________________
માંડવગઢ
૩૩૧ '. એ સમયમાં શ્રેણી જાવડશાહે એક લાખ દ્રવ્ય ખરચીને શ્રીસુમતિસાધુસૂરિને પ્રવેશોત્સવ કરાવ્યું હતું અને
શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામી એ પાંચ પ્રભુનાં વિશાળ જિનાલયે માંડ- વગઢમાં બધાવી ૧૧ લાખ દ્રવ્યને વ્યય કર્યો હતો. તેમણે ૧૧ શેર સુવર્ણની અને ૨૨ શેર રૂપાની પ્રતિમા ભરાવી
હતી. ઉદારતા અને સંપત્તિના કારણે તેઓ “શ્રીમાલભૂપાલ” અને “લઘુશાલિભદ્ર'ના બિરુદેથી પંકાતા હતા. ગયાસુદ્દીન -બાદશાહ તેમને પિતાના ભાઈ જેટલું માન આપતે હતે.
સં. ૧૫૬૮ ની એક હાથપથીની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે મેઘરાજ શ્રેણીઓ અહીં કિલ્લા ઉપર ઊંચું મંદિર બંધાવી, તેમાં વિશાળ બિંબની પ્રતિષ્ઠા કરી હતી.
એ પછી નાસિરૂદીન ખિલજી (સં. ૧૫૫૬-૧૫૬૭) ના મંત્રી તરીકે પુંજરાજ અને મુંજરાજ નામના જૈન શ્રેષ્ઠીઓ હતા. એમના સમયમાં ગદ્ધાશાહ અને ભેંસાશાહ નામના વણિક શ્રેષ્ઠીઓએ ધોળકાના વેપારીઓ ઉપર એક પ્રસંગે એવી છાપ પાડી કે જેથી તેમને “શાહ” પદ છોડી દેવાનું કબૂલવું પડયું. માંડવગઢમાં આજે પણ એ દાનવીરની ડેલાતો ઊભી છે. તેમની હવેલી આગળ ૧૪૦૦ કિનાં બિબો ભંડાયોની વાત આજે પણ સંભળાય છે. .
સં. ૧૯૭૪માં બાદશાહ જહાંગીર માંડવગઢ આવ્યું અને વિજયદેવસૂરિની તપશ્ચર્યાથી મુગ્ધ બની જઈ તેમને જહાંગીરી મહાતપા'નું બિરુદ આપ્યું હતું ?
આ સિવાય શેઠ જેઠાશાહ અને બીજા અનેક શ્રેષ્ઠીઓએ રાજકીય અને સામાજિક કાર્યો કરી ભારે ખ્યાતિ મેળવી હતી.
આ રીતે માંડવગઢ જ્યારે ઉન્નતિના શિખરે હતું ત્યારે ૩૦૦ જિનમંદિર અને એક લાખ જેનાં ઘરની વસ્તી હતી. જેમાં સાત લાખ જેને વસતાં હતા. એ બધામાં એ સંપ હતો કે કેઈ ન જેને ત્યાં વસવા માટે આવતા ત્યારે તેને ઘર દીઠ સુવર્ણ મહેર અને એક ઈટ અપાતી જેથી એક જ દિવસમાં પોતાને રહેવાનું સુંદર મકાન અને લક્ષાધિપતિ બની જતા. આ ઉપરથી એમ લાગે છે કે માંડવગઢમાં લક્ષાધિપતિથી ઓછો સંપન્ન કેઈ જેન વસતે નહોતે.
માંડવગઢ રાજિયે, નામે દેવ સુપાસ; ભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ. કવીશ્વર રાષભદાસનું આ પદ્ય માંડવગઢમાં સુપાર્શ્વનાથના પ્રસિદ્ધ તીર્થ તરીકે ગવાયું છે, તે આજે તે માત્ર સ્મરણરૂપ -બની રહ્યું છે. આજે એ મંદિર કે બિંબને પત્તો નથી. માંડવગઢની એક શ્રી સુપાર્શ્વનાથની ધાતુમૂતિ બુરહાનપુરના મંદિરમાં છે. તે સંભવ છે કે, આ પદ્યમાં સમરણ કરેલા સુપાર્શ્વનાથની હોય.
આજે માત્ર એક શાંતિનાથ ભગવાનનું મંદિર વિદ્યમાન છે. મંદિર નીચા ઘાટનું અને રમણીય છે. ભમતીની રચના સુંદર છે. તેમાં ગોખલાના આકારની દેરીઓ છે. તેમાંથી મૂર્તિઓ ઉત્થાપન કરી લીધેલી હોય એવાં ચિહ્નો જણાય છે. મંદિરમાં એક મોટું ભંયરું છે પરંતુ તેમાં ઊતરવું મુશ્કેલ છે. ઊતરનારને ઉપદ્રવ થાય એમ કહેવાય છે. મંદિર પ્રાચીન હોવાથી ભીંતે વગેરેમાં ફાટે પડી ગઈ છે. મૂળનાયકની પદ્માસનાસીન મૂર્તિ ધાતુની છે. તેની ઊંચાઈ ર” ઈંચ છે. માંડવગઢના વિધ્વંસ બાદ સં. '૧૮૫૨ સુધી આ મૂર્તિને પત્તો નહોતે. આ મૂર્તિ એક ભીલને હાથ આવતાં ત્યાંના શ્રાવકોએ તેની પાસેથી મેળવીને સં. ૧૮૯૯માં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. તેના ઉપર સં. ૧૫૪૭નો સંગ્રામ સેનીના વંશજોએ ભરાચાને લેખ છે, તે આ પ્રકારે છે–
"सं० १५४७ महासुदि १३ रवौ श्रीमंडणसोनीज्ञातीय श्रेष्ठी अर्जुनसुत श्रे० गोवलभार्या डर्पु........सुत पारिप मांडणभार्या श्राविका लीली सो........मांदराजभार्या दत्त्या विवादे द्वि० भारलतादे पुत्र २ सो० टोडरमल्ल सोनी कृष्णदास पुत्री वाइ हपाई gવાર "
ઉપર્યુક્ત મંદિરની સામે એક રસ્તો લાલ મહેલ તરફ જાય છે તે માર્ગે બે ફર્લોગ પર રસ્તાની ડાબી બાજુએ એક ખંડિયેર મકાન નજરે પડે છે તે અસલ જૈન મંદિર હોવાનું સૂચવે છે. મૂળ ગભારે, સભામંડપ, ઘૂમટ અને
૨. “ જૈન સત્ય પ્રકાશ” વર્ષ : ૧૦, અંક: ૭ માં “પિસ્તાલીશ અગામે લખનાર બે ભાઈઓની પ્રશસ્તિ” શીર્ષક લેખ.