________________
માંડવગઢ
૩૨૯ નીકળીને આટલે દૂર આવ્યું હોય અને પછી પરાજય થવાને લીધે પિતાને ગામ કુંડિનપુર પાછા ન ફરતાં ત્યાં જ ભેજકટ નગર વસાવીને રહ્યો હોય એ સર્વથા બનવાજોગ છે.” આના પુરાવામાં તેમણે એક તામ્રપત્રને ઉતારે પણ આવે છે.
આ હકીકતથી એટલું નિશ્ચિત થાય છે કે ભૂપાવર એ પ્રાચીન ભેજકેટ નથી, અલબત્ત, પાવર પ્રાચીન સ્થળ હોય એમાં સંદેહ નથી, કેમકે ખેદકામ કરતાં પ્રાચીન કાળનાં અવશે અહીંથી મળી આવે છે અને તેથી આ સ્થળને નિર્ણય કર સંશે ધનની દૃષ્ટિએ જરૂરી બને છે.
- ભે પાવરમાં આજે તે જેનેનું એક ઘર નથી પણ લગભગ ૭૫ વર્ષો પહેલાં અહીં જેનેની સારી વસ્તી હોવાનું કહેવાય છે. અહીં ૧ જૈન ધર્મશાળા અને ૧ જૈન મંદિર છે. * અહીં શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર શિખરબંધી વિશાળ કટ્યુક્ત મંદિર વિદ્યમાન છે. મૂળનાયકની પ્રતિમા ૧૨ ફીટ ઊંચી, ભવ્ય અને તેજસ્વી છે. બંને હાથ નીચે દેવીઓની પ્રતિમાઓ છે. મૂળનાયકની બંને બાજુએ શ્રી શાંતિનાથ અને શ્રી ચંદ્રપ્રભની મૂર્તિઓ બિરાજમાન છે, જ્યારે બહારના ભાગમાં શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિષ્ઠા હાલમાં જ કરવામાં આવી છે. ઉપરના ભાગમાં શ્રીચંદ્રપ્રભુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. ઉપરાંત, શ્રીગૌતમસ્વામી શ્રીજબૂસ્વામી અને શ્રી આત્મારામજી મહારાજની મૂર્તિઓ પણ તેમાં વિદ્યમાન છે.
સભામંડપ અને શિખરમાં કાચનું કામ હમણાં જ કરવામાં આવ્યું છે તેથી આખુ મંદિર મનહર લાગે છે.
દેરાસરની નીચેના ભાગમાં પ્રાચીનકાળનું જૈન મંદિર દટાયેલું હોય એમ એના દેખાતા શિખરભાગ ઉપરથી -માલમ પડે છે. આ ઉપરથી પણ આ તીર્થ પ્રાચીન હોવાની ખાતરી થાય છે. વિદ્વાનેએ આ વિશે કરવાની -જરૂર છે.
આ માગશર વદિ ૧૦ના દિવસે અહીં મેળો ભરાય છે. એમાં આવતા હરેક વર્ણના લેકે આ મંદિરની મૂર્તિને -ખમણદેવ’ને નામે ઓળખે છે અને ભક્તિભાવથી નૈવેદ્ય ચડાવે છે.
૧૮૩. માંડવગઢ
. (કોઠા નંબર : ૩૩૪ર) મહ સ્ટેશનથી પ૫ માઈલ દૂર માંડવગઢ નામે તીર્થસ્થળ છે. પ્રકૃતિને પરમપ્રિય માલવાને અતિપ્રાચીન અને જય દર્ગ માંડવગઢ કે બંધાવ્યું એ વિશેની જુદી જુદી દંતકથાઓ પ્રચલિત છે. મંડુ નામના લુહારને પારસમણિ મળે અને તે દ્વારા તેણે લેઢામાંથી સોનું બનાવવા માંડ્યું ત્યારે તેના રક્ષણ માટે આ. કિલ્લે બંધાવ્યું. વસ્તુતઃ માળવાના કોઈ સમર્થ રાજાએ પરદેશીઓનાં આક્રમણ ખાળવા આ સ્થળે મજબૂત કિલ્લે બંધાવ્યા હશે. આ કિલ્લાને આકાર માંડવાની માફક હોવાથી તેનું નામ માંડવગઢ પડયું હોય એ બનવાજોગ છે. આ કિલ્લે ભારતવર્ષમાં અજોડ. ભવ્ય અને અજેય દળ તરીકે નામાંકિત છે. ફિરસ્તા કહે છે-“બચાવ ગણતરીએ તે માંડવગઢ જગતભરમાં વધુમાં વધુ અજાયબ કિલ્લે છે.” એ કિલ્લાને દશ સિંહદાર ને ચાર ગુપ્તદ્વાર હતાં. કિલ્લામાં જળાશ, ખેતર, મંદિરે. ધર્મશાળાઓ, મહેલે, રમણીય ઈમારત અને બગીચા હતા, દરિયાની સપાટીથી એક હજાર હાથ ઊંચે આવેલે ને ૪૪ માઈલના વિસ્તારને પોતામાં સમાવી દે એવા સુંદર સ્થળનું આકર્ષણ કેને ન હોય! એથી જ પ્રતીહાર, પરમાર, -સોલંકી, મુસ્લિમ અને મરાઠાઓએ તેના ઉપર અધિકાર કર્યો હતે.
નવમી શતાબ્દીથી પહેલાં તેના ઈતિહાસ ઉપર વિશેષ પ્રકાશ નાખવામાં આવ્યું નથી તે પણ કાજના પ્રતીહારના સમયમાં તેનું ભાગ્ય ખીલી ઊઠયું હોય એમ જણાય છે.
ધારના વિદ્યાપ્રેમી રાજા ભોજરાજે (ઈ. સ. ૧૦૧૦-૧૦૫૫) માંડવમાં એક સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરી હતી. તેરમી શતાબ્દીમાં માંડવગઢ એના ઉન્નત ઐશ્વર્યાની ચરમ સીમા પર હતું. એ સમયે અહીં સાત લાખની વસ્તી હતી.
•