SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ રામસેનના જૈનમ ંદિરની મૂર્તિના પરિકરમાંથી સ. ૧૦૮૪ ના મળી આવેલા લેખથી જણાય છે કે, ચંદ્રકુળના પ્રસિદ્ધ આચાર્ય શ્રીવટેશ્વરસૂરિએ આ ગામના નામ ઉપરથી ‘ચિરાપદ્રગચ્છ’ની સ્થાપના કરી હતી. આ સ્થાપના વિક્રમની નવમી શતાબ્દીમાં થઈ હશે; એ સમયે આ નગર ભારે જાહેાજલાલીવાળુ અને સૌંપન્ન હોય તેમજ જૈનધર્માંના એક પ્રસિદ્ધ ગચ્છની સ્થાપના જેમાં કરવામાં આવી એ નગરમાં ઉપયુકત જિનમ ંદિર સિવાય બીજાં જિનાલયેા પણ વિદ્યમાન હોવાં જોઇએ. દશમી સદીમાં થયેલા વીરણ અહીં આવ્યા હતા અને અગિયારમી સદીના વાદિવેતાલ શાંતિસૂરિએ ધારાની રાજસભા વચ્ચે મેળવેલા વિજયથી ભેાજરાજાએ જે સાઠ હજાર રૂપિયા આપ્યા હતા તે થરાદ મેાકલ્યા હતા. તેમાંથી આદિનાથમ ંદિરના મૂળનાયકની ડાળી આજીમાં દેરી અને રથ કરાવ્યાં હતાં. પરમાંત કુમારપાલે અહીં” ‘કુમારવિહાર ’ નામે જૈન મંદિર બંધાવ્યું હોવાનું પ્રમધામાં જણાવ્યું છે. થરાદ અજયપાલના સમયમાં કવિ યશ:પાલ વિરચિત “ મેહપરાજય નાટક ” કુમારવિહારમાં વીરજિનેશ્વરના યાત્રામહાત્સવ પ્રસંગે ભજવાયું હતું. “ ઉપદેશક દલી ”ની લેખનપ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે, તેરમા સૈકામાં થયેલા શ્રેણી આહ્લાદન દંડનાયકે અહીંના ઋષભદેવચૈત્યમાં શ્રીચંદ્રપ્રભસ્વામી, સીમંધરસ્વામી, યુગંધરસ્વામી, અંબિકાદેવી અને ભારતીદેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી હતી, આ મૂર્તિના પત્તો લગાડવા જોઈ એ. ચોદમા સૈકાના શ્રી. વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “ તો માળા ”માં થરાત્રિ પાછો એ દ્વારા અહીંના પાર્શ્વ જિન મંદિરનું સ્મરણ કરાવ્યું છે. આજે આ મંદિરને પત્તો નથી. મંત્રી પેથડપુત્ર આંઝણે માંડવગઢથી શત્રુંજયના સંઘ સ. ૧૩૪૦ના માઘ સુદિ પંચમીના દિવસે કાચો હતા, ત્યારે રાત્રુજયમાં અહીંના શ્રીમાલજ્ઞાતીય આભૂ નામના ધનિક માટે સંઘ લઈને આવ્યે હતા. તેનું બિરૂદ પશ્ચિમ માંડલિક’ હતું અને તેના સંઘને ‘લઘુ કાશ્મીર’ એ નામ લેકોએ આપ્યું હતું. ઉપર્યુકત શિલાલેખ અને બીજા ઉલ્લેખ આપણને એક સમયે આ નગર જૈનધમ નું કેન્દ્ર સ્થળ હતું એવા પુરાવા પૂરા પાડે છે. આજે અહીંનાં અગિયાર જૈન મ ંદિરાની મૂર્તિ એ ઉપરથી મળી આવતા વિક્રમની ખારમીથી લઇ અઢારમી શતાબ્દી સુધીના શિલાલેખે એ સમયની ધાર્મિક પર પરાના ખ્યાલ આપી રહ્યા છે. અલગત્ત; આજે જે અગિયાર મંદિરે અહીં જોવાય છે તે વિક્રમની અઢારમીથી વીસમી સદી સુધીમાં બન્યાં છે પણ એમાંની દર્શનીય મૂર્તિએ પ્રાચીન છે. આઠમી સદીની એક પ્રાચીન પ્રતિમા અહીના એક ઘર દેરાસરમાં મૌજુદ છે. [૧] આંખલા શેરીમાં શિખરખ`ધી શ્રીસુમતિનાથ ભગવાનનું મંદિર છે. તેમાં ધાતુની ૧૦ પ્રતિમાઓ છે. [૨] એ જ શેરીમાં ખીજુ ં ઘર દેરાસર શ્રીવિમલનાથ ભગવાનનું છે, તેમાં ૧ પાષાણની અને ૯ ધાતુની મૂર્તિ એ છે. [૩] સેાનાર શેરીમાં શિખરમ ધી શ્રીંગાડીપાર્શ્વનાથ ભગવાનનું મ ંદિર છે, તેમાં ૧ પાષાણુની અને ૩ ધાતુની પ્રતિમાઓ છે. [૪] સુતાર શેરીમાં ઘૂમટખંધી શ્રીશાંતિનાથપ્રભુનું મંદિર છે. તેમાં ૫ પાષાણુની અને ૯ ધાતુની પ્રતિમાઓ છે. [૫] દેસાઇ શેરીમાં શ્રી વિમલનાથ ભગવાનના ઘર દેરાસરમાં ૨ પાષાણુની અને ૨૭ ધાતુની પ્રતિમાએ છે. [૬] રાશીઓની શેરીમાં શ્રીઅભિનંદનસ્વામીના ઘર દેરાસરમાં ૨ પાષાણુની અને 3 ધાતુની પ્રતિમાએ છે. [૭] મેાટા દેરાસરના વાસમાં શિખરખ"ધી શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર છે. મૂળનાયકની ગાજીમાં શ્રીમરુદેવા માતાની મૂર્તિ બિરાજમાન છે. આમાં કુલ પાષાણની હું અને ધાતુની ૨૮ પ્રતિમાએ છે. [૮] એ જ વાસમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનના ઘર દેરાસરમાં મૂળનાયકની મૂર્તિ ભષ્ય અને રમણીય છે. પાષાણુની કુલ ૧૧ અને ધાતુની ૧૮ મૂર્તિ એ છે. [૯] એ જ વાસમાં શ્રીઆદિનાથ ભગવાનના ઘર દેરાસરમાં પાષાણુની ૬ અને ધાતુની ૧૯૬ પ્રતિમાએ છે. તેમાં એક આઠમા સૈકાની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન અને મનેાહર મૂર્તિ છે, [૧૦] એ જ વાસમાં શ્રીવાસુપૂજ્ય સ્વામીનું ઘર દેરાસર છે. તેમાં પાષાણુની ર અને ધાતુની ૨૪ મૂર્તિએ બિરાજમાન છે. [૧૧] શ્રીગોરજીનું ઘર દેરાસર છે, તેમાં મૂળનાયક શ્રીચંદ્રપ્રભપ્રભુ બિરાજમાન છે. ધાતુની કુલ ૩ મૂર્તિ આ છે, આ મંદિર સેાળમા સૈકામાં શ્રીમાલદેવસૂરિએ ધાર્યું છે. આ સિવાય સ ંઘવી શેરીમાં એક ઘર દેરાસર હતું, જેનું ખંડિયેર હજુ જોવાય છે. આમાંની બધી મૂતિ એ દેસાઇ શેરીના શ્રીવિમલનાથ પ્રભુના મંદિરમાં મૂકવામાં આવી છે. આ જિનાલયની પાસે ડાબા હાથે ઝમકાલી દેવીનું મંદિર છે, જે શ્રીવિમલનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે, જેનું અસલ નામ વિજયાદેવી છે. દુ
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy