SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરપ્રદેશ અને બિહાર-બંગાળની મંદિવલી ૪૧૩ - ડો. કે. ડી. મિત્રને પ્રાચીન સમતટના સુંદરવનના ખાસ ભાગનું અન્વેષણ કરતાં ઓછામાં ઓછી ૧૦ જેના મૂર્તિઓને પત્તો મળ્યું હતું. હુએનત્સાંગે આ પ્રદેશના નિર્ચના ગોરવની નોંધ કરી છે. પહાડપુર તામ્રપત્ર (ગુ. સં. ૧૫૯)માં એક બ્રાહ્મણ દંપતીએ વટગેહલી વિહારના અહંની ચંદન, ધૂપ, તથા ની પૂજા જારી રાખવા માટે એક ભૂમિનું દાન કરવાને ઉલ્લેખ કરે છે. વટગેહલીને વિહાર બનારસના પંચત્યાન્વયના અધિકારમાં નિગ્રંથ ગુરુ ગુહનદિના શિષ્યની પરંપરાની અધ્યક્ષતામાં હતે. શ્રી પ્રદલાલ પાલ જણાવે છે કે, પહાડપુરને મઠ જે પ્રારંભમાં (પાંચમી શતાબ્દી કે તે પૂર્વે) યથાર્થ રીતે જેને દ્વારા બનાવેલ પ્રતીત થાય છે તે થોડા સમય પછી બ્રાહ્મણના મંદિરરૂપે પરિણત થયે અને તે પછી ઉત્તરી બંગાળના બૌદ્ધોના સુપ્રસિદ્ધ સેમપુર વિહાર રૂપે (આઠમી શતાબ્દીમાં) પરિવર્તન પામ્યું હતું. જો કે અહીંથી એક બાવી નથી પરંતુ આ હકીકતનું સૂચન એક તામ્રશાસનમાંથી મળે છે. જો એ તામ્રશાસન આપણને પ્રાપ્ત થયું ન હતું તે આ સ્થળે જૈન મંદિરના અસ્તિત્વને સાચે ઇતિહાસ આપણે મેળવી શક્યા ન હોત. આ જ સ્થિતિ જગન્નાથપુરીના ભુવનેશ્વર મંદિરને પણ લાગુ પડે છે. વસ્તુતઃ બોદ્ધો અને બ્રાહણોએ જૈન મંદિરને પિતાના ધર્મ અનુસાર રૂપ આપી બોદ્ધ ચિત્ય કે બ્રાહ્મણ મંદિર બનાવી દીધાના ઘણા દાખલાઓ મળી આવે છે. શ્રીઅદીશચંદ્ર વંધોપાધ્યાય આપણને સૂચવે છે કે, “રાજગૃહની પહાડી ઉપર મખમની ગુફા જેને દેવદત્તની સમાધિગુફા બતાવવામાં છે તે વાસ્તવમાં દેવદત્ત કરતાં પહેલેથી પવિત્ર સ્થાન માનવામાં આવતું હતું. વસ્તુતઃ બોદ્ધોએ પાછળથી જ જેનેના પ્રાચીનતર અવશેષ ઉપર પોતાના સ્તૂપ અથવા વિહાર બનાવી દીધા છે.” . તેઓ ઊમેરે છે કે, “રાજગૃહના સેનભંડારના પહેલાના ખેદકામમાં જેને દ્વારા અને તે પછી કરવામાં આવેલા ઉપગથી જણાય છે કે, આ ગુફા મૌર્યકાળમાં જેને માટે બનાવવામાં આવી, તે પછી તેના ઉપર શિલાલેખ લખવામાં આ શિલાલેખની લિપિ ગુઢકાલીન અથવા પ્રાચીન ઉત્તર ભારતની નાગરી લિપિ છે ” તેમાં આ પ્રકારે ઉલ્લેખ છે – " निर्वागलाभाय तपस्वियोग्ये शुमे गुहेऽहत्प्रतिमाप्रतिष्ठे। आचार्यरत्नं मुनिवरदेवः विमुक्तयेऽकारयद् दीर्घतेजाः ॥" બીજ લેખમાં—“નિશ ” એવા અક્ષરે કતરેલા વાંચવામાં આવ્યા છે લેખમાં ઉલ્લેખેલ “મુનિ વૈરવ” અને “અહે–પ્રતિમા” શબ્દો જ આ સ્થાનનું જૈનત્વ સૂચિત કરે છે, જેને કેટલાક બૌદ્ધોનું બતાવે છે. છે કે યુએનત્સાગે જગૃહના વર્ણનમાં જેને વિશે કાંઈ વર્ણન કર્યું નથી પરંતુ વિપુલ પર્વતના એક શિખર ભાગમાં સ્તૂપની સમીપે ત્યાં બુદ્ધ ભગવાને અનેકવાર ઉપદેશ આપે હતું, એ સ્થળે ઘણું નિર્ચને તેણે જોયા હતા. તે કહે છે: “કેટલાયે નિ હજી અહીં નિવાસ કરે છે અને લગાતાર તપસ્યા કરી રહ્યા છે, જેઓ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી સુર્યની તરફ જોયા (ધ્યાન) કરે છે.” હા રે જોન અને બોદ્ધ એ બંને સાહિત્યમાં પ્રસિદ્ધ છે તે આજે પણ જૈનેનું તીર્થસ્થળ છે. વૈભાર પર્વત અને ઉદયગિરિ પર ગુણકાલીન ઘણું જૈન મૂર્તિઓ સુરક્ષિત છે. બીજી કોરેલી જૈન મૂર્તિએ ૮-૯ મી શતાબ્દીની છે અને એક મૂર્તિ ઉપર બારમી શતાબ્દીને અક્ષરે 'ઉત્કીર્ણ છે. એવાં પણ શિલાલેખીય ઉદાહરણ મળે છે કે ધર્માનુરાગી જેનેએ મુસ્લિમકાળમાં પણ આ સ્થળે મૂર્તિઓની સ્થાપના કરી હતી. શિ,ગાંવ જિલ્લામાં સીતામંડની પાસે “ચંદ્રનાથ” અને “સંભવનાથનાં પ્રસિદ્ધ પ્રાચીન મંદિર છે. આ સમયે અને મંદિર શોનાં મનાય છે પરંતુ એમાં સંદેહ નથી કે મૂળમાં આ મંદિરે જૈન તીર્થકરેનાં હતાં. u. Apigraphica Indica, Part 20, No. 5, P. 59. ૮. “જૈન ભારતી’ વર્ષ : ૧૩, અંક: ૧. ' . . . : : : : : : : . . . . ' ૯ એજન : વર્ષ : ૧૨, અંક ઃ ૨.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy