________________
દિલ્હી
૩૫૩ ૨. “ઉપદેશસાર” ની ટીકા મુજબ સં. ૧૯૮૮ માં આબુ ઉપર વિમલવસહીની રચના કરનાર મંત્રી વિમલશાહને દિલ્હીપતિએ છત્ર કહ્યું હતું, આ દિલ્હીપતિનું નામ એમાં જણાવેલું નથી.
ખરતરગચ્છગુર્નાવલી ના ઉલ્લેખ પ્રમાણે તે મરવંશી રાજા મદનપાલના સમયમાં એટલે સં. ૧૨૨૩ માં શ્રીજિનચંદ્રસૂરિ દિલ્હી નજીકના કઈ ગામમાં પધાર્યા ત્યારે દિલ્હીને શ્રાવકસમુદાય તેમને વંદન કરવા જઈ રહ્યો હતા ત્યારે મદનપાલ રાજાને મંત્રીઓ દ્વારા એ વાતની ખબર પડતાં સ્વયં પિતાના રાજ્યાધિકારીઓ અને સૈનિકે સાથે સુરિજી પાસે ગયો અને સૂરિજીને દિલ્હી પધારવા માટે આગ્રહભરી વિનંતિ કરી હતી. સૂરિજીએ દિલ્હીમાં પ્રવેશ કર્યો ત્યારે રાજાએ તેમનું શાહી સ્વાગત કર્યું અને રાજાના અનુરોધથી ત્યાં ચતુર્માસ કર્યું પણ દુર્ભાગ્યવશ ભાદરવા વદિ ૧૪ ને દિવસે તેમને અહીં સ્વર્ગવાસ થયે, જેમને સ્તુપ આજે પણ કુતુબમિનાર પાસે વિદ્યમાન છે.
શ્રીજિનચંદ્રસૂરિના સમયમાં અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું અને એ મંદિરના દક્ષિણ તંભમાં અતિખલ અધિષ્ઠાયકની સ્થાપના કરેલી હતી.
સં. ૧૩૦૫ ના અષાડ સુદિ ૧૦ ના રોજ શ્રીજિનલ એ ખરતરગચ્છગુર્વાવલી ના પ્રથમ અંશની રચના
દિલ્હીના શેઠ સાહુલીના પુત્ર હેમચંદ્રની પ્રાર્થનાથી કરી હતી. ૫. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” (પૃ. ૪૦૪) મુજબ: માંડવગઢના મંત્રી પેથડના પુત્ર ઝાંઝણ સાથે સં.
૧૩૨૦માં દિલ્હીના શેઠ ભીમે પિતાની સૌભાગ્યદેવી નામની પુત્રી પરણાવી હતી.
૬. વિ. સં. ૧૩૮૯ ના ભાદરવા વદિ ૧૦ ના રોજ શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ' નામના ગ્રંથ હમ્મીર મહમ્મદના
પ્રતાપી રાજ્યમાં પર કર્યો હતો. આ હમ્મીર મહમ્મદ તે જ તઘલક નામે પ્રસિદ્ધિ પામેલ બાદશાહ હતું. તેને તેમણે પ્રતિબોધ કર્યો હતે. એમના ઉપદેશથી પ્રભાવિત થયેલા બાદશાહે શંત્રુજય ગિરનાર, ફધિ વગેરે તીર્થોના રક્ષણ માટેનાં ફરમાને લખી આપ્યાં હતાં. સૂરિએ બંદીવાનેને પણ મુકત કરાવ્યા હતા અને બાદશાહના ભંડારમાં રહેલી મહાવીર પ્રતિમાની માગણી કરી મેળવી લીધી હતી, જે મૂર્તિ “તાજદીન સરાઈના ચૈત્યમાં સ્થાપન કરી હતી, તે પછી શ્રીજિનદેવસૂરિની સુલતાન સાથે મુલાકાત થતાં તેમણે ૮૦૦૦ શ્રાવકે રહી શકે એવી ‘સુલતાન સરાઈ? નામે ઓળખાતી જગા આપી, જેને “ભટ્ટારક સરાઈ” એવું નામ આપવામાં આવ્યું હતું. સુલતાને ત્યાં ચત્ય અને પૌષધશાળા કરાવી અને ચૈત્યમાં કાનાનુરની મહાવીર પ્રતિમાની સ્થાપના કરાવી. શ્રીજિનપ્રભસૂરિએ સં. ૧૩૮૯ લગભગમાં આ પૌષધશાળામાં પ્રવેશ કર્યો અને એ જ સાલમાં વૈશાખ સુદિ ૧૦ ના રોજ જિનચૈત્યની પ્રતિષ્ઠા કરી હતી. આ સુલતાને ખરહ અને માતંડ નામનાં બે ગામે પણ ચિત્ય માટે સૂરિજીને અર્પણ કર્યા હતાં.
1.
૭. દિલ્હીના રહીશ સંઘપતિ દેવરાજ દેલિગે સં. ૧૯૭૬ ના જેઠ સુદ ૮ ના દિવસે સંઘ સાથે શત્રુંજયની યાત્રા
કરી એ સંબંધે શ્રીજિનપ્રભસૂરિ આ પ્રકારે નોંધ કરે છે – " महिमंडलि हुय संघवइणा, दिवराय सरिस नहु जत्तु जणा । जिणि हिल्लियनगरिहि मझिसयं, देवालउ कड्ढिउ जत्तुकयं ॥" સં. ૧૩૮૦ માં દિલ્હીના શ્રીમાલજ્ઞાતીય શેઠ હસૂના પુત્ર સુશ્રાવક રપતિએ પિતાના પુત્ર ધર્મસિંહ, જેણે સમ્રાટ ગયાસુદ્દીનથી પ્રતિષ્ઠા મેળવી હતી, તેની દ્વારા તેણે મંત્રી બની સહાયતાથી તીર્થયાત્રા માટે ફરમાન મેળવ્યું અને પિતાના પુત્ર મહણસિંહ, ધર્મસિંહ, શિવરાજ, અભયચંદ તેમજ પોત્ર ભીષ્મ, ભાઈ જયલપાલ આદિની સાથે સ્થાનીય મંત્રી દલીય, સાધુ જયશુપાલ, શ્રીમાલ મા, શા. છીતમ, ફેફ, આદિની સાથે વૈશાખ વદિ ૭ ના
જ પ્રસ્થાન કરી શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી કાર્તિક વદિ ૪ ના દિવસે દિલ્હી પાછા ફર્યા હતા.
શેઠજીના પુત્ર ધમસિંહે શાહી ફરમાન મેળવી આ સંધને પ્રવેશોત્સવ કર્યો હતે. ૯. સં. ૧૪૧૫ માં શ્રીજિનદયસૂરિને પ્રવેશ મહોત્સવ દિલ્હીના શ્રીમાલ શા. રતન, પૂના વગેરેએ કર્યો હતે.
. મદનપાલને એક સિક્કો પ્રચલિત થયાની હકીકત જૈન મંત્રી ઠકકુર એ રચેલા “મુદાશાસ્ત્ર સંબંધી એક મહત્વપૂર્ણ અપ્રસિદ્ધ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. .