SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ બારમા સૈકામાં બંધાયેલું કહેવાય છે. આ મંદિરને જીર્ણોદ્ધાર થતાં હાલમાં સુશોભિત બનેલું છે. મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની સુંદર અને પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે, જે અગાઉ જણાવ્યા મુજબ તળાવ પાસેના ટેકરામાંથી મળી આવી હતી, આ મૂર્તિ ઉપર લેખ નથી પરંતુ આ પ્રભાવશાળી મૂર્તિ ચમત્કારભરી મનાય છે, જેનેતરે પણ અહીં શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે આવે છે. આ મૂર્તિના કારણે જ આની તીર્થ તરીકે પ્રસિદ્ધિ વધી ગઈ છે. અહીં કાર્તિક સુદિ ૧૫ અને ચૈત્રી ૧૫ ના મેળા ભરાય છે. શ્રીમાન આચાર્ય શ્રીયતીન્દ્રસૂરિજીએ ભેરેલને ઠાકર પીરદાનજીને ઉપદેશ આપી આ તાલુકામાં થતી જીવહિસાને અટકાવવાનું એક જાહેરનામુ ઠાકરના સહી-સિક્કા સાથે તા. ૨–૧–૧૯ના રોજ બહાર પડાવ્યું હતું, જે અતિ પ્રશંસાપાત્ર કાર્ય ગણાય. ૧૯. ચારૂ૫ (કોઠા નંબર : ૮૫૯ ) પાટણથી ૩ ગાઉ દૂર આવેલા ચારૂપ ગામમાં ભવ્ય શિખરબંધી જિનાલય છે. તેમાં મૂ. ના. શામળા પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય અને પ્રાચીન મૂર્તિ છે. આ મંદિરને ઇતિહાસ જાણવા જેવું છે: પહેલાં નાનું સરખું દેરાસર હતું. પાછળથી શ્રાવકની વસ્તી ઘટી જતાં આ મંદિર ઉપર શૈએ કબજે કરી લઈ, શીતળનાથ ભગવાનના સ્થાને મહાદેવ-પાર્વતી અને બાજુમાં ગણપતિની મૂર્તિઓ સ્થાપન કરી દીધી હતી. સં. ૧૯૩૦ ની આસપાસ પાટણના જૈન સંઘનું આ તરફ ધ્યાન દોરાયું ને ધીમે ધીમે એ મંદિરને કબજે ધો. સં. ૧૯૩૮ પહેલાં જે મૂળ નાના ગભારાવાળું મંદિર હતું તેનું સં. ૧૯૭૮માં સમારકામ કર્યું, અને કેટલીક જમીન ખરીદીને સં. ૧૯૫૬માં મેટી ધર્મશાળા બંધાવી. બીજી ધર્મશાળા પાટણવાળા શેઠ નગીનચંદ કરમચંદે અંધાવેલી છે. તે પછી મૂ. ના. ની ગાદી કાયમ રાખી જીર્ણોદ્ધારરૂપ નવેસરથી મોટું મંદિર બંધાવી મૂ. ના. ની જમણી બાજુએ શ્રી શીતળનાથ ભગવાનની સં. ૧૯૮૪ ના જેઠ સુદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરી છે. મૂળનાયકની મૂર્તિ પ્રાચીન શિલ્પકળાના અદ્વિતીય નમૂનારૂપ છે. આરસપાષાણમાંથી કોતરી કાઢેલી શ્યામવર્ણ મૂર્તિનું શિલ્પ તદ્દન નિરાળું છે. મૂર્તિના ઉદરમાં તપસ્વીની કૃશતા, સ્વસ્થ અને અડોલ ગાંભીર્ય તેમજ નીરાગીપણાનાં ચિહને સ્પષ્ટ તરી આવે છે. મૂર્તિનું મસ્તક ખભા સુધી સુવિશાળ અને ફણાથી આચ્છાદિત છે. આ મૂર્તિ ફણા સાથે ચાર ફીટ ઊંચી અને રા-૩ ફીટ પહોળી હોવા સંભવ છે. વિક્રમના ચૌદમા સૈકામાં થયેલા શ્રીજયશેખરસૂરિએ પાર્શ્વનાથસ્તવન”માં જુદાં જુદાં નામ સાથે આ તીર્થને મહિમા ગાય છે: જુ ચારૂપિ પંચાસરઈ આસ પૂરઇ". ચારૂપ મહાતીર્થ હતું એમ આ દેરાસરમાં પડેલા પ્રાચીન ખંડિત પરિકરના લેખ ઉપરથી જાણવા મળે છે. આ લેખ તેરમીચૌદમી શતાબ્દીમાં લખાયેલું લાગે છે. .......दि १३ श्रीनागंद्रगच्छे श्रीशीलगणसूरिसंताने श्रे०रा(सं० १)वसुतश्रे० सोभा तथा श्रे० जसरासुत....देव्या શ્રીજીપત્રને પરાર્થે શ્રીપાર્શ્વનાગરિ] #ારિતૈતિક) / તિદિત્ત(ત) શ્રીહેવચંદ્રસૂરિમિઃ | ચોદમાં સકામાં થયેલા માંડવગઢના મંત્રી પેથડશાહે જે અનેક મંદિર બંધાવ્યાં તેમાં ચારૂપમાં પણ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યાને ઉલ્લેખ “ગુર્નાવલી કાર આ પ્રમાણે કરે છે -
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy