________________
જૈન તીર્થ સર્વસંગ્રહ
૧૭૧. બિબડેદ
(કેટી નંબર : ૩૧૪૫) રતલામથી ૬ માઈલ અને સાગોદિયાથી પશ્ચિમ તરફ રા માઈલ દૂર બિબડેદ નામે ગામ છે. આ સ્થળે જેનેનું. પ્રાચીન તીર્થ વિદ્યમાન છે. વિશાળ વંડામાં ૫ દેરાસર યુક્ત સોશિખરી મંદિર સં. ૧૩૦૦ લગભગમાં બનેલું જણાય છે. આને શ્રીકેશરિયાનાથજીનું મંદિર પણ કહે છે.
મધ્યના મેટા જિનાલયમાં શ્રી ઋષભદેવ ભગવાનની ૧ હાથ મેટી પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા વેળુની. બનેલી છે, જેના ઉપર લેપ કરેલ છે, બહારના ભાગમાં શ્યામવર્ણ ૨ કાઉસગિયા પ્રતિમાઓ અને ૬ પદ્માસનસ્થ. જિનમૂર્તિઓ બિરાજમાન છે. બધીયે મૂર્તિ પ્રાચીન જણાય છે. પાછલા ભાગના ૨ દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને આગલા ભાગના દેરાસરમાં શ્રીચંદ્રપ્રભસ્વામી વગેરેની શ્વેતવણી જિનપ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે.
આ મંદિર પાસે એક ખંડિત કિલ્લે વિદ્યમાન છે. યાત્રીઓ માટે એક જૈન ધર્મશાળા છે. પ્રતિવર્ષ પિષ વદિ. ૧૦ થી અમાવાસ્યા સુધી મેળો ભરાય છે. અહીં એક પણ જેનની વસ્તી નથી.
૧૭૨, સાગઠ્યિા
(કેડા નંબર : ૩૧૪૬) રતલામથી ૪ માઈલ દુર સાગદિયા નામે ગામ છે. આ ગામથી ૧ માઈલ દૂર જૈન શ્વેતાંબરના તીર્થધામથી. ખ્યાત એક શીષભદેવ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયકની સ્યામવર્ણી પ્રાચીન પ્રતિમા ૨ હાથ ઊંચી છે. બીજી નાની–મોટી ૭ પ્રતિમાઓ સાથે ૨ મૂર્તિઓ અધિષ્ઠાયક દેવતાઓની છે. - મંદિરની પાસે યાત્રીઓ માટે ધર્મશાળા બનાવેલી છે. તેની પાસે ના બગીચે પણ છે. પ્રતિવર્ષ કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાના દિવસે અહીં મેળો ભરાય છે. આ સ્થળે જેનેની વસ્તી નથી.
૧૭૩. સેમલિયા
(કાઠા નંબર : ૩૧૪૮) નામલી રેલવે સ્ટેશનથી ૨ માઈલ દૂર સેમલિયા નામે પ્રાચીન ગામ છે. અહીં ૬૦ જેન શ્વેતાંબરની વસ્તી છે. ૧ ઉપાશ્રય, ૧ જૈન ધર્મશાળા, ૧ પુસ્તક ભંડાર અને ૧ સુંદર જિનમંદિર તીર્થરૂપ મનાય છે.
ત્રિશિખરી આ જિનમંદિરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની શ્યામવણી પ્રાચીન પ્રતિમા ૩ હાથ ઊંચી વેણની બનેલી છે. મૂળનાયકની બંને તરફ શ્રી શાંતિનાથ અને શ્રી કુંથુનાથ ભગવાનની ત્રણ-ત્રણ ફીટ ઊંચી પ્રતિમાઓ બિરાજમાન છે, તેના ઉપર સં. ૧૫૪૩ ના લેખે વિદ્યમાન છે. લગભગ એ જ સમયમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થયેલ છે.
આ મદિર કેણે, ક્યારે બંધાવ્યું એ જાણવાને કશું સાધન નથી, પરંતુ કિવદંતી એવી છે કે, કઈ સમર્થ યતિ. કેઈ સ્થળેથી આ મંદિરને ઉપાડી અહીં લઈ આવ્યા છે. આને જીર્ણોદ્ધાર થતી વખતે પ્રાચીન ભાગને સમૂળે નષ્ટ કરવામાં આવે છે પરંતુ મંડપમાં પ્રાચીન સમયના માત્ર ૪ થાંભલાઓ વિદ્યમાન રહેલા છે એ ઉપરથી અનુમાન. થાય છે કે, આ મંદિર ૧૨ મી શતાબ્દીથી પ્રાચીન નથી. અહીં ભાદરવા સુદ ૨ ના દિવસે મેળો ભરાય છે.