SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ૨૦૨ લાહાર (કાઠા નખર : ૩૮૬૩૮૬૮ ) જૈન તીથ સસગ્રહ લાહાર પુરાતન નગર છે. દંતકથા તા એવી છે કે, શ્રીરામચંદ્રના પુત્ર લવે લવપુર વસાવ્યું અને કુશે કુશપુર એટલે કસૂર વસાવ્યું. એ લવપુર અદ્યતન લાહારના નામે પ્રસિદ્ધ છે. કૈાઇ વિદ્વાનના કથન મુજબ વિક્રમની ખીલ્ડ–ત્રીજી શતાબ્દીમાં કાઈ લાડુ નામે રાજા થયા જેણે આ લાહેાર વસાવ્યું હતું અને થાડા દિવસમાં જ આ બહુ માઢુ નગર અની ચૂકયુ. લાહેારમાં લેાહનું મંદિર છે અને અમૃતસરમાં લેહગઢ દરવાજો છે. એના સંબંધ લવ સાથે છે કે ઉપર્યુક્ત લાહુ નામના રાજા સાથે છે એને નિર્ણય કરવાને કાઇ ઐતિહાસિક પુરાવેા નથી. ગ્રીક લેખક ટાલેમીએ જે લાખેાકલ નગરના ઉલ્લેખ કર્યો છે એ જ લાહાર હાવાનુ` કેટલાકેાનું મંતવ્ય છે. અમીર ખુસરૂએ આને ‘લાાનૂર’ નામે ઉલ્લેખ કર્યો છે, એવી જ રીતે જેનેાના હસ્તલિખિત પુસ્તકાની સેાળમા સૈકાની અને તે પછીની પુષ્પિકા-પ્રશસ્તિઓમાં પણ લાહાનૂર નામથી ઉલ્લેખ થયા છે. ૨ · ભાનુચંદ્રચરિત માં અને તીર્થં માળાઓ કે પટ્ટાવલીઓમાં આને ‘લાભપુર' નામથી પણ એળખાવ્યું છે. જો કે પંજાખમાં જૈનધર્મીના ઇતિહાસ ભૂખ પ્રાચીન, ઉજ્જવળ અને મહત્ત્વપૂર્ણ હોવા છતાં કેટલાંયે વર્ષોથી પંજાખની રાજધાનીના આ લાહાર નગરમાં અકબરના સમયથી પહેલાંનાં અવશેષેા મળતાં નથી. વસ્તુત: એ વિશે જોઇએ તેવી શેાધ થઈ નથી પરંતુ શેાધ કરવામાં આવે તે પ્રાચીન અવશેષેા મળી આવવાના સંભવ છે.. જો કે બ્રિટીશ રાજ્યના અમલ પછી દિગંખર જેનેાએ અહીં વસવાટ કર્યો છે પરંતુ શ્વેતાંબર જૈન સંપ્રદાયને માનનારા ઓશવાળ કુટુંબે પરાપૂર્વથી અહીં વસે છે, તેમને લેાકેા ‘ભાવડા'ના નામે ઓળખે છે, ભાવડા નામની ઉત્પત્તિ લાહેારથી દક્ષિણ દિશામાં સાત-આઠ માઈલ દૂર આવેલા ભાવડા નામના ગામ ઉપરથી થઈ છે. આ ગામમાં કાઈ સમયે સંભવત: એસવાલ જૈનાની વસ્તી ખૂખ હુશે એથી જ જૈન એશવાલેનુ નામ ભાવડા પડયુ. જેનામાં એક ભાવડારગચ્છ—ભાવગચ્છ પ્રાચીન કાળથી હતા, જેના સંધ શ્રીકાલકાચા સાથે બતાવવામાં આવે છે. સંભવ છે કે, તક્ષશિલાથી આવેલા જૈના આ ગામમાં જ સૌ પ્રથમ રહ્યા હોય. એ ભાવડા-એશવાલાની આ નગરના જે ભાગમાં વસ્તી છે તેને થડિયાં ભાવડયાન ’ અથવા ભાવડાંકા મહાલ્લા' કહે છે. આ મહાલ્લા સમ્રાટ અકબરના સમયમાં કે તેથી કાંઈક અગાઉ વસ્યું હશે, જેમાં અકબરના સમયનું જૈન મંદિર અને ઉપાશ્રય આજ સુધી વિદ્યમાન છે. * એ સમય પછી તે પંજામના ગામ–નગરમાં જે સ્થળે આશવાલ જેના વસે છે અને જૈત મદિર હેાય છે એ સ્થળ ‘ ભાવડાંકા મહેાલ્લા’ નામે પ્રસિદ્ધિ પામ્યું છે. સાળમા સૈકામાં થયેલા સમ્રાટ અકખરના સમયે લાહેારમાં એ મુખ્ય શ્રાવકેા હતા એમ ઐતિહાસિક વૃત્તાંતથી જાણવા મળે છે. એક દુનસાલસિંહ અને ખીજા મંત્રી કચદ્ર. દુનસાસિંહ તપાગચ્છીય શ્રીવિજયહીરસૂરિના પરમભક્ત હતા; જેમના જીવન વિશે શ્રીકૃષ્ણદાસ કવિએ સં. ૧૬૫૧ માં ‘દુનસાલ ખાવની'ની રચના લાહેારમાં કરી છે. તેમાંથી જાણવા મળે છે કે, દુ નસાલે લાહેરમાં એક શ્વેતાંખર જૈન મ ંદિર બંધાવ્યું હતું અને સંઘ સાથે શૌરીપુર તીર્થની યાત્રા કરી હતી તેમજ ત્યાંના મદિરના ગૃદ્ધાર કરાવ્યા હતા. ખીજા મંત્રી કર્મચંદ્ર ળિકાનેરના વતની હતા અને ખરતગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિના ભક્ત હતા, જેમના વિશે ‘ કમ ચંદ્રમ'ત્રિપ્રખ’ધ ’માંથી ઘણી જાણવાયેગ્ય વિગતે પ્રાપ્ત થાય છે. તેઓ રાય કલ્યાણુમલની તરફથી અકબરના દરબારમાં રહેતા હતા. એમના સમયમાં જૈનાચાોએ પજામમાં વિહાર કરી જૈનેતર પ્રજાને જૈનધમથી પરિચત બનાવી પ્રભાવિત કરેલી છે. આપણે ખીજી રીતે જાણીએ છીએ કે, સમ્રાટ અકખરને વિવિધ ધર્મોના સિદ્ધાંતાની ખૂબ જિજ્ઞાસા રહેતી. ૧. “ અજ દે સામાનિયા તા લાહારનુ, હેચ ઈમારત નેસ્ત મગર દારે કસર.”——કિરનુલ્સઅદૈન. ૨. સ. ૧૫૯૧ માં લખાયેલી “ અણુત્તરાવવાય ” સૂત્રની પ્રતિ અમૃતસરના જૈન ભંડારમાં છે; સ. ૧૬૬૪ માં લખાયેલી · જ જીદ્દીવપત્તિ ' સૂત્રની પ્રતિ પટ્ટીના જૈન ભંડારમાં છે, સ. ૧૮૧૧ માં લખાયેલી હસ્તલિખિત પેથી પ ંજાબ યુનિવસીટી લાયબ્રેરીના સંસ્કૃત વિભાગમાં છે—આ બધી પોથીઓમાં · લાહાતુર' શબ્દના ઉલ્લેખ છે. જીએઃ Dr. Banarasidas Jain--A catalogue of Manuscript in the Punjab Bhandars, Book No. 40, 915,
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy