________________
રાજગિર
- ૪૫૩ ૪. દેરાસરની મધ્યમાં ચાંદીની છત્રી નીચે કાળા પાષાણુની ચરણપાદુકા પર લેખ –
(૨) | સ્વરિત શ્રીલો મંજાન્યુa શ્રી(૨)ૌતમસ્વામિનો વિઃ | સંવત ૬૨૮ વૈશા(૨)વ યુરિ ૧ સોમવારે () श्रीवि[वि]हारनगरवास्तव्य(५)श्रीऋषभजिनेश्वर(६)प्रथमपुत्रश्रीभरतचक्रवर्तिरा(७)जान मुख्यमंत्रीदलसंतानीय (८) महत्तीयाणज्ञातिमुख्यचोपडा गो(९)त्रीय संघनायक सं० संग्राम । रो(१०)हदिआगोत्रीय संघ० परमाणंद (११) प्रमुख श्रीवृहत्खरतरगच्छीय १२)नरमणिमंडितभालस्थल श्री(१३)जिनचंद्रसूरिप्रतिबोधित महति(१४)याण श्रीसंवकारित श्रीनीरजि(१५)ननिर्वाणभूमि श्रीपावापुरी स(१६)मीपवर्ति वरविमानानुकार श्री(१७) वीरजिनप्रासादमूलस्थान (१८) प्रतिष्ठित श्रीमहावीर वर्द्धमान (१९) जिनराजपादुके महतिआण श्रीसंघेन कारिते प्रतिष्ठिते च श्रीवृ(२०)हत्खरतरगणाधीश्वर श्रो(२१) शत्रुञ्जयाटमोद्धार प्रतिष्ठाकर युगप्रधान श्रीजिनसिंहसूरिपट्टो(२२)दयगिरिदिनकरयुगप्रधानश्रीजिनराजसूरिभिः ॥ श्रीभवतु ॥ (२३) श्रीकमललाभोपाच्यावाः पं० लब्धिकीर्ति राजहंसादिશિવૃતિઃ પ્રમિતિ ”
૫. મૂળનાયકની ડાબી બાજુએ ૧૧ ગણધરની ચરણપાદુકા પર લેખ –
" (१) ॥ संवत् १६९८ प्रमिते । वैशाख सुदि ५ सोमवारे । श्रीविहारनगरवास्तव्य श्रीभरतच(२)क्रवर्त्तिमहाराजात् सकलमंत्रीश्वरदलान्वीयनरमणिमंडित | श्रीजिनचंद्र(३)रिप्रबोधितमहतिआणज्ञातिमंडन चोपडागोत्रीय संघवी संग्रामसपरिवारेण ॥"
૨૫૪. રાજગર
(કઠા નંબર : ૪૩૩૧-૪૩૩૯) પ્રાચીન ભારતવર્ષમાં મગધનું સામ્રાજ્ય નામાંકિત ગણાયું છે. પહેલવહેલા સામ્રાજ્યનું ઘડતર કરનાર રાજાઓ શિકાનાગ વંશના હતા. એ વંશના ઉદય સાથે હજાર વર્ષના ઈતિહાસને અંધકાર ઓગળતા જણાય છે. પ્રાચીન ભારતના ઇતિહાસનો પણ ભાગ મગધની ભૂમિએ જ રોકેલે છે. એ વંશને બિબિસાર પ્રથમ નહિં પરંતુ મુખ્ય રાજવી હતો, જેણે મગધના સામ્રાજ્યમાં અનેરા ઘેરા રંગ પૂરી મગધના ઇતિહાસનું પૃષ્ઠ યાદગાર બનાવ્યું છે.
પ્રાચીન મગધની રાજધાનીનું પાટનગર રાજગૃહ હતું, જેને આજે રાજગિર નામે ઓળખે છે. પ્રાચીન કાળમાં એ વિવિધ નામથી ઓળખાયું. ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણુકપુર, ઋષભપુર, કુશાગ્રપુર અને છેવટે રાજગૃહ એવાં નામે પ્રસિદ્ધિમાં આવ્યાં. આ નગર પાંચ પહાડેથી ઘેરાયેલું હોવાથી “મહાભારતમાં આને “ગિરિત્રજ થી પણ ઉલ્લેખ કરે છે.
અતિપ્રાચીન કાળમાં ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી અહીં જન્મ્યા હતા. તેમનાં ચાર કલ્યાણકે આ સ્થળે થયેલાં હોવાથી આ નગરી પ્રાચીન કાળથી જૈનેના તીર્થરૂપે પ્રસિદ્ધિ પામેલી હતી. એ પછી જરાસંધ નામનો પ્રબળ રાજવી અહીં રાજ્ય કરી ગયે. ત્યારે અગ્નિપ્રકોપથી આ નગરને નાશ થયો ત્યારે પ્રસેનજિત રાજાના પુત્ર બિંબિસાર-શ્રેણિકે આ નગરનું નવનિર્માણ કર્યું. આ નગર અને રાજ્યને વિસ્તાર કરવામાં બિંબિસારે પ્રબળ પુરુષાર્થ દાખ. એ જ
છે મહારાજા શ્રેણિકના સમયમાં મગધનું સામ્રાજ્ય બીજા દેશો કરતાં સોળે કળાએ ખીલેલું જોવાય છે.
પપાતિક સૂત્રમાં મગધની આ પાટનગરી રાજગૃહીની ભવ્યતા, વિશાળતા અને સમૃદ્ધિનું સુંદર વર્ણન કરેલું છે. ગગનચુંબી રાજમહેલે, શ્રેષ્ઠીઓની હવેલીઓ અને મંદિરની રચનાથી રાજગૃહની શોભા અનેરી હતી અહીની
કાપણમાંથી જગતભરની કઈ પણ વસ્તુ મળી શક્તી. અહીં ગુણશીલ, મંડિકુચ્છ, મેગચ્છાણિ આદિ ચક્ષાનાં ચૈત્ય હતાં. નાલંદા જેવાં વિશાળ પુરો આ નગરનાં પરાંએ ગણતાં, એ સમયે ૩૬૦૦૦ શ્રાવકેનાં અહીં ઘરે હતાં, જેમાંથી અડધાં બૌદ્ધધમી હતાં.
વાર બિપિસાર ભગવાન મહાવીરનો પરમ ઉપાસક હતા. એ જૈનધર્મની ખ્યાતિ વધારવાનાં જે કાર્યો કર્યા તેનાથી એ જૈન ઈતિહાસમાં વધુ કીતિ મેળવી શક્યો છે. ભગવાન મહાવીર અહીં ઘણી વખત પધાર્યા હતા. ભગવાને પિતાનું આઠમું ચતુમાસ આ નગરીમાં વીતાવ્યું હતું. ભગવાન મહાવીરના અગિયાર ગણધરે આ નગરની પહાડીમાં જ