________________
કંલપુર
૪૪૯ તે પછી પં. જયવિજય સં. ૧૬૬૪ માં અહીં આવ્યા ત્યારે એકેકથી ચડિયાતાં ૧૭ મંદિરો, જેમાં ભગવાન મહાવીરના સમયની પ્રતિમાઓ હોવાની વાત કરે છે. તે પછી પં. શ્રીવિજયસાગર નામને યાત્રી અહીં ૨ મંદિર હોવાને ઉલ્લેખ કરે છે. જ્યારે પં. સૌભાગ્યવિજયજી સં. ૧૭૫૦ માં અહીં આવ્યા ત્યારે ૧ મંદિર, ૧ સ્તુપ અને બીજાં પ્રતિમા વિનાનાં મંદિર જીર્ણદશામાં હોવાનું કહે છે. ,
તીર્થમાળાઓની આ ધ આપણને સૂચવે છે કે અઢારમા સિકાની શરૂઆતમાં અહીંનાં જૈન મંદિર ઉપર એ કૂર પંજો ફરી વળે કે ૧૬-૧૭ મંદિરમાંથી માત્ર એકાદ મંદિર બચી રહ્યું.
અત્યારે અહીં જૈનોની વસ્તી નથી. એક જૈન શ્વેતાંબર ધર્મશાળા છે અને ગામના એક છેડા ઉપર શિખરબંધી જૈન શ્વેતાંબર મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની સુંદર પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. નીચેના ગભારામાં ૮ અને મેડા ઉપર કુળ ૯ પાષાણુની તેમજ ધાતુની ૨ પ્રતિમાઓ છે. રંગમંડપની સામે બહાર જવાના માર્ગ પાસે જ નંદીશ્વરદ્વીપની રચના કરેલી છે. ધર્મશાળાના કૂવાની નજીક એક સુંદર છત્રીમાં દાદાજીનાં પગલાં છે.
ન દેરાસરની પાષાણુની પ્રતિમાઓ પિકી પાંચ પ્રતિમાઓ પ્રાચીન છે. મૂળનાયક શ્રી ઋષભદેવની જમણી બાજુએ આવેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાનું શિલ્પ તે શિલ્પીએ કુરસદના સમયે ઘડયું હોય એવું લાગે છે. નાલંદા 'વિશ્વવિદ્યાલયના ખોદકામમાંથી મળી આવેલી આ પ્રતિમાની બરાબરી કરી શકે એવું એક પણ શિલ્પ હજી મળી આવ્યું નથી. પરંતુ જેનેની કળા તરફની બેદરકારીના લીધે, નાલંદા વિશ્વવિદ્યાલયના ખંડિયેરે અને શિલ્પનું જ્ઞાન જગતના કલાપ્રેમીઓમાં જેટલું મશહૂર છે, તેટલું જ અજ્ઞાન નાલંદાના પડોશમાં આવેલા આ કલાશિનું છે. અહીંની પ્રાચીન પાંચ મૂર્તિઓ પૈકી એક મૂતિ ઉપર સં. ૧૪૭૭ ને લેખ છે પણ તે લેખ પાછળથી કોતરાયેલો જણાય છે જ્યારે મૂર્તિ પ્રાચીન કાળની છે. એ પાંચે મૂતિઓનું વર્ણન આ પ્રકારે છે :
- ૧. મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની પ્રતિમાના ખભા ઉપર સુંદર કેશવાળીની લટ જણાય છે અને પલાંઠી નીચે. મધ્યમાં વૃષભનું લંછન વિદ્યમાન છે. પ્રતિમાના પાછળના ભાગમાં સાંચીનો સ્તૂપના કઠેરા જેવી આકૃતિ કેતરેલી છે. મસ્તકની બંને બાજુએ હાથી ઉપર આરૂઢ થયેલી એકેક પુરુષાકૃતિ બને હાથમાં કળશ લઈને પ્રભુને અભિષેક કરવા આકાશમાંથી અવતરણ કરતી બતાવવામાં આવી છે. આ બંને આકૃતિઓ ઇંદ્રની છે. પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર કોતરેલાં છે અને એ છત્રની બંને બાજુએથી એકેક ગંધર્વ હાથમાં ફૂલની માળા લઈને પ્રભુની પાસે આવતા હોય એવી રજુઆત કરી છે. આ પ્રતિમાનું શિ૯૫ દશમાં સૈકા પછીનું જણાતું નથી.
૨. મૂળનાયકની જમણી બાજુએ સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનની અત્યંત રમણીય મૂર્તિ બિરાજમાન છે. મતિની પલાંઠી નીચે સુંદર એવી કમલની પાંખડીઓ કતરેલી છે. પલાંઠીના મધ્ય ભાગમાં હરણનું લંછન પણ કાત છે. મતિની બેઠક ઉસ્થિત પદ્માસનસ્થ છે અને કુપાકતીર્થની મૂર્તિઓને મળતી આવે છે. પ્રભુની બંને બાજુએ
થમાં ચામર ઝાલીને ઊભેલા પરિચારનું રૂપ પણ સુંદર અને કળામય આલેખ્યું છે. ટૂંકમાં એમ કહી શકીએ કે ભારતભરનાં જિનમંદિરમાં આવાં કલાત્મક સ્વરૂપે બહુ ઓછાં જોવામાં આવે છે.
કુ. શ્રી પાર્શ્વનાથ ભગવાનના મસ્તક ઉપર નાગરાજની સાત ફgવલીવાળું એટલા પરનું શિલ્પ પણ સુંદર છે. પ્રભુની બેઠક નીચેના સપનાં ગૂંચળાંએ તથા કમલની પાંખડીઓ અભુત રીતે કોતરેલી છે.
૪. જમણી બાજુના ગોખલામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂર્તિ નાગરાજની સાત ફણાઓવાળી બિરાજમાન છે. આ મૂર્તિની પલાંઠી નીચે સુંદર એવી કમળની પાંખડીઓ શિલ્પીએ કરેલી છે.
૫. * પ્રાચીન તીર્થગાળા સંગ્રહ ” પૃ૦ ૩૦. ૬. એજનઃ પૃ૦ ૯. છે. એજનઃ પૃ૦ ૯૧.