________________
લાહાર
૩૬૩
ભગવાન ઋષભદેવે ભરતને અયેાધ્યાના પ્રદેશ અને ખાહુબલિને મઢુલીદેશનું રાજ્ય સોંપી દીક્ષા લીધી હતી. અહુલીદેશની રાજધાનીનું નગર તક્ષશિલા હતું.
જૈન અને બૌદ્ધ ગ્રંથા ગધારના પણ ઉલ્લેખ કરે છે; જેમાં પશ્ચિમ ગધારની રાજધાની પુષ્કરાવતી અને પૂર્વગધારની રાજધાની તક્ષશિલા હતાં.
એક સમયે ભગવાન ઋષભદેવ વિહાર કરતા તક્ષશિલામાં આવ્યા અને તેની ખબર ખાહુબલિને મળતાં તે ખીજા દિવસે ત્યાં પહોંચ્યા, પરંતુ ભગવાન ત્યાંથી ચાલી ગયા હતા. બાહુબલિએ ભગવાનના આગમનના સ્મરણુરૂપે તેમના ચરણચિહ્ના ઉપર ‘ધર્માંચક તીર્થ’ની સ્થાપના કરી હતી.૬ ‘વિવિધતી કલ્પ માં ઉલ્લેખ છે કેઃ—
“ તક્ષરિાદ્ધાયાં વાહુદ્ધિવિનિર્મિત થર્મમ્ । " (૬૦૮૧)
તક્ષશિલામાં બાહુબલિ રાજાએ સ્થાપન કરેલું ધર્માંચક તીર્થ છે.
· મહાનિશીથસૂત્ર ’માં જણાવ્યું છે કે, આ ધર્મચક્ર તી ચંદ્રપ્રભ જિનેશ્વરનું ધામ હતું. તક્ષશિલાનું ખીજું નામ ધ ચક્રભૂમિ થી પણ પ્રસિદ્ધ હતું. એ સમયથી તક્ષશિલા નગર જૈનધમ નું કેન્દ્ર હતું.
એ પછીના સમય વિશે જાણુવાને કેાઈ સામગ્રી મળતી નથી. પણ મધ્યકાળમાં તક્ષશિલા આદિ પ્રદેશમાં ભક્ષ્યા -ભક્ષ્યના વિચાર ન હેાવાથી અને પાખંડી સાધુએની બહુલતા હાવાથી જૈન સાધુઓને વિહાર કરવાની મનાઇ જેનેાના < છેદ’સૂત્રામાં કરેલી છે.
મધ્યકાળમાં તક્ષશિલા સમગ્ર ભારતનું વિદ્યાકેન્દ્ર હતું જેમાં વિખ્યાત વૈયાકરણ પાણિનિ, વિશ્રુત વૈદ્યરાજ જીવક આદિ વિદ્વાનાએ અધ્યયન કર્યું હતું.
સમ્રાટ શેક તક્ષશિલાના સૂમે હતા ત્યારે તે પેાતાના પુત્ર કુણાલ સાથે રહેતા હતા. કુણાલના પુત્ર સમ્રાટ્ સંપ્રતિએ પિતાના શ્રેય નિમિત્તે અહીં જિનમ ંદિર બંધાવ્યું હતું; જે · કુણાલસ્તૂપ ’ નામે આળખાતું હતું, સ ંપ્રતિના સમયે સાધુએના વિહારની મર્યાદાઓ વિસ્તરી તેમાં આ પ્રદેશેને પણ સમાવેશ હતા; કેમકે જૈનાચાર્યાએ એ પછી આ પ્રદેશમાં વિહાર કર્યાનાં અનેક પ્રમાણેા મળી આવે છે
વિ. સં. ૧૦૮ માં શત્રુંજય તીના ઉદ્ધાર કરાવનાર મધુમતી (મહુવા)ના શ્રેષ્ઠી જાવડિશાહે ભગવાન ઋષભદેવની મૂર્તિ તક્ષશિલામાંથી જ મેળવીને શત્રુ ંજય તીર્થ ઉપર મૂળનાયક તરીકે સ્થાપન કરી હતી.
• પ્રભાવકચરિત ’ અનુસાર ખીજા-ત્રીજા સૈકામાં અહીં ૫૦૦ જૈન મંદિશ હતાં, જૈન સંઘ માટી સંખ્યામાં વિદ્યમાન હતા, ખીજા... પણ અનેક મંદિરે અહીં મોજુદ હતાં. એક ંદરે જન-ધનથી સમૃદ્ધ એવી આ નગરીમાં મહામારીને રેગ ફાટી નીકળ્યેા. લેકે એકાએક મરવા લાગ્યાં, નગરમાં કાલાહલ વ્યાપી ગયા, કાઈ કાઈનું ન રહ્યું, સૌને પોતપેાતાનો પડી હતી, ગીધ અને કાગડાએને માટે અહી સુભિક્ષ ખની ગયા, ઘરમાં દુર્ગંધ ફેલાઈ ગઈ, મંદિશમાં પૂજા અધ પડી, આ મહામારી કોઈ રીતે શાંત થતી નહેાતી. આ જોઇને શાસનદેવીએ પ્રગટ થઈને કહ્યું કે Àાના ઘાર અત્યાચારથી રુષ્ટ થઈને બધાં દેવ-દેવીએ અહીંથી ચાલ્યાં ગયાં છે. આજથી ત્રીજે વર્ષે તુરુષ્કા આ તક્ષશિલના ધ્વંસ કરશે. એના એક જ ઉપાય છે કે તમે બધા આ નગર છોડીને બીજા સ્થાને ચાલ્યા જાઓ.' બીજો ઉપાય પૂછતાં દેવીએ કહ્યું:~~ · નાડાલમાં શ્રીમાનદેવસૂરિ બિરાજેલા છે, તેમના ચરણનું પ્રક્ષાલન જળ લાવીને પોતપાતાના ઘરમાં છાટા એથી તમારા ઉપદ્રવ શાંત થશે. ’
તક્ષશિલાના જૈન સંઘે વીરચંદ નામના એક શ્રાવકને નાડાલ મેક્લ્યા. તેમણે શ્રીમાનદેવસૂરિને તક્ષશિલાના નિવાસીઓનું દુ:ખ કહી સંભળાવ્યુ. શ્રીમાનદેવસૂરિએ ત્યાં આવવા માટે ના પાડી પરંતુ તે શ્રાવકને તેમણે ‘લઘુશાંતિ સ્તવ’ પાઠ આપ્યા અને જણાવ્યું કે— આ સ્તવનથી મહામારી શાંત થશે.' આચાર્ય ના કહેવા પ્રમાણે એ સ્તવનના પાઠ કરવાથી થાડા દિવસેામાં તક્ષશિલામાં મહામારીના ઉપદ્રવ શાંત થયા.
૬. આવશ્યક સૃષ્ણુિ,' પૃ. ૧૬૨; આવશ્યકનિયુŚક્તિ ’ પૃ૦ ૩૨૨.