________________
૩૫૭
ભેર
ગામની વચ્ચે જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. આવું વિશાળ અને ભવ્ય મંદિર પંજાબમાં એકે નથી. મંદિર જીર્ણ થયું છે. મૂળનાયકની પ્રતિમા ઉપર સં. ૧૫૪૮ને લેખ છે.
અહીં ૧૦ જૈનેની વસ્તી, ૧ ઉપાશ્રય અને જૈન ધર્મશાળા છે. ૧ પુસ્તક ભંડાર પણ છે. શ્રીબુટેરાયજી મહારાજે આ ગામમાં મુહપત્તિ બાંધવાનું છોડ્યું હતું.
- ૨૦૧. ભેરા
(કેષ્ઠા નંબરઃ ૩૮૭૧) અકાલગઢ સ્ટેશનથી ભેરા જવા માટે વઝીરાબાદ, લાલામૂસા અને મલવાલ જંકશનેએ ગાડી બદલી માટી લાઈનમાં છેલ્લા આવેલા ભેરા સ્ટેશને જવાય છે. સ્ટેશનથી ભેરા ગામ ૧ માઈલ દૂર છે.
હાલનું મેહેન–જો–દડે નામનું સ્થળ પ્રાચીન વિતભયપુરપત્તને હેવાની કેટલાક વિદ્વાને સંભાવના કરે છે. એને પરિચય અને સિંધ પ્રાંતના વર્ણનમાં આપે છે.
આ ભેરાને જ વીતભયપુરપત્તન માનવામાં આવે તો તેની તીર્થ તરીકેની પ્રસિદ્ધિનું ઐતિહાસિક કારણ એ છે કે, ભગવાન મહાવીરના સમયે અહીં ઉદાયન નામે રાજા રાજ્ય કરતું હતું, જેની પાસે ગોશીષચંદનથી બનાવેલી શ્રી મહાવીર ભગવાનની જીવંતસ્વામીની પ્રતિમા હતી. એ પ્રતિમા ચંડપ્રદ્યોત રાજ ઉપાડી ગયા ત્યારે વીતભયપુરપત્તનને ધૂળની આંધીથી નાશ થવાને જાણી એ મૂર્તિને દશપુર (મંદર) અને પાછળથી ભાયલસ્વામીપુર (ભેલસા)માં સ્થાપન કરવામાં આવી હતી.
વીતભયપુરયત્તન ધૂળથી દટાઈ ગયું તે પછી શ્રી હેમચંદ્રસૂરિની પ્રેરણાથી રાજા કુમારપાલે (બારમી સદીમાં) એ વીતભયપુરપત્તનનું ખેદકામ ખાસ નીમેલા અધિકારીઓ મારફત કરાવ્યું હતું અને ત્યાંથી ઉદાયનવાળી પ્રતિમા મેળવી, એટલું જ નહિ એ પ્રતિમા માટે ચંડપ્રદ્યોતે આપેલાં ગામોનું શાસનપત્ર પણ નીકળી આવ્યું હતું. કુમારપાલે એ પ્રતિમા પાટણમાં મંગાવી એક સ્ફટિકમય ભવ્ય જિનપ્રાસાદ બંધાવી તેમાં તેને પ્રતિષ્ઠિત કરી હતી.
આ હકીકત આપણને બારમા સૈકામાં આ૦ હેમચંદ્રસૂરિ અને કુમારપાલ નરેશના પુરાતાત્ત્વિક જ્ઞાન ઉપર પ્રકાશ પાથરે છે અને પ્રાચીન વિતભયપુરપત્તનની તીર્થ તરીકેની પ્રસિદ્ધિ વર્તમાન ભેરામાં પણ જળવાઈ રહી હોય એમ જણાવે છે.
જેલમ જિલ્લામાં જેલમ નદીના તટ પર એક પહાડ આવેલો છે. ત્યાં મોટાં મોટાં મકાને અને ખંડિયેરો દ્રષ્ટિગોચર થાય છે. એ જમીનમાંથી ખોદકામ કામ કરતાં સિક્કા વગેરે ચીજો મળી આવે છે. પ્રાચીન કાળનું વીતભય
હાલનું ભેરા એવી કેટલાકની માન્યતા છે. પણ આ ભેરા ગામને વચ્ચે ૮૦૦-૯૦૦ વર્ષ થઈ રહ્યા એમ કહેવાય છે. એ વખતનું એક પ્રાચીન જૈન મંદિર હતું, અને સેંકડે જેનેની વસ્તી પણ હતી પરંતુ વર્તમાન જિનમંદિર જીર્ણોદ્ધારરૂપે નવેસર બાંધવામાં આવ્યું છે.
ઓશવાલ શ્રાવકેને અહીં ભાવડા કહેવામાં આવે છે. એ ભાવના મહાલલામાં આ મંદિર આવેલું છે. મૂળનાયક ચંદ્રપ્રભજિનેશ્વર મૂળનાયક તરીકે બિરાજમાન છે.
જૈન ધર્મશાળા છે પણ જેનેની વસ્તી નથી. મંદિર પાસે ઘણું ખંડિયેર પડેલાં છે.