________________
રગિણદ
૩૧૭ ૧૭૪. રીંગણુંદ
(ઠા નંબર : ૩૧૮૪-૩૧૮૫) જાવરા સ્ટેશનથી અગર ઢઢર સ્ટેશનથી ૬ માઈલના અંતરે રીંગણદ ગામ વસેલું છે. આનું પ્રાચીન નામ ઇંગલપુરપત્તન હતું એમ કહેવાય છે.
અહીં પ્રાચીન સમયમાં શિખરબંધી મંદિર હતાં, જે “નવવસહી' નામે પ્રસિદ્ધ હતાં. અત્યારે તે એ મંદિરના કેરણીદાર પથ્થર અને શિખર વગેરેનાં અવશે તેમજ મકાને, વાવડીઓ અને બીજાં દેવાલયના ખંડિયેર છ માઈલના વિસ્તારવાળી જમીન ઉપર પથરાયેલાં પડયાં છે. આ ઉપરથી લાગે છે કે પ્રાચીન સમયમાં આ એક વિશાળ નગર હતું, જે ૩-૪ કેશ ભૂમિ ઉપર આબાદ હતું. અહીંનાં પ્રાચીન જૈન મંદિરનું સમર્થન મળી આવેલી પ્રાચીન મૂર્તિઓ ઉપરથી પણ મળે છે.
અહીના ઝંઝારપુરામાં આવેલા એક હજામના મકાનના માટીના ઓટલામાંથી સં. ૧૯૭૨ માં શ્રી નેમિનાથ ભગવાન આદિન ૫ જિન મૂર્તિઓ અને ૧ પદ્માવતી દેવીની મૂર્તિઓ મળી આવી હતી.
આ મૂર્તિઓ માટે નવું જિનમંદિર બાંધવાનો વિચાર થતાં દેવાસના નરેશ સદાશિવરાવ પંવારે ગામની બહાર ઉત્તર દિશાનું વિશાળ મેદાન અર્પણ કર્યું, તે પછી શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું છે. ૧. આ મંદિરમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ૨ ફીટ ઊંચી વેળુની બનેલી પ્રતિમા બિરાજમાન છે, જે ઉપર્યુક્ત મળી
આવેલી પ્રતિમાઓ પૈકીની છે. તેની આસપાસ શ્રીસુપાર્શ્વનાથ, શ્રી શાંતિનાથ અને શ્રીશીતલનાથ ભગવાનની ૨ ફીટ ઊંચી ક્ષેતવણી પ્રતિમાઓ વિરાજમાન છે. આ બધી મૂર્તિઓને સં. ૧૯૮૨ માં પધરાવવામાં આવી છે.
આ મૂર્તિઓ પિકી શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર સં. ૧૨૧૯ ને સ્પષ્ટ લેખ વિદ્યમાન છે અને બીજી મૂર્તિઓ પણ શિલ્પદ્રષ્ટિએ તત્કાલીન સમયની છે.
વળી, અહીંના એક માટીના ઢગલામાંથી શ્રીચંદ્રપ્રભસ્વામીના ખંડિત પરિકરનો નીચેનો ભાગ મળી આવે છે તે સરકારી કચેરીમાં સુરક્ષિત છે. એ અવશેષમાં વચ્ચે લક્ષ્મીદેવી, તેની બંને પડખે હાથીઓ અને તે પછી ૨ દેવતાઓની મૂર્તિઓ કરેલી છે. નીચેના ભાગમાં આ પ્રકારે લેખ વિદ્યમાન છે:
'" || संवत. १२२५ वर्षे आपाढादि ९ वी श्रीमालीय सा० लोहढांगज सा० वच्छ भा० हीरुपुत्रेण केल्हा पाल्हा पावासा बाहित्थेन श्रीचंद्रप्रभविवं कारितं प्रतिष्ठितं श्रीचैत्रकगच्छे श्रीगुणचंद्रसूरिशिष्यैः श्रीरविप्रभसूरिभिः भद्रमत्तु संघस्य ॥" ૨. અહીં એક ઉપાશ્રય છે, જે ૮૦૦ વર્ષ જૂને હેવાનું કહેવાય છે. એ હકીકતને શિલાલેખનું સમર્થન પણ મળે
છે. આ ઉપાશ્રયમાં પથ્થરોથી બાંધેલું લેયરું છે, અને તેની નીચે બીજું ભોંયરું પણ છે. ઉપલા ભેંયરાના એક પાટડા ઉપર આ પ્રકારે લેખ ઉત્કીર્ણ છે – "संवत् १२९६ भाद्रवा शुक्लपंचमीघटितः पुत्रदत्त सा० रतन जिनरूपसूरि प्रतिष्ठा कारिता ॥"
–સં. ૧૨૯૬ માં પુત્રદત્ત અને રતન શેઠે આ ભેંયરું બનાવ્યું જેની પ્રતિષ્ઠા શ્રીજિનરૂપસૂરિએ કરી.
આ ઉપાશ્રયના એક ભાગમાં ઘૂમટબંધી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર શ્રીમાલેએ બંધાવેલું છે. આમાં મૂળનાયક સહસ્ત્રફણા પાર્શ્વનાથની ૧ હાથ ઊંચી તવણી પ્રતિમા બિરાજમાન છે.
ઉપર્યુક્ત શિલાલેખીય સામગ્રી ઉપરથી સમજાય છે કે, ૧૨-૧૩ મી શતાબ્દીમાં અહીં જેની વસ્તી સારા પ્રમાણમાં હતી અને ૧૫મી શતાબ્દી સુધી મોટાં જિનાલયે વિદ્યમાન હતાં પરંતુ મુસ્લિમકાળમાં આ નગર આકમણને ભેગ બન્યું ત્યારે જિનાલયે નામશેષ બન્યાં અને જૈન વસ્તી ઘટી ગઈ.
આજે અહીં ૧૨૫ મૂર્તિપૂજક જેની વસ્તી છે. ૨ ધર્મશાળાઓ અને ઉપર્યુક્ત ૨ જૈનમંદિરો માત્ર વિદ્યમાન છે.