SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામ બહાર પશ્ચિમ-દક્ષિણ ખૂણામાં વરખડી નામનું સ્થાન છે, તેમાં નાના કટથી આવરેલું એક જૈન દેવળ છે, તેમાં પ્રાચીન સમયમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનનાં પગલાંની સ્થાપના છે. આની પ્રતિષ્ઠા ક્યારે થઈ તે જાણવામાં આવ્યું નથી. શેઠની શેરીમાં રહેતા શ્રાવક ઉત્તમચંદના મકાનની એક અલગ ઓરડીમાં નાની પણ પ્રાચીન પ્રતિમાઓ છે. સં. ૧૯૯ માં અહીંના એક જેઠ નામના ઓડ જાતિના માણસને મકાનને પાયે ખેદતાં જમીનમાંથી શ્રીવાસુપૂજ્ય ભગવાનની પાષાણમયી ૧ અને ધાતુની વિશી, પંચતીથી વગેરે મળીને ૨૫ પ્રતિમાઓ મળી આવી હતી. આ બધી મૂર્તિઓ અહીના શ્રી મહાવીર સ્વામી ભગવાનના મંદિરમાં પધરાવવામાં આવી છે. ૧૭. વાવ (કઠા નંબર ઃ ૮૧૧-૮૧૨) ડીસાથી ૩૦ ગાઉ અને થરાદથી ૫ ગાઉના અંતરે વાવ નામનું પ્રાચીન ગામ છે. આ ગામને વસાવનાર વિશે એવી દંતકથા મળે છે કે થરાદના રાજવી ચોહાણ પૂજાજી ત્યારે મુસલમાનની સાથે લડાઈ કરતાં મરાયા ત્યારે તેમની પત્ની સતી રાણી પિતાના નાના બાળક માજીને લઈ દીપા ઈંડલાની ટેકરી પર દીપ ભીલના આશ્રયે જઈ રહી અને અજાજી ઉંમરલાયક થતાં આ સ્થળે તેણે એક વાવ બંધાવી અને સને ૧૨૪૪ માં વાવ નામે કસબ વસાવી, રાણાની પદવી ધારણ કરી અહીં રાજ્ય કર્યું, ત્યારથી આ કસબ એના વંશજોને આધીન છે. આ રાજ્યની * ઉત્તરે સાચોર (મારવાડ), દક્ષિણમાં સુઈગામ, પૂર્વમાં થરાદ, અને દક્ષિણમાં કચ્છનું રણ છે. અહીં શ્વેતાંબર જેનેનાં ૧૦૦ ઘર વિદ્યમાન છે. ૨ ઉપાશ્રય અને જેન ધર્મશાળા છે. અહીં ત્રણ જૈન મંદિર છે. ૧. સૌથી મોટું બજારમાં આવેલું શિખરબંધી જિનાલય શ્રીઅજિતનાથ ભગવાનનું છે. મૂળનાયકની ધાતુમય પ્રતિમા કા કીટ ઊંચી ભવ્ય અને પ્રાચીન છે. કહે છે કે, થિરપાલ ધરુએ સં. ૧૦૧ માં થરાદ વસાવ્યું અને સં. ૧૩૬ માં આ પ્રતિમા ભરાવીને પિતે બંધાવેલા થરાદના મંદિરમાં પ્રતિષ્ઠત કરી હતી. મુસલમાનોના હુમલા સમયે આ પ્રતિમા થરાદથી અહીં લાવવામાં આવી હતી. અત્યારનું આ મંદિર લગભગ વિક્રમના ચૌદમા–પંદરમા સૈકામાં બંધાયું હોય એમ જણાય છે. આ મંદિરમાં પાષાણુની ૨૧ અને ધાતુની ૧૨૪ મૂર્તિઓ છે. તેમાં પાંચ મૂર્તિઓ ઘણી પ્રાચીન છે. એક પરિકર ઉપર સં. ૧૧૭૭ નો લેખ છે. ૨. ગામ બહાર આવેલું મંદિર શિખરબંધી છે. તેમાં મૂળનાયક શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરેલી છે. આ મૂર્તિ ૧ ફૂટ ઊંચી છે અને વિક્રમની અઢારમી સદીની પ્રતિષ્ઠિત છે. આ મંદિરમાં પાષાણુની ૫ અને ધાતુની ૧૧ મૂર્તિઓ છે, તેમાં ત્રણ ધાતુમતિએ પ્રાચીન છે. ૩. ત્રીજું મંદિર નષભદેવ ભગવાનનું છે. ૧૮. ભોરોલ (કોઠા નંબરઃ ૮૨૭) ડીસાથી ૨૮ ગાઉ અને થરાદથી પશ્ચિમેત્તર દિશામાં ૭ ગાઉ દૂર રોલ નામે ગામ છે. આ ગામ પ્રાચીન છે અને જેન તીર્થરૂપ ગણાય છે. આનાં પ્રાચીન નામ પીપલપુર, પીપલગ્રામ, અને પીપલપુરપટ્ટણ વગેરે હેવાનું
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy