SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ભરેલ જણાય છે. સંભવતઃ “પિપલગરછ આ નામ ઉપરથી પ્રસિદ્ધિ પામ્યું હોય એવું પણ અનુમાન થાય છે. આ ગચ્છના વિક્રમની પંદરમી શતાબ્દીના પ્રારંભના પ્રતિમાલેખે મળી આવે છે. બીજા પ્રમાણેથી જણાય છે કે પંદરમી શતાબ્દી સુધી આ ગામ ભારે જહોજલાલીવાળું હતું, એમ અહીંનાં ખંડિયેરે અને ભૂમિમાંથી નીકળી આવતી ઇંટે, પથ્થરે વગેરે પરથી અનુમાન નીકળે છે, પરંતુ ભેરેલ નામ ક્યારે અને શાથી પડ્યું એ જાણવામાં નથી. આ ગામ ત્યારે પૂર જાહોજલાલીમાં હતું ત્યારે અહીં શ્વેતાંબરનાં ૧૧૦૦ જેટલાં ઘર હતાં અને કેટલાયે જૈન મંદિર હતાં એમ કહેવાય છે. અહીં શ્રેણી મુંજાશાહે ૧૪૪૪ સ્તંભેવાળું ૭૨ દેવકુલિકાઓ સહિત ભવ્ય મંદિર બંધાવ્યું હતું. “અંચલગચ્છીય ભેટી પટ્ટાવલી” (પૃ. ૮૯)માંથી આ વિશે આ પ્રકારે સૂચન મળે છે: “કાત્યાયનગોત્રીય શ્રીમાલી શેઠ મુંજાશાહ ભેરોલમાં અંચલગચ્છની વલભી શાખાના આચાર્ય શ્રી પુણ્યતિલકસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૩૨માં શિખરબંધી જિનમંદિર બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી, તેમજ એક વાવ પણ તેમણે બંધાવી; જેમાં બંનેને બંધાવતાં કુલ સવા કરોડ રૂપિયાનું ખરચ થયું હતું.” આજે આ વાવ જીર્ણાવસ્થામાં મૌજુદ છે, એને જોતાં એટલું ખરચ થયું હોય એવું અનુમાન કાઢી શકાય તેમ છે પરંતુ એ મંદિર આજે તે ભૂગર્ભની એક વસ્તુ બની ગઈ છે. હા, ભૂમિના ઘેરાઓ ખેદવાથી આજ સુધીમાં કેટલીચે ખંડિત પ્રતિમાઓ મળી આવી છે. સં. ૧૯૨૨ના ભાદરવા સુદિ ૩ના દિવસે અહીંના એક તૂટેલા જીર્ણ તળાવને ટેકરે છેદતાં રા ફીટ ઊંચી શ્યામલવણ શ્રી નેમિનાથ ભગવાનની અખંડ પ્રતિમા મળી આવી હતી, જે આજે ભરેલના મંદિરમાં સ્થાપન કરેલી છે. અહીં ઉત્તર-પશ્ચિમ દિશાએ આવેલા જીર્ણ તળાવની પાળ પાસે એક હિંગળાજ માતાનું દેવળ છે, તેમાં લગભગ બધાએ પથ્થર જૈન મંદિરના વપરાયા છે. એટલું જ નહિ, આ દેવળમાં શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબિકાદેવીની એક ખંડિત મતિ અને એક જિનપ્રતિમાના પબાસણ પરિકર રાખવામાં આવે છે તેના ઉપર ક્રમશ: આ પ્રકારે લેખો ઉત્કીર્ણ છે – (१) " संवत् १३५५ वर्षे वैशाख वदि ७ पीपलग्रामे श्रीनेमिनाथविवानि निजपूर्वजगुरूगां मुनिकेशी अवलोक[न]शिवरप्रदान(द्युम्न)शांवसहिता श्रीअंबिकामूर्तिः पं० विजयकलशेन कारिता श्रीजयप्रभसूरिशिष्यश्रीगुणाकरसूरिभिः प्रतिष्टितं(ता) ॥" -(અંબિકાની ખંડિત મૂર્તિ પરનો લેખ) (२) "संवत् १२६१ वर्षे ज्येष्ट सुदि २ खो श्रीब्रह्माणगच्छे श्रेष्ठिबहुदेवसुतश्रेष्टिदेवराणगभार्यागुणदेव्या श्रीनेमिनाथर्यिवं कारितं પ્રતિષ્ઠિતં શ્રીંગામસૂરિમિ ”—(ખંડિત પરિકર પરને લેખ) ઉપર્યુક્ત પ્રથમ લેખમાંથી આપણને જાણવા મળે છે કે, સં. ૧૩૫૫ સુધી આ ગામનું નામ પીપલગ્રામ પ્રસિદ્ધ હતું. એ પછી જ આનું નામ ભરેલ પડયું હશે. સંભવ છે કે, સં. ૧૪૧૪માં રામજી ચૌહાણે જંબર રાજપૂતને મારી, નસાડી આ ગામ પર કબજો મેળળે તે પહેલાં સંબર રાજપૂતેમાંના કેઈએ પિતાના નામ ઉપરથી આને ભેટેલ એવું નામ આપ્યું હોય. બીજું ૫. વિજયકલશમુનિએ શ્રી અંબિકાદેવીની મૂર્તિ ભરાવી એથી તેઓ કઈ યતિપરંપરાના રહેવા જોઈએ. ત્રીજું શ્રીઅંબિકાદેવીની મૂર્તિ અને શ્રીનેમિનાથ ભગવાનનાં બિંબ તેમજ (રેવતાચલના) અવલેકન શિખર પર રહેલા પ્રદ્યુમ્ન અને શાબની ટૂંક સાથે કરાવી; એથી આ મંદિર “રેવતાચલાવતાર ” નામે બંધાવાયું હશે અને સં. ૧૩૫૫ લગભગમાં જ એની પ્રતિષ્ઠા થઈ હશે, આ હકીકતને ઉપર્યુક્ત પટ્ટાવલીને ઉલ્લેખ પુરાવો આપે છે. બીજા લેખથી સ્પષ્ટ થાય છે કે શેઠ મુંજાશાહના મંદિર સિવાય કોઈ બીજું મંદિર પણ હોવું જોઈએ છે, જે સં. ૧ર૬૧ પહેલાં બંધાયેલું હોય અને તે પછી તેમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થયેલી હોય. આ બંને લેખે આ ગામના સ્થાનિક ઈતિહાસના પ્રમાણને રજૂ કરી રહ્યા છે. વિશિષ્ટ ઈતિહાસ માટે અહીં શોધખોળ કરવામાં આવે તે ઘણી સામગ્રી મળી શકે એમ છે. આજે આ મંદિરને શોધવાનું રહે જ છે, પરંતુ અહીં એક શિખરબંધી જેન મંદિર છે, જે વિક્રમના લગભગ
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy