લઈએ.
ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું એ પછી તેઓ જભીય ગામથી અહીં પધાર્યા હતા. એક તરફ ભગવાન મહાવીરનું સમવસરણ રચાયું ત્યારે બીજી તરફ મિલ નામના ધનાઢય બ્રાહ્મણે યજ્ઞનો આરંભ કર્યો હતે. એ યજ્ઞમાં ભારતમાં ખ્યાતિ પામેલા યજ્ઞકર્મમાં કુશળ અને સમગ્ર વિદ્યામાં પારંગત એવા ૧૧ વિદ્વાન બ્રાહ્મણે પિતાના શિષ્ય પરિવાર સાથે આવ્યા હતા. યજ્ઞમાં એકઠી થયેલી માનવ મેદનીએ જ્યારે ભગવાનના આવ્યાની અને તેમના સમવસરણની વાત સાંભળી કે તરત એ મેદની એ તરફ જવા લાગી. એ જોઈ અગિયારે વિદ્વાનોને મન ભગવાન મહાવીર એક આશ્ચર્યને વિષય બની ગયા. એ અગિયારમાંના ઇદ્રભૂતિ નામના મુખ્ય વિદ્વાનને પિતાને. નાના દુખવા લાગ્યો. ભગવાનને પોતાની પાંડિત્યપ્રતિભાથી આંજી દેવાને સંકલ્પ કરી ઈંદ્રભૂતિ વિદ્વાન ભગવાન પાસે આવે પરંતુ જ્યારે તે ભગવાનની જ્ઞાનગંભીર મુખમુદ્રામાંથી વહેતી તેજસ્વી વાણી સાંભળી ત્યારે તેને. જ્ઞાનમદ ઓગળી ગયો અને ત્યારે ભગવાને તેનું નામ અને તેના હૃદયમાં સાલતી કેટલીક શંકાઓનું પૂછયા વિના સમાધાન કર્યું ત્યારે ઈંદ્રભૂતિ એટલે બધો પ્રભાવિત થઈ ગયું કે તેણે ભગવાન પાસે શિષ્ય બનવાની માગણી કરી.
એ પછી તે અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિક-મૌર્યપુત્ર, અંકપિત, અચલભ્રાતા, મેતા અને - પ્રભાસ: એમ એક પછી એક અગિયારે વિદ્વાને ભગવાન પાસે આવ્યા અને એ રીતે પ્રભાવિત થતાં—એ બધાયે પોતાના -શિષ્ય પરિવાર સાથે દીક્ષા લીધી. અગિયારે બ્રાહ્મણે ૪૪૦૦ ની શિષ્યમંડલી સાથે ભગવાનના શિખ્ય બન્યા અને અગિયાર ગણધરો કહેવાયા. આ ગણુધરેએ ભગવવાની વાણીને ઝીલી લઈ દાદશાંગીની રચના અહીં જ કરી હતી, રનો બચી રહેલે ભાગ આજે પણ ભારતીય સાહિત્યને અક્ષયનિધિ બની રહ્યો છે.
આ શિષ્યલાભ પછી બીજા તબક્કામાં ભગવાન શ્રમણુધર્મની માફક ગૃહસ્થધર્મની સ્થાપના કરી. આ રીતે ભગવાને સાધુ, સાદેવી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની-તીર્થની સ્થાપના કરી હતી.