________________
જેન તીર્થ સર્વસંગ્રહ
૨૪૦. ગ્વાલિયર
(ઠા નંબર : ૪ર૩૪-૪ર૩૮) પ્રાચીન સાહિત્ય અને શિલાલેખમાં વાલિયરનું સ્થાન ઉલ્લેખનીય છે. જૈન ગ્રંથ અને શિલાલેખોમાં તેને ગપગિરિ, ગેવગિરિ, ગોપાચલ, ગેપાલાચલ, ઉદયપુર આદિ નામથી ઉલ્લેખવામાં આવ્યું છે.
આ નગરનું વાલિયર નગર કેમ પડ્યું એ વિશે એક દંતકથા સંભળાય છે કે, ગ્વાલિય નામના મહાત્માએ શૂરસેન રાજાનું કષ્ટ નિવારણ કર્યું તેથી રાજાએ કૃતજ્ઞતા દર્શાવવા તેમના નામે વાલિયરને કિલ્લે બંધાવ્યું. ઈતિહાસની માન્યતા મુજબ અહીંને કિલ્લે ત્રીજી શતાબ્દીમાં બંધાયે હશે. ભારતના પ્રાચીન કિલ્લાઓમાં ગ્વાલિયરના કિલાની ગણના કરવામાં આવે છે.
ગ્વાલિયરના કિલ્લામાં આવેલું સૂર્યમંદિર શિલ્પકળાની દૃષ્ટિએ મહત્ત્વનું છે. હૂણ જાતિના મિહિરકુલે આ મંદિર બંધાવેલું એમ મંદિરમાં લાગેલા શિલાલેખથી જણાય છે. આ લેખ ઈ. સ. પ૧૫ ને માનવામાં આવે છે.
એ પછી નવમી શતાબ્દીમાં કનોજના રાજા નાગાવલેક જેને જેને આમ નામે ઓળખે છે તેને અધિકાર વાલિયર સુધી હતે. આમ રાજા એક વણિક કન્યાને પરણ્યું હતું જેનાં સંતાન કેકાગારિક-કઠારી નામે ઓળખાય અને છેવટે એ ઓશવાળમાં ભળી ગયાં.
આ આમ રાજાના ગુરુ પ્રસિદ્ધ જૈનાચાર્ય અપભસુિરિ હતા. તેણે આ સૂરિના ઉપદેશથી જેમ કનોજમાં ૧૦૧ હાથ ઊંચાઈવાળું જિન ચિત્ય બનાવરાવીને તેમાં ૧૮ ભાર સુવર્ણની પ્રતિમાની બખભટ્ટિસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી તેમ ગ્વાલિયરમાં ૨૩ હાથ ઊંચું શ્રીમહાવીર ભગવાનનું જિન મંદિર કરાવી તેમાં લખ્યમય જિન પ્રતિમાની સ્થાપના કરાવી હતી. કહે છે કે, આ ચૈત્યના એક મંડપમાં એક કરોડ સુવર્ણ ટંકાને ખર્ચ થયે હતે. શ્રીબપભકિ. સૂરિના ઉપદેશથી આ આમ રાજાએ જેનધર્મનાં મહત્ત્વનાં કાર્યો કર્યાની હકીક્ત જેન પ્રબંધમાં ઉલ્લેખી છે. આમ રાજાને જન્મ વિ. સં. ૮૦૭ માં અને મૃત્યુ સં. ૮૯૫ માં થયું હતું.
“પ્રબંધકેષ’ના ઉલ્લેખ પ્રમાણે આમ રાજાએ ગેપગિરિમાં બંધાવેલા જૈન મંદિરમાં જ્યારે નમસ્કાર કર્યો ત્યારે શ્રીબપ્પભદિસૂરિએ “સન્તો વેપઃ સમતુલાથી શરૂ થતા ૧૧ પદ્યનું સ્તોત્ર બનાવ્યું હતું.
એ પછી આમરાજના પૌત્ર રાજા ભેજદેવના સમયના ત્રણ શિલાલેખે ગવાલિયરના કિલ્લામાંથી મળી આવ્યા છે. જેમાંના એક સંવત વિનાને છે, જ્યારે બીજો વિ. સં. ૩૨ અને ત્રીજો વિ. સં. ૯૩૩ ને છે:
શ્રી પ્રદ્યુમ્નસૂરિએ અગિયારમી શતાબ્દીમાં ગ્વાલિયરના રાજાને પિતાની યાદશક્તિથી રંજિત કર્યો હતો. વળી. મહાપુરમાં બૌદ્વાચાર્યોને જીતીને પાછા વળતાં શ્રીવીરાચાર વાલિયરમાં અનેક પરવાદીઓને જીત્યા હતા. જેથી ખુશ થઈને ત્યાંના રાજાએ છત્ર, ચામર આદિ રાજચિહેને શ્રીવીરાચાર્યની સાથે મોકલ્યાં હતાં. એમના જ સમકાલીન માલધારી શ્રીઅભયદેવસૂરિ અહીં આવ્યા ત્યારે નાગાલેકે (આમરાજે) કિલ્લા ઉપર શ્રીવીર ભગવાનનું જે મંદિર
૧. નવમી સદીમાં થયેલા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીઉદ્દઘોતનરિએ રચેલી “કુવલયમાળા’ કથાની પ્રશસ્તિમાં હૂણ જાતિના આદિ સમ્રાટ તરમાણને ઉલ્લેખ આવે છે, જે આ મિહિરલનો પિતા હતો. આ તેરમાણુના ગુરુ ગુપ્તવંશીય હરિગુપ્ત જૈનાચાર્ય હતા. તેરમાણની રાજધાની ઉત્તરપથમાં ચંદ્રભાગા નદીના કિનારે આવેલી પત્રઈયા (પર્વતિકા) નગરીમાં હતી. તેમણે એ નગરીમાં હરિગુપ્ત આચાયને નિવેશ આપ્યો હતો. અહિચ્છત્રાથી મળી આવેલા સિક્કાઓમાં એક પર “મારા રિસર્ચ” એવા શબ્દો ઉલ્લેખેલા છે, તે આ હરિગુપ્ત આચાર્ય સાથે રાજકીય સંબંધ ધરાવે છે અને જૈનધર્મની તત્કાલીન મહત્તા ઉપર પ્રકાશ પાથરે છે. આ પવઈયાને સંબંધ સંભવતઃ હરપા સાથે હોય એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે.
૨. “શ્રીપ્રભાવ ચરિત”માં “વીરાચાર્ય પ્રબંધ”