________________
૩૯
જૈન તીર્થ સર્વસંગ્રહ
આ મંદિરમાં મૂળનાયકની પ્રતિમા પ્રાચીન અને અત્યંત સુંદર છે. અર્ધપાસનસ્થ આ પ્રતિમાની ઊંચાઈ–પહોળાઈ ૬૦પર ઈંચની છે. પ્રતિમાના બંને ખભા ઉપર કેશવાળીનું ચિતું નથી તેમજ નીચે લાંછન પણ બતાવ્યું નથી, છતાં અહીંના જેને ભાઈઓ આ પ્રતિમાને શ્રીરાષભદેવના નામથી ઓળખે છે. આ પ્રતિમાનું શિલ્પવિધાન લગભગ દશમા સેક પહેલાનું જણાય છે. આવી અલૌકિક મૂર્તિઓ જવલ્લે જ જોવામાં આવે છે.'
અહીંના સેંટ્રલ મ્યુઝિયમમાં શિલ્પાવશે સાર સંગ્રહ છે. જગતભરમાં અજોડ એવી નટરાજની ધાતુમૂર્તિઓ આ સંગ્રહમાં ઘણી છે. બધી મૂર્તિએ સંવત-તિથિ વિનાની છે. મ્યુઝિયમમાં જેન શિલ્પ–સ્થાપત્યને સંગ્રહ પણ છે. તેમાં ૧૭–૧૮ જૈન અવશે છે. તેમાંથી માત્ર નેંધપાત્ર ચારેક શિલ્પ ખાસ દર્શનીય છે. (૧) દેવાયગ્રામથી મળી આવેલી લગભગ સાતમા સૈકાની શ્રીમહાવીર સ્વામીની પ્રતિમા, (૨) અર્કોટ જિલ્લાના હિંદીવનમ ગામથી મળી આવેલી શ્રીપદ્મપ્રભ ભગવાનની પ્રાચીન મૂર્તિ, (૩) ગોદાવરી જિલ્લામાંથી મળી આવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂતિ, અને (૪) બેલારી જિલ્લામાં પદુતુબલમ ગામથી મળી આવેલી શ્રી અજિતનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા વગેરે છે.
આ ઉપરાંત બીજાં પણ સ્થાપત્યે જોવાલાયક છે.
૨૩૦, સિત્તાનવાલા
(કઠા નંબર : ૪૧ર૧) મદ્રાસથી ૨૫૦ માઈલ અને પટાથી ૧૦ માઈલ દૂર સિત્તાવાસલ નામે બસ ઝુંપડાઓનું નાનું ગામ છે. સિત્તાનવાસલ–સિદ્ધઅણુવ્રાયલ એટલે સિદ્ધ તથા મહાન પુરુષનું નિવાસ સ્થાન અથવા મહાન સિદ્ધોનું નિવાસ સ્થાન,
એવો અર્થ થાય છે. એ ઐતિહાસિક સ્થળ ગામથી શા માઈલ દૂર આવેલી ટેકરી પર છે જે સિત્તાનવાસલની ગુફાઓને નામે ઓળખાય છે.
મેટરની સડથી પગરસ્તે ના માઈલ જતાં ટેકરીની તળેટીને ભાગ આવે છે. અહીંથી જ ખડકમાંથી કેરી કાઢેલી ગુફાને બહાર ભાગ નજરે પડે છે. સિત્તાનવાસલ ગુફાની આસપાસ નાર્થ મલય પર્વત, મલાઈયાદી પટી, કદીય મલય અને કન્નાનદ કેઈલ નામના પર્વતો આવેલા છે. એટલે ચારે બાજુએ આવેલા પર્વતોની વચ્ચે રહેલ આ સ્થાન રમણય જણાય છે. આજે અહીં કેઈ જેન વસ્તી નથી પરંતુ પ્રાચીન કાળમાં આ સ્થળ જેનધર્મનું કેન્દ્ર હોય એમ જણાય છે.
ભેંયતળિયેથી માત્ર ૫૦ કદમ ઉપર ચડતાં ગુફા આવે છે. ગુફામાં ૧૭ શિલાશપ્યાઓ છે, જેમાંની કેટલીક પર તે તકિયા પણ લગાવેલા જોવાય છે. કેટલીક શિલાશમ્યા તે ચીકણી અને ઘુટેલી હવાથી ચળકાટવાળી (પલીશદાર) છે. આમાં જૈન મુનિઓ સમાધિ લગાવતા હશે એમ લાગે છે. પાસે જ બ્રાહ્મી લિપિમાં બીજી શતાબ્દીને લેખ ઉત્કીર્ણ છે, જેમાં કેટલાક મુનિઓનાં નામ ઉલેખ્યાં છે. ગુફાથી થોડે દૂર એક નાને પણ ઊંડે કંડ છે, જેમાં પાણી કદી સુકાતું નથી. *
* * અહીં આવેલું ગુફા મંદિર ઈ. સ. ૬૦૦ થી ૬૨૫ માં થઈ ગયેલા પલવસમ્રાટ મહેન્દ્રવર્મન પહેલાએ બંધાવેલ છે, જે અહીંને શિલાલેખ સાબિતી આપે છે. મહેન્દ્રવર્મને અપારસ્વામીના ઉપદેશથી શિવધર્મને સ્વીકાર કર્યો એ પહેલાં તે જૈનધમી હતે. આથી જ જૈનધર્મમાં તેની શ્રદ્ધાના પ્રતીકસમું આ ગુફામંદિર બંધાવ્યું. અપારસ્વામી પિતે પણ પહેલાં યાયનીય સંઘના જૈન મુનિ હતા પરંતુ પાછળથી તે શિવ થયા.
આ મંદિરની રચના દક્ષિણ ભારતમાં રાજા મહેન્દ્રવર્મને રચેલાં અન્ય ગુફામંદિરે જેવી જ છે. અત્યારે મંદિરમાં ગર્ભગ્રહ અને અર્ધમંડપ તે પ્રાચીન કાળમાં બનેલાં છે, જ્યારે મુખમંડપ એ કાળના અન્યત્ર પ્રાપ્ત સ્તંભ વડે રાજ્ય તરફથી બનાવેલ છે. વસ્તુતઃ અગાઉ અહીં એક સુખમંડપ હત; એવું ગુફા પાસેની એક શિલા ઉપર કરેલા પાંડય શિલાલેખથી જણાય છે, એટલું જ નહિ, એનાં ભગ્નાવશે પણ અહીં જ પડેલાં છે આજે પણ જોવાય છે.