________________
રાગાખાન-જીરા
૩૬૭
૨૦૭. ડેરાગાજીખાન
(કે નંબર : ૩૮૭૭) મલતાનથી મહમ્મદકેટ જતી રેલ્વે લાઈનમાં ગાજઘાટ સ્ટેશને જવાય છે. ગાજઘાટથી ૬ માઈલના કાચા રસ્તે બંદર ઉપર જવાય છે. સિંધુમાં પાણીની ભરતી હોય ત્યારે મેટા વહાણથી ડેરાગાજીખાન બંદરે ઉતરાય છે. સિંધમાં પાણી ઓછું હોય ત્યારે હોડી દ્વારા પણ જઈ શકાય.
રાણાજીખાનથી ૧૫ માઈલના રસ્તે ૬ માઈલ કાચી સડક અને ૯ માઈલમાં પાકી સડક બાંધેલી છે. ડેરાગાજીખાનના મોટર સ્ટેન્ડથી ૫ માઈલના અંતરે શહેર આવેલું છે. અહીં ૮૫ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેની વસ્તી છે. અગાઉ અહી' વેતાંબરની ઘણી વસ્તી હતી પરંતુ કેટલાક બીજા પંથમાં ભળી ગયા છે.
અહીં ભાવકા મહોલ્લામાં બ્લેક નં. ૨ માં શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર સં૧૭૬ માં બંધાવેલું છે. મૂળનાયક ઉપર સં. ૧૬૦૬ ને લેખ છે.
ગામથી પિણે માઈલ દૂર એક દાદાવાડી છે, જેમાં શ્રીજિનકુશળસૂરિની ચરણપાદુકા છે.
હાલનું ડેરાગાજીખાન નવું વસેલું છે. જ્યારે જૂનું ડેરાગાજીખાન સિંધુના પૂરમાં તણાઈ ગયું હતું ત્યારે જના દેરાસરની મૂર્તિઓ વગેરે મુલતાનના જૈન દેરાસરમાં લઈ જવામાં આવી હતી. તેમાંથી માત્ર ૩ મૂર્તિઓ નવા વસેલા ડેરાગાજીખાનમાં નવું મંદિર સં. ૧૯૭૬ માં બંધાવવામાં આવ્યું ત્યારે આપવામાં આવી.
આ મંદિરમાં એક પુસ્તક ભંડાર પણ છે, જેમાં ૮૦ હસ્તલિખિત ગ્રંથ છે. તે પૈકી એક “કલ્પસૂત્ર અને કાલકકથાની ૪૧ ચિત્રોવાળી સુંદર પ્રતિ છે. તેની પ્રાંત પુપિકામાં આ પ્રકારે ઉલ્લેખ છે -
"सं० १८९१ वर्षे श्रीजिनसागरसूरिराज्ये वा० माणिक्यसुंदरगणिनामुपदेशेन सा० शिवराजकेन आत्मपुण्यार्थ लिखापितं ॥ ४ શ્રી. બ્રિવિત રાવન | શ્રીઃ |
આ શહેર અગાઉ બલુચિસ્તાનમાં ગણાતું હતું પરંતુ હાલમાં પંજાબ પ્રાંતમાં ગણાય છે.
. ૨૦૮, જીરા -
(કેહા નંબર: ૩૮૩૯) તલવંડી સ્ટેશનથી ૧૦ માઈલ દૂર મેટર રસ્તે જરા નામે ગામ આવેલું છે. મૂર્તિપૂજક જૈનેની ૨૦૦ માણસની વસ્તી છે. સ્વ. શ્રી આત્મારામજી મહારાજશ્રીનું બાલ્યજીવન અહીં વીત્યું હતું. અહીં એક જૈન મંદિર છે. તેમાં પંજાબ પ્રાંતના જૈન દેરાસની પ્રતિમાઓ પૈકી સૌથી પ્રાચીન ધાતુપ્રતિમાની એક વીશી છે, તેના ઉપર આ પ્રકારે લેખ છે
" || संवत् ११५६ माघ सुदि १४ शुक्रे ॥ आसीत् प्राग्वाटवंस(श)स्य भूपको(णो) विहिलाभिधः । पत्नी सलहिका तस्य जिनदत्तः सुतस्तयोः ॥ १॥ भार्या च रोहिणी तस्य पुत्रौ सागररोहिको। दुहिता सिंहिणि चान्या वधू [:] सहजमती तथा ॥ २॥
संसारासारतां ज्ञात्वा पुत्रैः सर्वैः] सुसंपदा। कारितो . मोक्षलाभार्थं चतुर्विंशतिपट्टकः ॥ ३॥
–ચાવાટ વંશના આભૂષણસ વિહિલ નામે શ્રેણી હતું. તેને સલહિકા નામે પત્ની હતી. તેમને જિનદત્ત નામે પુત્ર હતું, જેની પત્નીનું નામ રહિણું હતું. તેમને સાગર અને રેહિક નામે બે પુત્રો હતા. વળી, સિંહિણી નામે પુત્રી અને સહજમતી નામે પુત્રવધૂ હતી. આ બધા પુત્રપરિવારવાળા વિહિલ શ્રેષ્ટીએ સંસારની અસારતા જાણીને મેક્ષપદના લાભાથે સં. ૧૧૫૭ ના મહા સુદિ ૧૪ ને શુક્રવારે આ ચતુર્વિશતિ–વીશીને પટ્ટ કરા.