________________
૩૩૦
જૈન તીર્થ સર્વસંગ્રહ, - ઈ. સ. ની તેરમી સદીના મધ્યભાગમાં જ્યારે જ્યવર્મદેવ અથવા જયસિંહ (તૃતીય) રાજા રાજ્ય કરતે હતે ત્યારે તેને મંત્રી પૃથ્વીપર(પેથડ) શ્રાવક બાહોશ સેનાપતિ, કુશળ રાજનીતિજ્ઞ અને ચારિત્રસંપન્ન પુરુષવર હતે. તેણે રાજ્યને ઉન્નત બનાવવામાં અગ્રણી ભાગ ભજવ્યું હતું. તેની ધાકથી કઈ દુશમન માંડવગઢનું નામ લઈ શકતો નહોતો. એ જે રાજનીતિજ્ઞ હતા તેવો જ ધર્મશીલ હતું. એના સમયમાં માંડવગઢમાં ૩૦૦ જિનમંદિર હતાં. એ પ્રત્યેક મંદિર ઉપર પેથડશાહે સેનાના કળશ ચડાવ્યા હતા, તેમજ અઢાર લાખ રૂપિયા, ખરચીને “શત્રુંજયાવતાર” નામે ૭૨ જિનાલયવાળું ભવ્ય નવું મંદિર બંધાવ્યું હતું. તેણે ભવ્ય સંઘે કાઠડ્યા તેમાં પણ અઢળક સંપત્તિ વાપરી હતી. ૭૨ હજારનું દ્રવ્ય વાપરી આખા નગરને શણગારી મહોત્સવ પૂર્વક શ્રીધર્મદેવસૂરિને. માંડવગઢમાં પ્રવેશ કરાવ્યું હતું. કરડે રૂપિયા ખરચ કરી કારપુર, તારાપુર, દર્ભાવતી ( ઈ), ધારાનગરી, નાગપુર (નાગર ), વડેદરા, કરંડા, ચંદ્રાવતી, ચિતડ, ચા, ઈદ્રપુર ( ઈદર), વમનસ્થલી (વથલી), જયપુર, ઉજ્જૈન, જાલંધર, (જાર), પ્રતિષ્ઠાનપુર (પિઠણ), વર્ધમાનનગર (વઢવાણ), હસ્તિનાપુર, જીર્ણદગ (જૂનાગઢ), ધવલપુર (ધોળકા) દેવગિરિ (દોલતાબાદ) વગેરે ૮૪ ગામોમાં તેણે જિનમંદિર બંધાવ્યાં હતાં. સાત સરસ્વતીભંડારે પણ સ્થાપન કરાવ્યા હતા. તેનું વસ્ત્ર માથે ઓઢવાથી રેગીઓના રોગે પણ તેના બ્રહ્મચર્યના પ્રભાવે કેટલેક પ્રસંગે. નાબૂદ થયા હતા, એવી સાત્ત્વિક વૃત્તિનું તેજ એનામાં હતું.
પૃથ્વીધર પછી માંડવગઢના મંત્રીપદે તેને પુત્ર ઝાંઝણ આવ્યું. એ પણ પિતા જે જ પરાક્રમમાં અજોડ હતે. કુશળ રાજનીતિજ્ઞ હેવા ઉપરાંત ધર્મવીર હતા. સં. ૧૩૪લ્માં કરે રૂપિયાના ખરચે તેણે શત્રુજ્યને ભવ્ય સંઘ કાવ્યો હતું. કરેડામાં સાત માળનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. ઝાઝણુના છ પુત્ર–ચાહડ, બાહેડ, દેઉંડ, અને પહ રાયમાં મંત્રીપદે અને ઊંચા અધિકાર પદે હતા. તેમણે સ્થાપત્ય અને સાહિત્યમાં મહત્ત્વને ફાળો નોંધાવ્યો છે. એકંદરે ઝાંઝણના વંશજોએ સં. ૧૪૯૨ સુધી એટલે કેશંગ બાદશાહના સમય સુધી અધિકારે ભગવ્યા હતા.
દરમ્યાન સં. ૧૩૦૫માં અલાઉદ્દીન ખિલજીએ આ ગઢ પર અધિકાર કર્યો અને તે પછી હશંગ બાદશાહ અને તેના સાળા મહમ્મદ ખિલજી (સં. ૧૪૯૨–૧૫૨૫) એ માંડવને સંસ્કૃતિ, શિલ્પકળા, વૈભવ અને શક્તિનું સુંદર કેન્દ્ર, બનાવી દીધું. તેમના દિવાન ચંદાશાહ નામે શ્રેણી હતા. તેમણે રાજકીય ગોરવ સાથે જૈનધર્મની મહત્તા પણ વધારી હતી. તેમણે ચાર લાખ રૂપિયાના ખરચે ૭૨ જિનમંદિર અને ૩૬ દીવાદાંડીઓ બંધાવી હતી.
તેમના જ સમયમાં મંડન નામના વિદ્વાન શ્રેણી ઉપમંત્રી હતા. તેમણે “મંડન” શબ્દાન્તવાળા ભિન્ન ભિન્ન વિષયના કેટલાયે ગ્રંથ લખેલા આજે ઉપલબ્ધ છે. જેવા કે-૧ સારસ્વત મંડન, ૨ કાવ્યમંડન, ૩ ચંપૂમડન, ૪ કાદંબરીમંડન, ૫ ચંદ્રવિય, ૬ અલંકારમંડન, ૭ શૃંગારમંડન, ૮ સંગીતમંડન, ૯ ઉપસર્ગખંડન. આ સિવાય “કવિક૬૫દ્રમ સ્કંધ અને પ્રાસાદમંડન” ગ્રંથ પણ એમના રચેલા કહેવાય છે. . આ સમયમાં ઓશવાળ શ્રેણી સંગ્રામસિંહ શેની ખજાનચીના અધિકારપદે હતા. તેમણે મહમ્મદ ખિલજીને રાણા કુભા અને દક્ષિણમાં નિઝામ સાથે થયેલા સંગ્રામમાં મદદ કરી યશકીતિ અપાવી હતી. રાણા કુંભા ઉપર મેળવેલા વિજયની યાદગીરીમાં તેણે માંડવગઢમાં સાત માળનું “કીતિમંદિર બંધાવ્યું હતું. સંગ્રામસિંહ કેવળ રાજદ્વારી પુરુષ નહોતા, પરંતુ તેઓ નામાંક્તિ વિદ્વાન પણ હતા. તેમણે સં. ૧૫૦૨ માં “બુદ્ધિસાગર” નામને અતિઉપયોગી ગ્રંથ રચ્યું છે. તેમણે આઠ હજાર સુવર્ણ મહારેને વ્યય કરી જુદા જુદા સ્થળે જ્ઞાનભંડારે સ્થાપ્યા હતા અને સુવર્ણાક્ષરે આગમ લખાવ્યાં હતાં, તેથી રાજાએ તેમનું રાજદરબારમાં સન્માન કર્યું હતું.
મહમ્મદ ખિલજી પછી તેને પુત્ર ગયાસુદ્દીન બાદશાહ (સં. ૧૫૨૫–૧૫૫૬) માંડવગઢની ગાદીએ આવ્યું ત્યારે. તેના દિવાનપદે શ્રેણી જીવણુ અને મેઘરાજ નામના જેન ઓશવાળ હતા અને ઉપમંત્રી ગોપાલ નામે શ્રાવક હતો. ગોપાલ જબરો તિરંદાજ હોવા સાથે ધર્મવીર શ્રેણી હતું. તેણે માંડવગઢથી તારાપુર જતાં રસ્તામાં સૂર્યકુંડ સં. ૧૫૪૨ ના માગશર સુદિ ૭ને રવિવારે બંધાવ્યે હતું તથા સં. ૧૫૫૧ના વૈશાખ સુદિ ૬ને શુક્રવારે તારાપુરમાં એક જિનમંદિર, બંધાવ્યું હતું, તેમાં સુપાશ્વનાથની પ્રતિમા પધરાવી હતી. તે કુંડ અને મંદિર આજે પણ શિલાલેખ સાથે મોજુદ છે."
-
૧. “જૈન સત્ય પ્રકાશ વર્ષ: ૩, અંક -૩.