________________
ઉત્તરપ્રદેશ અને બિહાર-બંગાળની મંદિવલી
૪૧૧ ચારણ ગણુની શાખાઓ–હારિયમાલાગારી (હારિમાલગઢી), સંકાસીઆ, ગધુયા, વજજનાગરી : કુલ –વચ્છલિજજ, પીઈધગ્નિએ, હાલિજજ, પૂસમિત્તિજજ, માલિન્જ, અજય, કહેસહ. ઉડવાડિય ગણની શાખાઓ–ચંપિનિયા, ભિિજયા, કાંકંદિયા, મેહલિજ્જિયા. કુલ –ભદ્રસિય, ભત્તિય, જસભ.
સવડિય ગણુની શાખાઓ–સાવલ્વિયા, રજપલિયા, અંતરિજિયા, એમલિનિયા. કુલ–હિય, કામિયિ, ઇંદ્રપુરગ. માલવ ગણુની શાખાઓ—કાસવજિયા, ગાયમરિયા, વાસિદિયા, રઢિયા. કુલ-ઈસિરાત્તિ, ઈસિદત્તિય, અભિજયંત. કડિય ગણુની શાખાઓ–ઉચ્ચાનાગરી, વિન્નાહરી, વઈરી, મઝિમિલ્લા. કુલ:–ભલિજજ, વચ્છલિજજ, વાણિજજ, પpહવાહgય.
આ સિવાય અરજસેણિયા, અજજતાવી. અજાજકુબેરી, અજંજસિપાલિયા, ખંભદીવિયા, અજનાઈલી, અજયંતી, અંભદીવિય વગેરે નામની શાખાઓના ઉલ્લેખ મળે છે. પુરાતત્ત્વની સામગ્રી આ ઉલ્લેખોનું સમર્થન કરે છે અથરાના કંકાલી ટીલામાંથી મળી આવેલી કુશાનકાલીન મૂર્તિઓના શિલાલેખોમાં આમાંનાં કેટલાંક ગણ, કુલ. શાખાનાં નામો કરેલાં લેવાય છે, જે મૂર્તિઓ નગ્ન હોવા છતાં શ્વેતાંબર આાયની હોવાનું પ્રમાણિત કરે છે.
કેમકે દિગંબર આમ્નાયમાં આવાં ગણ, કુલ, શાખાનો ક્યાંઈ ઉલ્લેખ મળતું નથી. એ હકીક્ત ધ્યાનમાં લેવા જેવી છે કે, તાંબરોને જે પ્રકારે અનગ્ન મૂતિઓ માન્ય છે તેવી જ 'નગ્ન મૂર્તિઓ પણ માન્ય છે; એથી જ બંગાળ, સથરા. દક્ષિણ તેમજ અન્ય સ્થળે માંથી જે નગ્ન મૂર્તિઓ મળી આવી છે તેને દિગંબરની મૂર્તિઓ માની લેવી ઉચિત નથી. વળી, શ્વેતાંબર સૂત્રગ્રંથે જેને દિગબરે માન્ય રાખતા નથી, તેમાંથી જ તત્કાલીન બંગાળમાં જેનધર્મના અભાવતા પત્તો લાગે છે એથી એ પણ સ્પષ્ટ થાય છે કે, બંગાળ આદિ સ્થળોમાં વેતાંબર જૈનેને જ પ્રભાવ હતે એમ ઐતિહાસિક દૃષ્ટિએ કહેવામાં બાધ નથી.
જો કે ઉપર્યુક્ત ગણ, શાખા અને કુલનાં નામમાં સુચિત તે તે પ્રદેશના નામને બરાબર પત્તો મળતું નથી છતાં કેટલાંક નામેથી આ પ્રદેશના તામ્રલિમિ, કેટિવર્ષ, પુંવર્ધન, કૌશાંબી, શક્તિમતી, ઉદુંબર, ચંપા, કાકંદી, મિથિલા. શ્રાવસ્તી, અંતતિજયા, કેમિલા આદિ સ્થળોમાં જેને શમાએ પિતાનાં પ્રવૃત્તિકેદ્રો સ્થાપ્યાં હોવાનું જણાય છે. એ જ કારણે એ શ્રમણસમૂહ તે તે સ્થળના નામ ઉપરથી ઓળખાતા હતા. આ પૈકી તામ્રલિપ્તિ તે આજનું મિદનાપુર, કેટિવર્ષ તે દિનાજપુર, પુંવર્ધન તે બગડા જિલ્લે અને ખમ્બડિયા તે પશ્ચિમ બંગાળનું - ખરવાટ રાજ્ય માનવામાં આવે છે. આ બધાં સાહિત્યિક ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે, ભગવાન મહાવીરના સમયથી કાંગાળમાં જૈનધર્મ અત્યંત ક્રિયાશીલ હતું અને જેને પ્રભાવ પ્રત્યેક વિભાગમાં ફેલાયે હતું, એમાં સંદેહ નથી.
વિહાર પ્રાંત શ્રમણ સંસ્કૃતિનું કેંદ્રધામ હતું. ભગવાન મહાવીર અને બુદ્ધે આ પ્રદેશને પિતાનું વિહારક્ષેત્ર બતાડયું હતું તેથી જ આ પ્રદેશ આજ સુધી વિહાર નામે ઓળખાય છે. ભગવાન મહાવીરના નામ ઉપરથી વીરભૂમિ. સિંહભૂમિ અને માનભૂમિ આદિ પ્રદેશનાં નામે પડયાં છે. “આચારાંગસૂત્ર’થી જણાય છે કે ભગવાન મહાવીરને રાઢ જિલાની વજાભૂમિ અને સુન્નભૂમિમાં અનેક કષ્ટ સહન કરવાં પડયાં હતાં. આ પ્રાંત યાત્રા માટે દુર્ગમ ગણાતે. અહીંના નિવાસીઓ સાધુઓ પ્રત્યે નિર્દય હતા. તેઓ તેમની પાછળ કુતરાંઓને ઉશ્કેરતા. એ કૂતરાંઓ વગેરેથી બચવા માટે સાધુઓને આ પ્રદેશમાં વાંસના દડે રાખવા પડતા. જૈન સાધુએ આજે, પિતાની સાથે જે, દાંડી રાખે છે તે સંભવત: એ સમયથી ચાલુ થયેલી પ્રણાલિકાને સૂચક હશે. વૃદ્ધ અને ગ્લાનમુનિ માટે તેમજ જમીન ઉપરનું પાણી માપવા માટે પણ તેની ઉપયોગિતા માનવામાં આવી છે.