________________
૪૧૨
જૈન તીર્થ સર્વસંગ્રહ આ ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે પ્રારંભમાં જૈન સાધુઓને બંગાળના આદિવાસીઓ સાથે તેમના ઘેર વિરોધને સામને કરે પડયો હશે, તે પછી જ સાધુઓના પરોપકારપરાયણ જીવનથી તેઓ પ્રભાવિત થયા હશે. તેમણે કરેલા દેશવ્યાપી પ્રચારથી સમજાય છે કે, ભગવાન મહાવીરના સમયથી જૈનધર્મના ઉત્થાનની લહેર આ તરફના સમસ્ત પ્રદેશોમાં પણ પહોંચી ચૂકી હતી, જેના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, એટલું જ નહિ પુરાતત્વની મળી આવેલી. સામગ્રી પણ એ વાતનું સમર્થન કરે છે એ વિશે કેટલાંક પ્રમાણે જોઈ લઈએ.
“તિલૈગાલી પ્રકરણમાં ઉલ્લેખેલા નંદ રાજાઓએ બનાવેલા પાંચ સ્તૂપોનું સમર્થન પાટલીપુત્ર (કુમહાર)ના. ખેદકામમાંથી મળે છે. આપણે ખારવેલના પ્રસિદ્ધ શિલાલેખથી જાણીએ છીએ કે, નંદરાજ ઓરિસાને વિજય કરી ત્યાંની “કાલિંગજિન મૂર્તિને પટણા લઈ આવ્યું હતું અને ઉપર્યુક્ત પાંચ સ્તૂપના નિર્માણથી પણ નંદરાજના. જૈનત્વનું સૂચન મળે છે.
વળી, પટણાના લહાણિપુરથી ઈ. સ. પૂર્વ ત્રીજી શતાબ્દીની મૂર્તિઓ અને મૌર્યકાલીન લાકડાના પાટડાઓ પણ પટણાના ખેદકામમાંથી મળી આવ્યા છે.
ગેરખપુર જિલ્લાના કામથી એક શિલાલેખ ગુપ્ત સં. ૧૪ને મળી આવે છે, જેમાં મદ્ર નામના માણસે આદિકર્તનની મૂર્તિ સ્થાપન કર્યાને ઉલ્લેખ આ પ્રકારે છે– ___" पुण्यस्कंधं स चक्रे जगदिदमखिले संसरद्रीय भीतः श्रेयोथै भूतभूत्यै पथि नियमवतामर्हतामादिकर्तन् ।
मद्ररतत्यामजोभूत् द्विजगुरुवतिषु प्रायशः प्रीतिमान्यः ॥""
આ શિલાલેખ ઉપરથી ભગવાનલાલ ઇંદ્રજીએ “આદિકર્તન થી જૈનધર્મના પાંચ તીર્થકર શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રીનેમિનાથ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીરસ્વામી)ને બંધ થતું હોવાનું જણાવ્યું છે.
પંડવને જેના ઉપરથી પંડવદ્ધણિયા શાખા અસ્તિત્વમાં આવી હતી તે સ્થાન આજે બોગર જિલ્લામાં આવેલા મહાસ્થાનના ખંડિયેરેમાં જોઈ શકાય છે. ઈ. સ. પૂર્વે કેટલીયે સદીઓ પહેલાં આ પુંવર્ધન જેનધર્મને કિલ્લો ગણાતું. હતું. આ હકીક્ત બોદ્ધોના “બધિસત્તાવદાન કપલતા ના “સુમાગધાવદાન ”માં અનાઇપિંડકની પુત્રી સુમાગધાની વાર્તાથી. પણ ખ્યાલમાં આવે છે. “દિવ્યાવદાનમાં પણ આ વાર્તાની પરંપરાની નેંધ મળે છે કે, પુંવર્ધનમાં ભગવાન બુદ્ધની મૂર્તિ પ્રત્યે અનાદર બતાવવાના કારણે સમ્રાટ અશકે અનેક નિરોને મારી નાખ્યા હતા. ચીની યાત્રી એનત્સાંગે. પણ પંડનગરમાં નિને મારી નાખવાની નેંધ આપી છે. ૬
આ સ્થાનમાંથી મોર્યકાલીન એક જૈન શિલાલેખ મળી આવ્યું છે અને બીજી કેટલીયે પુરાતત્વ સંબંધી મહત્ત્વપૂર્ણ સામગ્રી મળી છે જેમાં એક પ્રાચીન ખંડિત જૈન મૂર્તિ પણ છે.
મથુરાના એક શિલાલેખથી જણાય છે કે, કનિષ્ક સં. ૬૨ (ઈ. સ. પૂર્વે ૧૦૪)માં રાહના જેન સાધુની પ્રાર્થનાથી. જૈન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, એવું પ્રમાણ મળે છે.
પર્વ પારિતાનમાં આવેલા કોમિલાથી ૬ માઈલ દૂર મૈનામતી અને લાલભાઈની પહાડીઓ પિકી મેનામતમાંથી. છે. તીર્થકરોની પાષાણમયી પ્રતિમા મળી આવી છે; જે આ પ્રદેશમાં જૈનધર્મના વિશેષ પ્રભાવનું સૂચન કરે છે. અહીંનાં મંદિરના ખંડિચેની દીવાલ પર થશે, કિન્નર, ગંધર્વો, વિદ્યાધર આદિની મૂર્તિઓ ઉત્કીર્ણ જોવા મળે છે.
y. Corpus Inscriptions Indikerum. No. 15. 4 Cowell, Divyavadana, P. 427. ૬. Watters, Yuan chwang, Vol. 2. P. 184.
શ્રી. બરઆ પોતાના નિબંધ પૃ. ૬૫ માં જણાવે છે કે, “હૂએનત્સાંગે ભૂલથી આજીવને નિગ્રંથ માની લીધા છે. તે જ પરંપરા. પાછળના કથાનકોમાં પણ ઉતરી આવી છે. વસ્તુતઃ નિગ્રંથોની સાથોસાથ રમવંદા પણ મોટા પ્રમાણમાં રહેતા હતા, તેમના વિશે ઉપર્યુક્ત કથન હોવાનો સંભવ છે.'