________________
ઉત્તરપ્રદેશ અને બિહાર-બંગાળની મંદિવલી
વસ્તુતઃ સાતમા આઠમા સૈકા પછી બંગાળમાં થયેલી કોઈ રાજ્યક્રાંતિ કે ધર્મક્રાંતિને ભેગ જેને થયા ત્યારે તેઓ એ પ્રદેશથી પશ્ચિમ તરફ હઠતા ગયા અને પિતાના ઈષ્ટદેવની મૂર્તિઓ પણ કેટલીક સાથે લેતા ગયા. એ જ કારણ છે કે, બંગાળમાં જૈન મૂર્તિઓ જેટલા પ્રમાણમાં મળવી જોઈએ તેટલી હજ ઉપલબ્ધ થઈ નથી અને એ પણ હકીકત છે કે, જેનાં એ વિખ્યાત સ્થળોની શોધ અને ખોદકામ તરફ હજી સુધી કશું ધ્યાન આપવામાં આવ્યું નથી. મારવાડના પ્રદેશોમાંથી આઠમા-નવમા સૈકાની મૂર્તિઓ અને શિલ્પસામગ્રી મળી આવે છે તેને અંકેડો આ
શિક પરિવર્તનને સૂચન કરે છે. એ પછી તેરમા ચોદમાં સકામાં અને તે પછીના કાળમાં જેની જે વસ્તી અહી હોવાનાં પ્રમાણ મળે છે તે તે વેપાર નિમિત્ત આવીને અહીં વસેલા જેને વિશે જ માની શકાય.
વળી, જેનેની વસ્તીને મોટે ભાગે તે ધર્મ પરિવર્તન કરીને અહીં સ્થિર થયે અને અસલનાં જૈન મંદિર અજૈન મંદિરમાં પરિવર્તન પામ્યાં. અહીં સરાક નામની જાતિ એ અસલના જૈન શ્રાવક હોવાનું ઈતિહાસવિશો પણ કબૂલ કરે છે. તેમની રહેણીકરણીમાં જેનત્વની નિશાનીઓ આજે પણ મૌજુદ જોવાય છે.
સરાક જાતિના લેકે અત્યારે માનભૂમ, રાંચી, વર્ધમાન, બાંકુરા, મેદનીપુર અને સંથાલ પરગણામાં પથરાયેલા છે. તે તતિમાં આજે પણ આદિદેવ, ધર્મદેવ. શાંતિદેવ, અનંતદેવ, ગૌતમ વગેરે ગોત્રના કવિતા તરીકે ભગવાન પાર્શ્વનાથને માને છે. તેઓ આજે પણ કોઈ જીવની હિંસા કરતા નથી. એટલે સુધી કે
જીવાતવાળા કળ કે વડ અથવા પીંપળાના ટેટાને પણ ખાતા નથી. તેમનામાં ત્યાગનો મહિમા આજે પણ જોવાય છે. વસ્તુતઃ તેઓ ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરના ઉપાસક શ્રાવકે હતા. આજે તેઓ ધર્મ અને સંસ્કૃતિમાં ઘસાઈ ઘસાઈને છેવટે સરાક બની ગયા છે. “સરાક” એ “શ્રાવક” શબ્દને જ અપભ્રંશ છે.
આસામ અને ઓરિસા પ્રદેશ વિશે અમે અહીં આ વિભાગમાં જ વર્ણન આપ્યું છે. ઓરિસાની હાથીશંકાને પ્રસિદ્ધ શિલાલેખ એ પ્રદેશમાં જેનધર્મની સ્થિતિ ઉપર પ્રકાશ પાથરે છે.
* ભગવાન મહાવીરના સમયથી જ ઓરિસામાં જૈનધર્મને પ્રચાર હતે. ઓરિસા ઉપર પાટલીપુત્રના નંદ રાજાએ ચડાઈ કરીને વિજ્ય મેળવ્યા ત્યારે એરિસાના રાજભંડાર સાથે અહીંની “કલિંગ જિનમૂતિ પણ તે સાથે લઈ ગયો હતે; એ હકીકત ચક્રવર્તી ખારવેલના શિલાલેખથી જાણવા મળે છે. આથી એમ માની શકાય કે નંદ પહેલાં આ મતિના પ્રભાવ લોકમાં જાણ થયે હતું, જેથી નંદ એ પ્રાભાવિક મૂર્તિને પિતાની રાજધાનીમાં સ્થાપન કરવા માટે લઈ ગયો. છેવટે એ જ મૂતિ ખારવેલે પાટલીપુત્ર ઉપર વિજય કરીને મેળવી હતી. જો કે આ મૂર્તિને આજે પત્તો નથી પરંતુ એટલું નિશ્ચિત છે કે નંદ પહેલાં કલિગમાં જૈનધર્મના ઉપાસકે મોજુદ હતા. આ હકીકત ઈ. સ. પૂર્વે ચેથા સિકામાં જેનેના મૂર્તિપૂજા વિશે પણ એતિહાસિક સૂચન કરે છે.'
અશકે કલિંગન વિજય કર્યો ત્યારે ત્યાંની રાજકીય અને સામાજિક સ્થિતિ ડામાડોળ બની ગઈ હતી પરંતુ સમ્રાટ ખારવેલના સમય (વિક્રમ સંવત પૂર્વે ૧૫૦)માં કલિગ પોતાની સમૃદ્ધિ અને સંસ્કારમાં આગળ પડતે ભાગ ભજવે છે અને ખારવેલ મહારાજા જૈનધર્મને રાજધર્મની સ્થિતિ સુધી પહોંચાડી છે; એ જ કલિગમાં આજે ખંડગિરિ અને ઉદયગિરિમાં બનેલી જૈન ગુફાઓને બાદ કરતાં જૈનત્વનું નામનિશાન પણ જણાતું નથી..
વાહિયર અને તેની આસપાસનાં કેટલાંક ગામ મધ્યભારતનાં હોવા છતાં કોઠાઓમાં તેને ઉત્તરપ્રદેશના વિભાગમાં મૂકેલાં હેવાથી તેનું વર્ણન પણ અમે અહીં જ આપ્યું છે.