SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પિંડદાદનખાન-કાલાબાગ ૩૬૫ ૨૦૩, પિંડદાદનખાન (ા નંબર: ૩૮૨) ભેરાથી પિંડદાદનખાન જવા માટે મલકવાલ જંકશને ગાડી બદલવી પડે છે. ત્યાંથી ત્રીજું સ્ટેશન પિંડદાદનખાન આવે છે. સ્ટેશનથી બે માઈલ દૂર કેટ તળાવ પાસે શ્રીસુમતિનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર છે લાલા મૂલા શાહે સં. ૧૯૬૭માં બંધાવ્યું છે. આ મંદિરમાં ધાતુના અષ્ટકમળની વચ્ચે શ્રીવાસુપૂજ્યસ્વામીની મનહર ધાતુપ્રતિમા છે. એ અણકમલની પાંખડીઓ પર આ પ્રકારે લેખ છે – "ओसवाल ज्ञातीय छाजडगोत्रीय पा० रूपापुत्र तेजा हरदास ! पांचा। तेजसी भार्या पद्दोपुत्रऊदाकेन श्रेयोर्थे । श्रीवासुपूज्यविवं अष्टदलकमलं संपुटसहितं कारितं प्रतिष्ठितं व(व)हत् व(ख)रतरगच्छाठो(वि)राज श्रोजिनमाणिक्यसूरिपट्टालंकार । श्रीपातिसाहिप्रतिबोधकतत्प्रदत्तयुगप्रधानश्रीजिनचंद्रसूरिभिः पूज्यमानं चिरं नंदतु ॥" અહીં એક જૈન મંદિરનું ખંડિયેર પડેલું છે. શિખર અને ગભારાને ભાગ વિદ્યમાન છે. સં. ૧૯૨૬માં આ મંદિર બાંધવામાં આવેલું, એ સમયે અહીં ૪૦૦ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેની વસ્તી હતી, પરંતુ સં. ૧૯૮૭માં અહીં જેલમ નદીમાં ભારે પૂર આવવાથી ગામને માટે ભાગ તણાઈ ગયે. એની સાક્ષી પૂરતાં ઘણાં ખંડિયેરે ઊભાં છે. એ જ સમયમાં ઉપર્યુક્ત જૈનમંદિર પડી ગયું હતું. તેને એ સ્વરૂપે મૂકી રાખી બીજું જેનમંદિર બાંધવામાં આવ્યું, જેને નિર્દેશ ઉપર કર્યો છે. આજે અહીં ૧૭ જેની વસ્તી છે ને એક પુસ્તક ભંડાર છે. ગામથી દેઢ માઈલ દર દાલમિયા સીમેન્ટ ફેકટશે અને મીઠાની ખાણ આવેલી છે. ૨૦૪. કાલાબાગ " (કેહા નંબર : ૩૮૩ ) આ ઇન્ડસ અને કાલાબાગ એ બંને સ્ટેશને વચ્ચે સિંધુ નદી આવેલી છે. સ્ટેશનથી કાલાબાગ ગામ એક માઈલ દૂર છે. સિંધુ નદીને પૂલ ઓળંગીને ગામમાં જવાય છે. આખું ગામ નાની પહાડીઓ પર વસેલું છે. આ ગામમાં પહેલાં જૈનેની લગભગ ૨૦૦ માણસોની વસ્તી હતી ત્યારે સં. ૧૯૬૩માં અહીં ફેંકાગચ્છના યતિના ઉપદેશથી મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર બાંધવામાં આવ્યું છે. મૂળનાયક ઉપર સં. ૧૯૬૩ને લેખ છે. અહીં સાધુ-સાધ્વીઓને વિહાર કેટલાયે વર્ષોથી બંધ છે. અત્યારે માત્ર ૪૦ જેન મૂર્તિપૂજકની વસ્તી છે. નાગાર્જુન પર્વત : માડી ઈડસ સ્ટેશનની સામે જ નાગાર્જુન પર્વત આવેલું છે. લોકભાષામાં તેને નાગારજન પણ કહે છે. પર્વતમાં લગભગ ૧ માઈલ દૂર નાની સરખી ગુફા વિદ્યમાન છે, તેમાં તીર્થકરની અસ્પષ્ટ આકૃતિઓ ઉત્કીર્ણ છે. આ ગુફામાં લગભગ ૧ ફૂટ ઊંચે અને ૦ ફૂટ પહેળે ખાલી ગોખલે છે. અહીંની પ્રચલિત દંતકથાના આધારે આ ખાલી શોખામાં સ્થાન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં હતી. આ પર્વતમાં નાગાર્જુન એગીએ રસસિદ્ધિ કરી હતી. આસપાસનું વાતાવરણ મેગીઓના નિવાસને અનુકૂળ જણાય છે. ગુફાનું સ્થાપત્ય પણ બીજા-ત્રીજા સૈકાની ગુફાઓને મળતું આવે છે. ત્યારે પ્રચલિત માન્યતા મુજબ સેઢી નદીના કિનારેથી શ્રોઅભયદેવસૂરિએ અત્યારના ખંભાતમાં વિદ્યમાન શ્રીસ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા બારમા સકામાં પ્રગટ કરી હતી. ખરું જોતાં સ્થંભન પાર્શ્વનાથનું સ્થાન આ નાગાર્જુન પર્વતમાં હોવાને વાસ્તવિક લાગે છે. સંભવ છે કે, નાગાર્જુનના સમયથી લઈને શ્રીઅભયદેવસૂરિના સમયના વચલા શાળામાં એ મતિ સિંધનદીના પૂરમાં તણાઈ આવતાં સમુદ્રવાટે સેઢીનદીના કિનારે આવી હોય. વિદ્વાનોએ આ પર્વતના સ્થાપત્યની શોધ કરવા જેવી છે. આ પર્વતમાંથી ખેટા હીરાએ સેંકડોની સંખ્યામાં મળી આવે છે.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy