________________
ગ્વાલિયર
:૪૨૭
અંધાવ્યું હતું તે કોઈ કારણુસર ખંધ પડ્યુ હતું અને ભારે અવ્યવસ્થા હતી, આથી આ આચાયે ખૂબ પ્રયત્ન કરી ભુવનપાલ રાજા દ્વારા એ મ ંદિર ખુલ્લું મુકાવી પૂજા વગેરેની વ્યવસ્થા કરાવી હતી.
તેરમી શતાબ્દીમાં રચાયેલા ‘ સકલતીર્થ સ્નેત્ર’માં ગ્વાલિયરની ગણુના તીર્થોમાં કરવામાં આવી છે. મુનિ કલ્યાણુસાગરે રચેલી પાવ તીર્થ નામમાલામાં ગ્વાલિયરના પાર્શ્વનાથ મદિરના તીર્થ મહિમા નોંધ્યા છે.
પંદરમી શતાબ્દીમાં રચાયેલી ‘વિજ્ઞપ્તિત્રિવેણી ’માં ગોપાચલપુર ( ગ્વાલિયર )માં ધીરરાજે મંધાવેલા શ્રીશાંતિનાથ
મંદિરના ઉલ્લેખ કરેલેા મળે છે,
વળી, ગ્વાલિયરના તવરવંશી રાજા વીરમના દરખારમાં રહેવાવાળા જૈનાચાર્ય શ્રીનયચંદ્રસૂરિએ વિ. સ. ૧૪૬૦ની આસપાસ ‘હમ્મીર મહાકાવ્ય' નામને ગ્રંથ રચ્ચે હતા, જેમાં ચૌહાણાના ઇતિહાસ આપેલે છે.
એ પછી લગભગ પંદરમી સોળમી શતાબ્દીમાં દિગંબરોએ આ સ્થળને પેાતાના પ્રભાવમાં લીધું અને કિલ્લા ઉપર મેાટી વિશાળકાય જિનપ્રતિમાઓ કારાવી, જેના ઉલ્લેખ ૫. શીલવિજયજી પણ આ પ્રકારે કરે છે:~~
બાવન ગજ પ્રતિમા દીપતી, ગઢ ગુલેરિ રોાલતી ઋ
"
શ્રીસૌભાગ્યવિજયજી પણ ઉલ્લેખે છે કે—
“ ગઢ ગ્વાલેર માવન ગજ પ્રતિમા, વેઈ ઋષભ રંગરેલીજી. ”
આ દિગમ્બર પ્રતિમાએ ઉપરના શિલાલેખે પંદરમી–સેાળમી શતાબ્દીના છે
આજે ગ્વાલિયર અને લશ્કર એ વિભાગમાં વહેંચાયેલું છે. લશ્કરમાં ૩૦૦ અને ગ્વાલિયરમાં ૧૫૦ જૈન શ્રાવકાની વસ્તી છે. લશ્કરમાં ૩ ઉપાશ્રય અને ૩ જૈન મંદિરો છે. જ્યારે ગ્વાલિયરમાં ૨ મંદિશ છે. મંદિરને પરિચય આ પ્રકારે છે:
૧. લશ્કરના ારાક્ બજારના એસવાલ મહાલ્લામાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનુ ઘૂમટખ ધી મંદિર છે. આ મંદિરમાં ચિત્રકામ અને મીનાકારી કામ સારું કરેલું છે. શ્રીસ ંઘે સ. ૧૮૭૫ માં અંધાવેલું છે.
૨. એ જ મહેલ્લામાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટખધી મ ંદિર સ. ૧૯૯૮ માં શેઠ સૂરજમલ ધાડીવાલે અંધાવેલુ છે.
૩. કટીઘાટી દાદાવાડીમાં શ્રીશાંતિનાથ ભગવાનનુ ઘૂમટબંધી મંદિર શ્રીસંઘે અંધાવેલું છે.
૪. ગ્વાલિયરના ઈંટા બજારમાં યતિજીના ઉપાશ્રયમાં શ્રીમુનિસુવ્રતસ્વામીનું ધામાળ ધી મંદિર છે. મૂળનાયકની મૂર્તિ ઉપર સ. ૧૫૩૬ ના લેખ છે.
૫. ગ્વાલિયરમાં શીતલાગલીમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનુ ઘૂમટ ધી મ ંદિર શ્રીસ ંઘે બંધાવેલું છે. આમાં બધી મૂર્તિ એ ધાતુની છે.
ફ્ગ્યુસન નાંધે છે કે—Two Jain temples at Gwalior finished about 1093 A. D. covered with elaborate sculpture.આ મંદિરે શેાધવાનાં રહે છે.
★
3. " गोपालगिरिसिहरसंठियचरमजिणाययणदारमवरुद्धं । पुनिव दिन्न सासण, संसाधणिएहि चिरकालं ॥
गंतॄण तत्थ भणिऊण, भुवणपाला मिद्दाणभूवालं । अइसयपयत्तणं मुकलयं कारियं जेण ॥
'
—શ્રીમુનિચંદ્રસુરિરચિત “ મુનિસુવ્રતરિત”ની પ્રશસ્તિઃ શ્લાકઃ ૧૦૦-૧૦૧.