________________
૪૧૪
. જૈન તીર્થ સર્વસંગ્રહ આ સાહિત્યિક અને પુરાતાત્વિક સામગ્રીના આધારે આર. ડી. બેનરજી ઉલેખે છે કે, “ જેને પ્રચારની અસર ગંગાના દક્ષિણ કિનારા અને ગંગાના પશ્ચિમ કિનારાથી લઈને ઉત્તરના સંયુક્ત પ્રાંતના જંગલો સુધી, જ્યાં જંગલી ગંડ લેકે રહે છે તે ગડવાના પ્રદેશ સુધી ફેલાયેલી હતી.”
આ વિસ્તારમાં બાંકુરા જિલ્લાનું બહુલારા ધ્યાન ખેંચે એવું છે. તેમાં ઈટથી બનેલું સુંદર મંદિર છે. જો કે અત્યારે તેમાં મૂળ સ્થાને શિવલિંગની સ્થાપના છે પણ તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પણ વિદ્યમાન છે. આ મંદિર એક ટેકરી ઉપર છે અને તેની એક દીવાલ નીચે અવશેષ દટાયેલાં પડ્યાં છે. ગેળ અને ઊંચા એવા કેટલાક સ્તરે તેમાં હોવાનું જણાય છે. આપણને એમ માનવામાં હરક્ત નથી કે આ શિવ મંદિરના પાયા નીચે જે સ્તૂપ વિદ્યમાન છે તે જૈન હોવા જોઈએ.૧૦
બાંકુરાના દક્ષિણ-પૂર્વ ભાગમાં વિશિષ્ટ અવશેની શોધ ડે. જે. સી. ફેંચે કરી છે. એ અવશે દશમા સૈકાનાં જણાયાં છે. એક પથ્થરનું મંદિર જે કેટલાં વર્ષો અગાઉ પડી ગયેલું છે તેમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ છે અને તેના પરિકરમાં ભક્તોની આકૃતિઓ હેવાનું તેમણે જણાવ્યું છે.
બાંકુરા જિલ્લાનું દલભરા સ્થાન પણ પુરાતત્ત્વનાં અવશે ધરાવે છે, જે સંબંધે હજી કઈ શેધ કરવામાં આવી નથી.
સને ૧૮૭૨૭૩માં મિ. બેગલરે બંગાલમાંથી કેટલાંય અવશે શોધી કાઢયાં તે મુખ્યતઃ જૈન હતાં. મિ. બેગલરે પરિલિયાથી ૫૦ માઈલ દૂર સુવર્ણરેખા નદીના કિનારે દુલ્મી અથવા ઘાપુરફુલ્મી નામક ગામમાં ત્યજાયેલાં ખંડિત મંદિર, કિલ્લે અને અસંખ્ય મૂર્તિએ જોઈ હતી. - ઘેલી એક બીજું ગામ છે જે દુલ્મીથી ૧૨ માઈલ દૂર આવેલું છે. તેમાં જૈન મંદિરો અને જૈન મૂર્તિઓ મળી આવે છે. આ મંદિરમાંથી એક મંદિરની મૂર્તિના પાસનમાં હરણનું ચિહ્ન ઉત્કીર્ણ હોવા છતાં ત્યાંના લેકે તેને “અરનાથ'ના નામે પૂજા કરતા હોવાનું મિ. બેગલરે જોયું હતું.
ઘોલીથી માઈલ દૂર સૂરસા ગામમાં મિ. બેગલરને શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની ભાળ મળી હતી.
રિલિયાથી ૨૩ માઈલ દૂર આવેલા પાકવીર નામના સ્થાનમાંથી જૈન મૂર્તિઓને અવશે મળી આવ્યા છે જેમાં શ્રીપદ્મપ્રભુસ્વામીની એક મોટી મૂર્તિને ત્યાંના લેકે “ભીમ ના નામે પૂજતા હતા. વળી, બે મૂર્તિઓ પૈકી એક શ્રી ઋષભદેવની હતી અને બીજી સર્વ ભદ્રિકા-ચોમુખ મૂર્તિ હતી, જેમાં સિંહ લાંછનયુક્ત શ્રીમહાવીર, હરણ લાંછનયુક્ત શ્રી શાંતિનાથ, બળદ લાંછનયુક્ત શ્રીષભદેવ, અને બકરાના લાંછનયુક્ત શ્રી કુંથુનાથની પ્રતિમાઓ હતી. આ
સ્થાનની પાસેથી પણ બીજી કેટલીક મૂર્તિઓ મિ. બેગલરે શોધી કાઢી હતી; જે તેમણે બૌદ્ધોના નામે ચડાવી દીધી છે. આમાંથી એક મૂતિ જેમાં એક ઝાડ નીચે એક મનુષ્ય અને સ્ત્રીની મૂર્તિઓ છે તે ભગવાન મહાવીરના માતાપિતા હોવાનો સંભવ જણાવ્યે છે. બીજી મૂર્તિ અંબિકાની છે, જે શ્રીનેમિનાથ ભગવાનની શાસનદેવી તરીકે ઓળખાય છે.
આ બધાં પુરાતાવિક પ્રમાણે એમ સૂચવે છે કે, ઈ. સ. ની શરૂઆતથી કે તે પહેલાંથી લઈને બંગાળની વિવિધ સંસ્કૃતિઓમાં જૈન સંસ્કૃતિનું સ્થાન મુખ્ય હેતું પરંતુ પાલયુગમાં બૌદ્ધ તેમજ બ્રાહ્મણ સંસ્કૃતિની મળી આવેલી સામગ્રીની તલનામાં જૈનની મૂર્તિ આદિ સામગ્રી ઓછી મળી આવે છે તે એ તથ્યનું સૂચન કરે છે કે, પાલયુગમાં જૈનધર્મ પિતાનું ગૌરવ એઈ રહ્યો હતો. આમ છતાં ઠેઠ તેરમા સૈકામાં ગુજરાતના મહામંત્રી વસ્તુપાલ
જ્યારે આ તરફ તીર્થયાત્રા માટે આવ્યા ત્યારે લાઠ, ગાદા, મારુ, ઢાલા, અવંતી અને બંગાલના સંઘપતિએ તેમને જઈને મળ્યા હતા; એવું વિસંતવિલાસ” કાવ્યથી જયુાય છે. આથી સમજાય છે કે, તેરમી સદીમાં પણ લાઢ, ગાદા અને બંગાળમાં સંગઠિત જૈનસંઘના નેતાઓ મૌજુદ હતા.
૧૦. “જેન ભારતી’ :વર્ષ : ૧૨, અંક: ૯-૧૦. Adishchadra Bandyopadhyaya, “Traces of Jainism in Bengal.'