________________
૩૬૮
જન તીર્થ સર્વસંગ્રહ અહીં ૭૦૦ હસ્તલિખિત પ્રાચીન પુસ્તક ભંડાર છે. તેમાં ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણમાં સં. ૧૪૭ (7) માં લખાયેલી ૩૫ ચિત્રાવાળી કલ્પસૂત્રની હાથપથી અત્યંત સુંદર છે. આવી સુંદર ચિત્રકામવાળી કલ્પસૂત્રની પ્રતિઓ બહુ ઓછી જોવામાં આવે છે.
છરાથી ૧ માઈલ દૂર જેન આત્મભવન નામે એક મકાન છે, જેમાં પૂ આત્મારામજી મહારાજની સમાધિ છે. ફરીદકેટ:
ફિરોજપુરથી ભટીંડા જતી રેલ્વે લાઈનમાં ફરીદકેટ સ્ટેશન છે. આ ગામમાં શ્રી જયસાગર ઉપાધ્યાયે સં. ૧૪૮૪ માં ચતુર્માસ કર્યું હતું. એ ચતુર્માસ અગાઉ અહીંથી તેમણે કેટ કાંગડા તીર્થની યાત્રાને સંઘ કાઢયું હતું. આ
સંઘ એક રસ્તે થઈને કાંગડા પહેઓ અને બીજે રસ્તે થઈ ફરીદકેટ પાછો આવ્યો તેમાં વચ્ચે આવતાં ગામો, તેનું - વર્ણન, જૈન સંઘની સ્થિતિ અને જૈન મંદિર વિશેનું માહિતીપૂર્ણ વર્ણન શ્રીજયસાગર ઉપાધ્યાયે સં. ૧૮૮૪ માં
રચેલી “વિજ્ઞપ્તિ ત્રિવેણી માંથી જાણવા મળે છે. એ સમયે ફરીદકોટમાં જેની વસ્તી સારા પ્રમાણમાં હતી, જેને મંદિર પણ વિદ્યમાન હતું.
આજે પણ એક શ્વેતાંબરીય જૈન મંદિર છે પરંતુ મૂર્તિપૂજક જૈનેનાં માત્ર બે-ત્રણ ઘરે જ વિદ્યમાન છે ત્યારે સ્થાનકવાસીઓની સંખ્યા ૫૦૦ માણસની છે. વર્તમાન દેરાસર બંધાવનારના વારસે સ્થાનકવાસી બની ગયા હોવાથી દેરાસરની સારસંભાળ એક યતિજી રાખતા હતા, પરંતુ પતિજીને સ્વર્ગવાસ થતાં એ દેરાસરને કબજે સ્થાનકવાસીઓને સુપ્રત થયે એટલે અત્યારે આ મૂર્તિઓ અપૂજ રાખેલી છે અને દેરાસર બંધ રહે છે, એથી જ એને કઠામાં ગણાવ્યું નથી.
૨૦૯. હોશિયારપુર
(કહા નંબર : ૩૮૯-૩૭) હોશિયારપુર રેલવે સ્ટેશનથી ૧ માઈલ દૂર હેશિયારપુર ગામ છે. શ્વેતાંબર જૈન મૂર્તિપૂજકની ૩૦૦ માણસની વસ્તી છે. ૧ વિશાળ ઉપાશ્રય, ૧ ધર્મશાળા, પાઠશાળા અને હસ્તલિખિત પુસ્તક ભંડાર છે. અહીં શીશમહેલ બજારમાં શિખરબંધી ૨ દેરાસરે આવેલાં છે. ૧. મૂળનાયક શ્રીવાસુપૂજ્ય ભગવાનનું મંદિર છે, જેના શિખરના ઘૂમટને બધે ભાગ અમૃતસરમાંના શીખોના સુવર્ણ
મંદિરની માફક સં. ૧૯૪૮ માં અહીંના સ્વ. લાલા ગૂજરમલજીએ લાખના ખરચે સેનાના પતરાંથી મઢાવે છે. આથી આ દેરાસર સુવર્ણ મંદિરના નામથી ઓળખાય છે. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૫૦ માં થયેલી છે.
મંદિરમાં સ્ફટિક રનની પ્રતિમાં પણ છે. ૨. ઉપર્યુક્ત સવર્ણ મંદિરની પાસે જ અહીંના શ્રીસંઘે સં. ૧૯૫૦ માં બંધાવેલુ મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું
મંદિર છે. આ મંદિર ૩ર ફીટ ઊંચુ અને ૩૨ ફીટ પહોળું છે. કેટ-કાંગડાના દેરાસરમાંથી લાવવામાં આવેલ ધાતન સમવસરણ ઘણું જ સુંદર છે. આવું સમવસરણ ભારતભરના એકે જૈન મંદિરમાં નથી.
૨૧૦. લુધીના
(કેડ નંબર : ૩૮૯-૩૮૮ ) સુધીના રેલ્વે સ્ટેશનથી અડધે માઈલ દૂર સુધીના શહેર આવેલું છે. પંજાબનું આ મેટું ઔદ્યોગિક મથક છે.
અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેની વસ્તી લગભગ ૪૦૦ માણસોની છે. સ્થાનકવાસી જૈનેની વસ્તી લગભગ ૨૦૦૦ માણસની છે. દાલબજારમાં શ્રીસંઘે બંધાવેલા દેરાસરની નજીકમાં તાંબર જેને ઉપાશ્રય અને ધર્મશાળા છે.