________________
૩૫૪
જૈન તીર્થ સર્વસંગ્રહ. ૧૦. પંદરમી શતાબ્દીની એક “તીર્થમાળામાં અહીં ૧. શ્રી શાંતિનાથ, ૨. શ્રી મહાવીરસ્વામી, ૩. શ્રી પાર્શ્વનાથ અને
૪. શ્રીનેમિનાથ એમ ચાર મંદિર હોવાનો ઉલ્લેખ આ પ્રકારે મળે છે:-'
" संति वीर सिरिपास नेमि ढील्ली जिणचंदी॥" ૧૧. સં. ૧૬૭૫ લગભગમાં કવિવર બનારસીદાસ અહીં આવ્યા હતા અને અહીંના શ્રાવકસંઘને મળ્યા હતા. ૧૨. સં. ૧૭૪૬ માં પં. શીલવિજયજીએ રચેલી “તીર્થમાળામાં અહીંના મહાવીર મંદિરનો ઉલ્લેખ કરે છે. ૧૩. સં. ૧૮૮૦-૯૦ માં શ્રીજિનચંદ્રસૂરિએ અહીં ચતુર્માસ કર્યું હતું. ' લગભગ દશમા સૈકાથી લઈને આજ સુધીમાં મળી આવતાં આ પ્રમાણે આ શહેરમાં જૈનધર્મની સ્થિતિ ઉપર સારે પ્રકાશ પાડે છે.
આજે અહીં ૬૦૦ જેની વસ્તી છે. ૩ જૈન ધર્મશાળાઓ છે, જેમાંની એક કિનારી બજારમાં લાલા ત્રિકમચંદજીએ સં. ૧૯૩ માં બંધાવી છે; બીજી લાલા ઘસીટામલજીએ કિનારી બજાર પાસે આવેલા ભેજપુરામાં, અને. ત્રીજી દવાડામાં લાલા નવલમલ ખેરાતીલાલે બંધાવેલી છે.
અહીં ૬ જેનમંદિર છે. તે પૈકી ૩ શિખરબંધી, ૧ ઘરદેરાસર અને ૨ મંદિરે શહેરના પરાંઓમાં આવેલાં છે. ૧. કિનારી બજારમાં આવેલા ચેલપુરી નામના મહેલ્લામાં શિવાલા ગલીના નાકે મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનનું.
શિખરબંધી મંદિર આવેલું છે. આ મંદિરની ભીંતે અને તેમાં સુંદર સરી નકશીકામ કરેલું છે.
આ મહેલ્લામાં જ એક ઉપાશ્રય અને નાનું સરખું પુસ્તક ભંડાર છે. ૨. કિનારી બજારમાં આવેલા નવઘરા મહોલ્લામાં શહેરનું મોટામાં મોટું શ્રીસુમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર
છે. મંદિરની ભીંતે અને છતમાં સુંદર સેનેરી ચિત્રકામ કરેલું છે. રંગમંડપની ભીતે યર શત્રુંજય, ગિરનાર, ચંપાપુરી વગેરે તીર્થોને પટ્ટો સફેદ આરસમાં કતરેલા છે. રંગમંડપની છત્રીમાં થાંભલાઓ પર તથા ચારે બાજુએ વિવિધ પ્રકારની સોનેરી શાહીથી આલેખેલું ચિત્રકામ તેમજ જૈનધર્મની જુદી જુદી કથાઓના પ્રસંગચિત્રો ખાસ પ્રેક્ષણય છે. આ ચિત્રકામમાં અસલની મેગકળાને ધીમે ધીમે છાસ કઈ રીતે થતે ગયે તેનો ખ્યાલ પણ આવે છે. મેડા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની લગભગ દશમા સૈકાની ધાતુપ્રતિમા દર્શનીય છે. આમાં ધાતુપ્રતિમાઓ ૩૦૦ ઉપરાંત છે, જે શહેરમાં જેની વસ્તી ઓછી થતાં ભોંયરામાં ભંડારી દેવામાં આવી છે. વિવિધ રની પ્રતિમાઓ પણ દર્શનીય છે. ટિકની ૧૦, સંગેઈસપની ૨, ધૂંધલાની ૨ અને મગજની ૧ પ્રતિમા. છે. સિવાય ૧ ચાંદીનો, ૩૧ ધાતુઓની અને ૨૦ પાષાણની પ્રતિમાઓ છે. વળી, ર ઈંચની ટિકની શ્રીગોતમસ્વામીની સમચોરસ ચરણપાદુકા પણ અહીં છે.
૩. કિનારી બારની નજીકમાં આવેલા ચીરખાના મહોલ્લામાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેવાલય
છે. મંદિરમાં લીલા મરગજ રત્નની ર ઈંચની શ્રીમહાવીરસ્વામી ભગવાનની દર્શનીય મૂર્તિ વિદ્યમાન છે. મગજ રત્નની મૂર્તિની ત્રણે બાજુએ કાચની ગોઠવણી એવી સુંદર રીતે કરવામાં આવી છે કે, કાચમાં મૂળ પ્રતિમાનું પ્રતિબિંબ પડે અને ભગવાનની ચૌમુખી પ્રતિમા હોય એવું દશ્ય નજરે પડે. ખરેખર, આવી અદ્ભુત ગોઠવણી ભગવાનની સમવસરણ સ્થિત અવસ્થાને વાસ્તવિક ચિતાર આંખ સામે ખડો કરે છે.
કિનારી બજારમાં આવેલી અનારગલીમાં લાલા હારીમલજીનું ઘરદેરાસર વિદ્યમાન છે. લાલા હજરીમલજીના પાંચમી પેઢીએ થયેલા પૂર્વજ વીશા શ્રીમાળી જ્ઞાતિના ઝવેરી શેઠ નેમિચંદ મૂળ પાટણના રહીશ હતા પરંતુ. મોગલ સમ્રાટ શાહજહાંના સમયમાં બાદશાહી ઝવેરી તરીકે દિલ્હીમાં આવ્યા હતા.
આ દેરાસરમાં ધાતુની ૧૫ અને જુદા જુદા રત્નોની ૧૦ પ્રતિમાઓ છે. વળી, રત્નની એક પાદુકા જોડી પણ છે.