________________
અમલનેર-મદ્રાસ
૩૮૯ કરૂસાની જૈન ગુફા '' નિઝામ રાજ્યમાં આવેલા કારૂસા ગામથી ૫ માઈલ દૂર પૂર્વ દિશામાં એક નાની પણ સીધા ચડાવવાળી એક ટેકરી ઉપર ઘેડા અંતરે કેટલીક ગુફાઓ આવેલી છે.
પહેલી ગુફાને આકાર નિયમિત નથી. મેટે ભાગે આ ગુફા પુરાઈ ગઈ છે. આ ગુફાની પાછળ એક ગુફામંદિર છે, જે દા ફીટ પહેલું અને ૬ ફટ ઊંડું છે. આની ઉપર પણ એક જ પથ્થરના સ્તંભવાળું નાનું મંદિર છે. કયા સંપ્રદાયનું છે તે જાણવામાં આવ્યું નથી.
ઉપર્યુક્ત ગુફાની ઉત્તર દિશામાં એક બીજી ગુફા છે, જે આગળના ભાગમાં ૨૫ ફીટ પહોળી છે અને ૧૬ ફીટ ઊંચી છે. ઉત્તરની દીવાલમાં એક ભેંચરું છે અને દક્ષિણ બાજુની દીવાલમાં પણ એક ભેંયરું છે.
ગુફાની કોઈ પણ દીવાલ સીધી નથી. પાછળના ભાગની દીવાલ ૨ ફીટ ૧૦ ઈંચ જેટલી પાછળના ભાગમાં ઢળી પડેલી છે. આમાં મધ્ય ભાગે તીર્થકર ભગવાનની મૂર્તિ પદ્માસને સ્થાપના કરેલી છે. એ મૂર્તિની પબાસનથી લઈને મસ્તક સુધીની ઊંચાઈ ૬ ફીટ ૧૦ ઈંચ છે.
૨૨૮. અમલનેર
: (કેક નંબર : ૪૧૦૫) સુરતથી ટાસ્ટીવેલી રેલ્વે લાઈન ભુસાવલ સુધી જાય છે. તેમાં અમલનેર સ્ટેશન છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર શહેર આવેલું છે. અહીં ૧૫૦ જૈનોનાં ઘર છે. ૧ ઉપાશ્રય, ૧ લાયબ્રેરી અને ૧ જૈન મંદિર છે.
શહેરમાં મૂળનાયક શ્રીગિરૂઆ પાર્શ્વનાથ ભગવાનનું ધાબાબંધી ભવ્ય મંદિર બીજે માળે છે. મૂળનાયકની પ્રતિમા મનહર છે. આમાં ચાંદીની ૮, સ્ફટિકની ૧ અને વેળુની ૧ પ્રતિમાઓ પણ છે.
૨૨૯. મદ્રાસ
(કે નબર :૪૧૧૬-૪૨૦) મદ્રાસ પુરાણું શહેર છે. તેમાં ૪૦૦૦ જેની વસ્તી છે. ૫ ઉપાશ્રય અને ૫ જૈન મંદિર છે. ૧. શાહુકાર પિઠ (નં. ૪૦૯) માં શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરનું શિખરબંધી મંદિર સં. ૧૯૯૨ માં બંધાવેલું છે. ૩. શાહકાર પિઠ (નં. ૧૦૭) માં શ્રીચંદ્રપ્રભ ભગવાનનું ઘૂમટબંધી મંદિર સં. ૧૭૨ માં બંધાવેલું છે. આ
મંદિરમાં સ્ફટિકની એક પ્રતિમા છે. ૩. વેંકટાચલ મુદલી સ્ટ્રીટ ચૂલેમાં શ્રીચંદ્રપ્રભ ભગવાનનું ઘૂમટબંધી મંદિર સં. ૧૮૧૭ માં બંધાવેલું છે. ૪. શહેરથી ૩ માઈલ દૂર દાદાવાડી નામના સ્થળમાં શ્રીસુમતિનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર શ્રીસંઘે
થી ૧૫ માં બંધાવેલું છે. શ્રીજિનદત્તસૂરિની સ્ફટિકની પ્રતિમાં અને બીજી એક ગુરુમૂર્તિ પણ વિદ્યમાન છે. ૫. શહેરથી ૧૦ માઈલ દૂર મોટર રસ્તે રેડહિલ્સ ઊતરીને ૧ ફર્લોગ દૂર આવેલા પડિલ નામના સ્થળમાં
મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું ઘૂમટબંધી મંદિર છે..
1. Archaeological survey of western India, Vol. III, 1875-76, P. 12,13 - ૫૦