________________
સિયાલકોટ
. ૩૫
શહેરથી કુતુબમિનાર જતી મોટરના રસ્તા ઉપર ડાબા હાથે ચોગઠી મસ્જિદ નામે દિલ્હીનું નાનું પરું વસેલું છે. મેટરની સડકથી ૧ માઈલ દૂર નાની દાદાવાડીને નામે ઓળખાતી એક વિશાળ દાદાવાડી આવેલી છે. તેમાં ખરતરગચ્છીય શ્રીજિનકુશળસૂરિનાં પગલાં એક છત્રીમાં બિરાજમાન કરેલાં છે. છત્રીની સામે જ મેડા ઉપર સં. ૧૯૭૭ માં બંધાવેલું શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે. આખુ સ્થાન રમણીય છે.
આ દેરાસરના મૂળનાયકની પ્રતિમા, નવઘરાના દેરાસરના મૂળનાયકની પ્રતિમા અને દિલ્હીના દિગંબર જૈન મંદિરના મૂળનાયક શ્રીવાસુપૂજ્ય ભગવાનની પ્રતિમા–એમ ત્રણ પ્રતિમાઓ વિશેક વર્ષ પહેલાં ખેદકામ કરતાં રેલવે પાટા નીચેના ભાગમાંથી મળી આવી હતી. ૬. ઉપર્યુક્ત ચોગઠી મસ્જિદથી ૪ માઇલ અને દિલ્હી શહેરથી મેટર રસ્તે ૧૧ માઈલ દૂર ઐતિહાસિક કુતુબ
મિનાર આવે છે. આની નજીકમાં લોખંડના કીર્તિસ્તંભવાળું એક ખંડિયેર હાલતનું મકાન છે. તેની છતમાં તીર્થકરોની કેટલીક નાની મૂર્તિએ કરેલી છે, જે ખંડિત દશામાં છે.
All about Delhi” નામના પુસ્તકમાંથી જાણવા મળે છે કે, કુતબુદીનની મસ્જિદ વસ્તુતઃ જૈન મંદિરોની સામગ્રીથી બનાવેલી છે. એમાં શક નથી કે પ્રારંભમાં અંદરના ભાગના સ્તંભેની માફક દીવાલની બહારને ભાગ પ્લાસ્ટરથી પૂર્ણ રીતે ઢાંકી દેવા છે પરંતુ આ બધું પ્લાસ્ટર હવે ઊખડી રહ્યું છે. તેમાં પૂર્વ તરફના દ્વારના મધ્ય ગુંબજની બંને બાજુએ સ્થિત ક્રમબદ્ધ સ્તંભાવલીનું દશ્ય દૂરથી જોવાય છે. એ અત્યંત સુંદર સ્તંભે પૂર્વમાં અચ્છાદિત માર્ગની ઉત્તર દિશામાં છે. તેના ઉપર કરેલી કરણીમાં પુષ્પમાલયુક્ત વ્યાધ્રમુખ, ગુચ્છાદાર દોરડાં, સાંકળથી લટતી ઘંટડીઓ, સ્તંભેમાં ઉત્કીર્ણ ખંડિત અને અખંડિત જિનમૂર્તિઓ અને બીજી અનેક રચનાઓથી આનું સ્થાપત્ય છત્ત થાય છે. આ મંદિર જ્યારે બંધાયું હશે ત્યારે દેલવાડાનાં મંદિરે સદશ સુંદર બનેલું હશે. મંદિરના પ્રાચીન અંશે ૧૧–૧૨ મી શતાબ્દીના હોય એમ જણાય છે. મહેરેલી
કુતુબમિનારથી આશરે બે માઈલ દૂર મહરૌલી નામે એક પરું છે. ગામમાંથી પસાર થતાં ડાબા હાથ તરફ છે -માઈલ દર “દાદાગરકા રાસ્તા” નામના સ્થળે મેટી દાદાવાડી આવે છે. આ રસ્તેથી પસાર થતાં બંને બાજુએ સેંકડો મકાનાં ખંડિયેર નજરે પડે છે, જે ભૂતકાલના એક સમૃદ્ધ નગરને ખ્યાલ આપે છે.
દાદાગુરના નામથી ઓળખાતા સ્થળમાં મણિધારી શ્રીજિનચંદ્રસૂરિનું સમાધિસ્થળ આવેલું છે. આ સમાધિસ્થળની નજીકમાં જ શ્રીસંઘ સં. ૧૯૯૦ માં શ્રી અષભદેવ ભગવાનનું ઘૂમટબંધી મંદિર બંધાવેલું છે. આ એક એતિહાસિક સ્થળ છે; જે મેટી દાદાવાડીના નામે ઓળખાય છે. '
આ શહેર પંજાબ પ્રાંતમાં નથી પરંતુ પંજાબમાં જવા માટે એન. ડબલ્યુ. રેલ્વેનું જંકશન હોવાથી અને પંજાબના પ્રવેશદ્વારસમું હોવાથી તેને પંજાબમાં મૂક્યું છે.
૧૯૮. સિયાલકોટ
(ઠા નંબર : ૩૮૫૯) સિયાલકેટ નામે સ્ટેશનનું ગામ છે. એનું પ્રાચીન નામ સાલકેટ હતું. સં. ૧૬૬૨માં જ્યારે અકબરનું રાજ્ય હતું -ત્યારે શ્રીyજ હરદાસના શિષ્ય ઋષિ રૂપચંદજીએ સાલકેટમાં પરદેશી રાજાની પધ” નામે પુસ્તક લખ્યું હતું, એ જ રીતે સં. ૧૬૯માં ઋષિ ગંગૂએ “વેરાગ્યશતકની પ્રતિલિપિ કરી હતી. આ ઉલ્લેખેથી જણાય છે કે, સત્તરમા સૈકામાં જૈન સાધુઓ-વતિઓ આ પ્રદેશમાં ખૂબ વિહરતા હતા અને તે તે સ્થળે સ્થિર રહીને પ્રાચીન ગ્રંથની પ્રતિલિપિઓ પણ કરતા હતા.