________________
- રતલામ . .
૩૧પ આ મંદિરની પાસે બે માળની ધર્મશાળામાં પં. શ્રીમતી વિજયજીને જ્ઞાનભંડાર છે. -૪. થાવરિયા બજારમાં બાબાસાહેબના નામથી ઓળખાતું શ્રીઆદીશ્વર ભગવાનનું બાવન જિનાલયયુક્ત શિખરબંધી
મંદિર છે. મૂળનાયકની શ્યામવી પ્રતિમા રા હાથ ઊંચી છે. તેમના આસન ઉપર સં. ૧૮૮૬ ને લેખ છે. મૂળનાયકની આસપાસ શ્રી શાંતિનાથ અને શ્રી મહાવીરસ્વામીની ૧ હાથ ઊંચી તવણું પ્રતિમાઓ છે. મંદિરના પાછલા ભાગમાં દાદાજીની છત્રી છે. આ મંદિર ભટ્ટારકગચ્છીય શ્રીકસ્તુરચંદજીએ બંધાવ્યું છે. મંદિરના આગલાં
ભાગમાં ધર્મશાળા છે. ૫. ઉપર્યુક્ત મંદિરની પાસે શ્રીપજ ગંભીરચંદજીએ સં. ૧૮૫૦ લગભગમાં બંધાવેલું મંદિર છે. તેમાં મૂળનાયક
શ્રીચંદ્રપ્રભસ્વામીની ૧ હાથ પ્રમાણ પ્રતિમા વિરાજમાન છે, સિવાય ગૌતમસ્વામીની એક ધાતુમૂર્તિ પણ છે. ૬. એ જ બજારમાં ગૃગરિયાના મંદિરથી ઓળખાતું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયકની
શ્યામવર્ણ પ્રતિમા ના હાથ ઊંચી છે અને તેની આસપાસ રહેલી શ્રી આદિનાથ ભગવાનની બંને મૂર્તિઓ પણ
૧ હાથ ઊંચી છે. શ્રીસંઘે સં. ૧૮૯૨ લગભગમાં આ મંદિર બંધાવ્યું છે. ૭. ઘાટી પર ખરતરગચ્છીય શ્રીલાલચંદજી યતિએ બંધાવેલું શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. મૂળનાયકની શ્યામવર્ણી
પ્રતિમા રા હાથ ઊંચી છે. આ મંદિરને કેટલોક ભાગ જીર્ણ થયેલ છે. -૮. ઉપર્યુક્ત મંદિરની પાસે શ્રી શાંતિનાથ ભગવાનનું બાવન જિનાલય મંદિર શિખરબંધી છે. શ્રીઅગરજી ગતિએ - આ મંદિર બંધાવેલું હોવાથી અગરજીના મંદિર તરીકે ઓળખાય છે તેમાં મૂળનાયકની પ્રતિમાં ૨ હાથ ઊંચી
છે. મંદિરની સામેના ચોકમાં ચૌમુખી સમવસરણ છે, તેમાં ચારે દિશામાં એકેક મૃતિ સ્થાપના કરેલી છે. આ સિવાય વિવિહરમાન જિનપટ્ટ, નંદીશ્વર દ્વીપપટ્ટ, સત્તરિયસ. જિનપટ્ટ, વીશ યક્ષ-યક્ષિણી પટ્ટ વગેરે પટ્ટો આ મંદિરમાં વિદ્યમાન છે. સં. ૧૬૦૦ લગભગમાં આ મંદિર બંધાવેલું કહેવાય છે.
એ જ વારમાં શ્રીમતીલાલજીના મંદિરથી અને શ્રીમદ્વિનાથ ભગવાનના નામે ઓળખાતું શિખરબંધી મંદિર છે. અત્યારે મળનાયક શ્રીઆદીશ્વર ભગવાન વિરાજમાન છે એટલે અગાઉ શ્રીમદ્વિનાથ ભગવાન મૂળનાયક હશે એમ તેની પ્રસિદ્ધિ ઉપરથી લાગે છે. મૂળનાયકની શ્યામવર્ણી પ્રતિમા રા હાથ ઊંચી છે, અને બંને તરફ શ્રીપાશ્વનાથ ભગવાનની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. મંદિરમાં સં. ૧૬૫ર ને લેખ વિદ્યમાન છે.
મંદિરની બહાર આવેલી એક છત્રીમાં સં. ૧૬૫ર ને લેખવાળી શ્રી અજિતનાથ ભગવાનની ૫ ફીટ ઊંચી અને બીજી છત્રીમાં સં. ૧૭૦૧ ના લેખવાળી શ્રીમહાવીર પ્રભુની ૫ ફીટ ઊંચી તેમજ સં. ૧૮૯૩ ના લેખવાળી શ્યામવણી .શ્રીપાર્શ્વનાથની પ્રતિમા ૧ હાથ ઊંચી છે. જિનાલયની પાછળ બગીચ છે.
૧૦. હનમાન કુડીની પાછળ શ્રી આદીશ્વર ભગવાનનું ઘર દેરાસર છે. આ મંદિર કરમચંદજી યતિના મંદિરથી ઓળખાય છે.
-૧૧. તમાકુ બજારમાં તળાવના કિનારે આવેલા વિશાળ બગીચામાં શ્રીચંદ્રપ્રભુનું શિખરબંધી મંદિર દિવાન બહાર - શેઠ કેશરીચંદજીએ સં. ૧લ્પર માં બંધાવ્યું છે. મૂળનાયકની મૂર્તિ સપરિકર છે અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની . એક પ્રતિમા પ્રાચીન છે. મંદિરને મંડપ વિશાળ છે અને પચરંગી લાદીએથી ભૂમિકા જડેલી છે. આ મંદિરમાં
સુખડની ગુરુમૂર્તિ ૧ વિદ્યમાન છે. -૧૨. ઉપર્યુક્ત મંદિર પાસે કેટાવાળાની પેઢીમાં શ્રીઆદીશ્વર ભગવાનનું ઘર દેરાસર છે. આમાં પાનાની ૧ મૂર્તિ
વિરાજમાન છે.