________________
૩૬૬
જૈન તીર્થ સર્વસંગ્રહ
૨૦૫. બનું
(કઠા નંબર : ૩૮૩૪) કાલાબાગથી ૮૬ માઈલ દૂર નાની રેલવે ગાડીથી બનું જવાય છે. સરહદના પ્રદેશમાં પિશાવરથી બીજા નંબરનું આ શહેર છે. હિંદ-પાકિસ્તાનના ભાગલા પડ્યાં તે પહેલાં અહીં ૫ ટકા હિંદુઓની વસ્તી હતી, જ્યારે મુસલમાનની વસ્તી ૫ ટકા હતી. રેલ્વેનું છેલ્લું સ્ટેશન અને સરહદનું નાકુ લેવાથી આ શહેર મથક જેવું છે. જેને દિવસે માણસોને ઉપાડી જાય એ આખાયે પ્રદેશ ભયાનક છે.
બનું રેલ્વે સ્ટેશનથી ૧ માઈલ દૂર નયા બજારમાં “ભાવકા મહેલમાં ઘૂમટબંધી સુંદર મંદિર છે. ૫ વેતાંબર જૈન મૂર્તિપૂજકની વસ્તી છે. બધા એક જ મહલ્લામાં રહે છે. આ બધા જેને બન્થી ૧૮ માઈલ દૂર આવેલા વિનંબર નામના ગામથી આવેલા છે. તેઓ બધા જ્ઞાતિએ ઓશવાળ છે. તેમને મુખ્ય ઘધ જમીનદારીને છે. બધા હથિયાર રાખે છે એટલું જ નહિ પરંતુ પ્રસંગ આવતાં વાપરી પણ જાણે છે. તેમના વડવાઓ મૂળે મેટી મારવાડ અને બિકાનેરના રહીશ હતા, વેપાર-ધંધા અંગે અહીં આવીને વસ્યા છે.લિત બરમાં દાદાજીની ચરણપાદુકાઓ વિદ્યમાન છે. - અત્યારના બધા જેને જ્યારે લિનંબર છેડી છાનું રહેવા આવ્યા તે પહેલાં બન્થી ૪ માઈલ દૂર આવેલા સુબાસખેલ નામના ગામમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનનાં ૩ ઘરે હતાં અને તે સમયે ત્યાં એક વિશાળ જૈન મંદિર પણ હતું. પણ સમય વીતતાં ત્યાં એક પણ જેનની વસ્તી રહી નહિ ત્યારે મંદિરની પ્રતિમાઓ મુલતાન શહેર તથા જડીચાલા ગુરુ નામક ગામના જૈન મંદિરમાં લઈ જવામાં આવી. હાલમાં ત્યાં ખાલી દેરાસર વેરાન દશામાં જ
બન્ના મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૬૮માં થયેલી છે. મૂળનાયક ઉપર સં. ૧૯૦૬ને લેખ આ પ્રકારે છે–
॥ " सं० १६०६ ।। वर्षे माघशुक्ल ५ रवी साह वाडापांक, ओसवालज्ञा० श्रे० देल्हा ओ० आम्हण श्रे० वागदेव(वेन)स्वश्रेयसे श्रीअजितनाथ जिनर्दिवं प्रतिष्टितं
૨૦૬. મુલતાન
(કઠા નંબર: ૩૮૭૬) મુલતાન સીટી સ્ટેશનથી ૧ માઈલ દૂર મુલતાન શહેર આવેલું છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેની ૧ર૦ માણસેની વસ્તી છે, ૧ ઉપાશ્રય અને ૧ પુસ્તકભંડાર પણ છે.
અહીંના ચૂડીસરાય બજારમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શ્રીસંઘ સં. ૧૭૦ માં બંધાવેલું છે. મંદિરના રંગમંડપની છતમાં શ્રી નેમિનાથ ભગવાનની જાન અને તેમના જીવનપ્રસંગોને લગતાં ચિત્રો બહ જ સુંદર રીતે ચિતરાવેલાં છે. જમણી બાજુની ભીંત પર શત્રુંજય, ગિરનાર વગેરે તીથોનાં ચિત્રો છે. આ મંદિરમાંની કેટલીક મૂર્તિઓ તે ડેરાગાજીખાન, લેહિયા અને લિનંબર વગેરેના મંદિરમાંથી આવેલી છે. મંદિરની
ની આવકમાંથી વીશ હજાર રૂપિયાના ખરચે એક મકાન ખરીદેલું શ્રીસંઘની માલિકીનું છે. દાદાવાડીનું એક વિશાળ કંપાઉન્ડ પણ શ્વેતાંબર સંઘની માલિકીનું છે. એ સિવાય બાર-તેર દુકાને પણ તેમની જ માલિકીની છે.
અહીં વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં કુસંપ છે. સાધુઓના વિહારના અભાવે કેટલાય બીજા પંથમાં ભળી ગયા છે.
પંજાબ અને સિંધની હદ અહીં પૂરી થાય છે. આગાઉ આ શહેર સિંધમાં ગણાતું પરંતુ બ્રિટીશ રાજઅમલ વખતે આને પંજાબમાં ગણવામાં આવ્યું છે.