________________
૩૬૪
જૈન તીર્થ સર્વસંગ્રહ એ પછી બીજે વર્ષે તુરષ્કાએ વિશાળ નગરી તક્ષશિલાને ખેદાનમેદાન કરી નાખી. શ્રીમાનદેવસૂરિને સ્વર્ગવાસ વિ. સં. ર૬૧ માં થયો એથી આ ઘટના ત્રીજા સકામાં બની એમ માની શકાય છે
ઈ. સ. ની ત્રીજી શતાબ્દીમાં કુષાણેએ સિરકપ ઉપર હુમલે કરીને તેને નાશ કર્યો તે હકીકત પુરાતત્ત્વની સામગ્રીથી સમજાય છે.
અનુકૃતિઓની આ ઘટનાનું સમર્થન તક્ષશિલાના ખોદકામમાંથી પણ પ્રાપ્ત થાય છે. તક્ષશિલાના સિરકા નગરના ખોદકામમાંથી મળેલી સામગ્રીના આધારે ડે. સર જોન માર્શલના કથાનાનુસાર ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીના આરંભના વર્ષોમાં ઈડગ્રીક રાજાઓએ આ નગર ભીડના કિલાથી હઠાવીને સિરકપમાં વસાવ્યું. તે ગ્રીક-શક, પલવ અને કુષાણકાળ સુધી બરાબર વસેલું હતું સિરપના રાજમાર્ગની આસપાસ કેટલાંક નાનાં મોટાં મંદિરો મળી આવ્યાં છે, જેને વિશે સર જોન માર્શલ કહે છે:-“હવે મારો વિશ્વાસ છે કે, સિરપના “એફ” (E) અને “છ” ( મંદિરે આ જ (જેન) મંદિરેમાંનાં જ છે. પહેલાં હું આ મંદિરને બૌદ્ધ મંદિરે માનતા હતા પરંતુ હવે એક તે તેની રચના મથુરાથી નીકળેલા આયાગપટ્ટો પર ઉકીર્ણ ન સ્તુપ સાથે મળતી આવે છે અને બીજું એમાં અને તક્ષશિલાથી મળી આવેલાં અત્યાર સુધીનાં બોદ્ધ મંદિરે સાથે ખૂબ ભિન્નતા છે. આ કારણથી હવે આને બોદ્ધોની અપેક્ષાએ જૈન સ્તૂપ જ માનું છું.”
રાજમાર્ગની જમણી તરફ સ્થિત બ્લેક “છ” માં મોટાં મકાનોનાં ઘણાં ભગ્નાવશે મળ્યાં છે, જેની ખાસ વિશેષતા એ હતી કે, એ મકાનની સાથોસાથ પોતાનાં નાનાં મંદિર પણ બનેલાં હતાં. આ મંદિરે સડકની તરફ ખુલાં પડતાં હતાં જેથી ભકતોના દર્શનમાં સગવડ રહેતી હતી.
આ હકીકત જેન અનુકૃતિઓનું બરાબર સમર્થન કરે છે કે, એક સમયે તક્ષશિલા જેનેનું પણ એક મોટું કેન્દ્ર હતું, એમાં હવે શંકાને લેશ અવકાશ નથી.
પં. શ્રી કલ્યાણવિજયજીના મત પ્રમાણે-ઓશવાલ જાતિ તક્ષશિલા વગેરે પશ્ચિમ પંજાબના નગરોમાંના જૈનસંઘમાંથી નીકળેલી છે. આ ઉપરથી માની શકાય કે, ઓશવાલોના પૂર્વજો પશ્ચિમ ભારતમાંથી ઊતરી આવ્યા હતા. ઉપચુંક્ત તક્ષશિલાને ભંગ વખતે જેનસંઘ પૂર્વ પંજાબ અને બીજા સ્થળેમાં વસવાટ કરવા ચાલ્યા ગયે હતે. શ્રીનગર : કાશમીર
જમ્મુથી ૨૦૩ માઈલ દૂર મોટર રસ્તે કાશ્મીર રાજ્યનું શ્રીનગર છે. “ગિરનાર મહાભ્ય” અને “વિવિધતીર્થ કહ૫ થી જાણવા મળે છે કે, કાશ્મીર (શ્રીનગર)ના રહેવાસી સંઘપતિ રત્ન નામના શ્રાવક સાતમા સૈકામાં કાશમીરથી સંઘ લઈને ગિરનારની યાત્રાએ ગયા હતા અને ગિરનાર તીર્થને ઉદ્ધાર કર્યો હતો. એટલે એ સમયે કાશ્મીરમાં જેનેની ઘણી વસ્તી હોવાનું જણાય છે.
કાશ્મીરના પ્રતાપ મ્યુઝિયમાં કેટલીક મૂર્તિઓ છે તે પૈકી બુદ્ધ ભગવાનના નામે ઓળખાવેલી શ્યામ પાષાણની. પ્રતિમ વાસ્તવમાં બીજા સિકાની જિનમૂર્તિ છે. મ્યુઝિયમના ક્યુરેટરના કથન મુજબ આવી મૂર્તિઓ કાશ્મીરમાં તપાસ કરતાં ઘણી મળી આવે તેમ છે. જે આ હકીકત સાચી હોય તે કામીરમાં પ્રાચીનકાળે જૈનધર્મને સારે વિસ્તાર હશે. પણ આજે તે એનું નામનિશાન પણ અહીં જોવાતું નથી; એ ખરેખર, વિધિની વિચિત્ર દશાને ખ્યાલ આપવા. પૂરતું ગણાય.
૭. જો કે જૈન અનુશ્રુતિઓ આ ઘટનાનો સમય ઈ. સની ત્રીજી શતાબ્દી બતાવે છે પરંતુ પુરાતત્ત્વનાં પ્રમાણે આ ઘટનાને વાસ્તવિક કાળ ઈ. સની પહેલી શતાબ્દીનો અંત ભાગ હોવાનું જણાવે છે. આમ હોવા છતાં કેટલાક વિદ્વાને કુવાણાનો સમય ઈ. સ. ૧૨૭ અથવા તે પછી બતાવે છે એ રીતે જોઈએ તો જૈન અનુશ્રુતિઓની વાત સાચી બની રહે. કેમકે મેટા ભાગની પટ્ટાવાલીઓ માનદેવસૂરિને ૨૦ મા પટ્ટધર બતાવતાં તેમને સમય વીર નિ. સં. ૮ મો કે માને છે, જે ઈ. સ.ની બીજી શતાબ્દીના અંત ભાગમાં પડે છે.
4. Sir John Marshall-A Gide to Taxill P. 78 (third edition) t. Sir John Marshall-Archaeological servey of India, Anual report. 1914–15, P. 2