SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી ૨૩ વડનગરથી તેઓ ખંભાત આવી વસ્યા ને તેમણે કોટિ દ્રવ્ય ઉપાર્જન કર્યું. “તીર્થમાળામાં નોંધ્યા મુજબ દેપાલે નહિ. (૨) બહુઆની પત્ની પોપટી અને હીરાબાઈ તેમાં કુંઅરજી પિટીને પુત્ર હતો. “તીર્થમાળામાં ધ્યા મુજબ હીરાબાઈને નહિ, અને કુંઅરજીની પત્નીનું નામ આમાં ઉલ્લેખ્યું નથી. (૩) રત્નતિલકપ્રાસાદના બંધાવનાર તરીકે વડુઆને ત્રણ પુત્રોનાં નામ શિલાલેખમાં સ્પષ્ટ આપેલાં છે. એમણે મળીને પાર્જિત ધનથી આ મંદિર બંધાવ્યું હતું. (૬) “તીર્થમાળામાં રત્નતિલકપ્રાસાદને સં. ૧૬૫૫માં પ્રતિષ્ઠા કર્યાને નિર્દેશ છે જ્યારે શિલાલેખમાં સં. ૧૯૫૪માં શ્રી. વિજ્યસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. વળી, સર્વજિતપ્રાસાદની પ્રતિષ્ઠા સં. ૧૯૪૯માં કર્યાનો ઉલ્લેખ “તીર્થમાળા” અને શિલાલેખમાં છે. જો કે સં. ૧૬૪લ્માં શ્રી. વિજયસેનસૂરિજી અહીંથી લાહેર તરફ વિહાર કરી ગયા હતા. છતાં તેમના નામે તેમના શિએ પ્રતિષ્ઠા કરાવી હોય એ બનવાજોગ છે. વળી, સં. ૧૬૫૫ના માગશર સુદિ ૫ ને ગુરુવારના રોજ અમદાવાદના શાકંદરપરામાં શેઠ લહેઓએ શ્રી શાંતિનાથ પ્રભુની અંજનશલાકા શ્રી. વિજયસેનસૂરિ હસ્તક કરાવી એ સમયે કાવીના આ મૂળ નાવ ની પ્રતિમા પણ અહીં અંજનશલાકા માટે લાવવામાં આવી હતી. એ પછી શ્રી. વિજયસેનસૂરિ ખંભાતમાં સં. ૧૬૫દમાં પધાર્યા ત્યારે ખંભાત અને કાવીની પણ પ્રતિષ્ઠા કરી હતી. એ સંબંધી મૂર્તિ પરને લેખ આ પ્રકારે મળે છે – " इलाहि ४५। संवत् १६५६ वर्षे वैशाख सुदि ७ बुधे....गांधी कुंअरजीसुतधर्मदासवीरदासप्रमुखः श्रीआदिनाथविवं....हीरसकलजगदाधारपातिसाहिअकबरप्रदत्तजगद्गुरुविरुद ...विजयसूरिभिः ॥श्रीआदिनाथविवं श्री विजयसेनसूरिभिः॥" રત્નતિલકપ્રાસાદ અપાનામશત્રુંજયાવતાર ચિત્ય ગામની પશ્ચિમ સીમામાં ગામમાં જ આવેલું છે. તેને વિશ્વેસાવસ્થામાંથી પનરદ્વાર આશરે સં. ૧૯૭૭માં ખંભાતના પ્રસિદ્ધ શ્રાવક દીપચંદભાઈએ સંઘદ્રવ્યથી કરાવ્યું, જે એક ઊ શિખરની સ્મૃતિ કરાવે છે. આ દેવળ પૂર્વદ્વારનું અને સાદું છે. મંડપ અને ચેકીઓ સાથે છે. પાછળ એક મંડપ છે. તેમાં કાંઈ કળાકારની કળાને સ્થાન મળ્યું છે તે દર્શનીય છે. બાકી ત્રણે બાજુ વંડે છે. સર્વજિતપ્રાસાદ આ દેવળથી ૫૦૦ કદમ દર અને રત્નતિલકની પાછલી દીવાલથી પણ પાછો બાંધે છે. બાંધણી સાદી પણ અતિવિશાળ અને ઉન્નત છે. પાછલા ભ્રમિતળથી તે ઓછામાં ઓછો એંશી નેવું ટ ઊંચો હશે. આ દેવળનું રમણીય સોંદર્ય તેના સિંહદ્વાર ઉપરની મહેરાબમાં છે. હાલ આ દેવળને અડીને ઉત્તર તરફની દીવાલે એક સુંદર શ્રીધર્મ ચોકમાં કર્યો અને બગીચો કરે છે. આ ધર્મશાળાની પાછળ નીચાણમાં ધર્મનાથ દેવળની દીવાલની હદ સુધી એક બાગ બનાવ્યું છે. ઉત્તર દીવાલે પણ બાગ છે. તેમાં લાયબ્રેરીની સારી ગોઠવણ રાખી છે. આ મંદિરમાં શેઠ અરજી શાહ, તેજલદે અને કાનજીએ ફાવી તીથપતિ ભ. ધર્મનાથનું પરિકર કરાવ્ય. આદીશ્વર ભ. ના મંદિરમાં શાહ કુંવરજી ધમદાસ તથા વીરદાસે ભ. આદીશ્વરની દેરીમાં પાદુકા પધરાવી. ઢકર કીકાએ શ્રીનેમિનાથ ભ. ની પંચતીર્થી, મોઢ કાનબાઈએ ભરાવેલી શ્રી પાર્શ્વનાથ ભ. ની પંચતીથી અને કાલાની લાલભાઈએ ભરાવેલી શ્રી શાંતિનાથ ભ. ની પંચતીથી વગેરેની અંજનશલાકા સં. ૧૬૫૬માં થઈ છે. આ સમયે શાહ બડુઆ વિદ્યમાન નહોતા. 'આ ગામમાં એક મસ્જિદ છે જે પુરાણું પ્રાચીન જૈન દેવળ હોય એમ જણાય છે. સ્થળની પવિત્રતા, એકાંતતા અને સગવડ સાથે આ સ્થાનને સૌંદર્ય વરેલું છે. ચોગાભ્યાસની ઈચ્છાવાળાઓ એને ઉપયોગ કરે તે ઈચ્છવાયેગ્ય છે. ચારણ સમજવા મુજબ રાજકીય વિપ્લવને પરિણામે નુકશાન પહેલા આ તીર્થની સ્મૃતિ ઊભી રાખવા માટે જ - આ નૂતન દેવળ નિર્માણ થયું હશે. તેને પુરાવો આ નીચે આપેલ લેખ આપે છે – "सं. १४२२ वर्षे ज्येष्ठवदि १ सोमे-सांगग भार्या सा(सो)हगदे"
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy