SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈન તીર્થ સર્વસંગ્રહ આ પતિ-પત્નીની મૂર્તિઓ આપણને, પ્રાચીન દેવળ કેણે અને ક્યારે ઉદ્ધાર કર્યો તેનું, પૂરતું મરણ અને પ્રમાણ આપે છે. દેવળ તે નૃતન જ હતું પણ પ્રાચીનતાનું સ્મારક હોવાથી ઉદ્ધારનું વિશેષણ વાપર્યું છે. ઉપર્યુક્ત મૂર્તિ આ જ દેવળમાં છે. ૭. ગંધાર (કઠા નંબર : ૪૭૨) પખાજણ સ્ટેશનથી ૮ માઈલ દૂર દરિયાકાંઠે આવેલું ગંધાર જૈનોનું તીર્થસ્થળ છે. એક કાળે ગંધારની અંદર તરીકે સારી નામના હતી. દેશ-પરદેશને માલ અહીંને બારેમાં ઠલવાતે અને વેપારીઓની ભીડ જામી રહેતી. લક્ષ્મીની છોળેથી ઉભરાતા આ નગર ઉપર સહુ કઈ ચીલઝડપ કરવા ટાંપી રહેતા. અલબિલાઝુરીનામને મુસિલમ પ્રવાસી નોંધે છે કે, સિંધનો ગવર્નર હાસમ બિન અસરૂ તઘલખી ઈ. સ. ૭૬૯-૭૦ માં નોકા વાટે ગંધાર આવ્યું અને તેણે બૂત (મૃતિઓ)નો નાશ કરી તેની જગાએ મસ્જિદ બનાવી. તે પછી તે સં. ૧૬૦૨ માં ફિરંગીઓએ આ શહેર પર છાપે માર્યો ને આ નગરને કબજે કરી લીધું. ત્યારે અહીંના ધનાઢય રહેવાસીઓ જંબુસર :જઈને રહેવા લાગ્યા ને અહીંને વેપાર ખેડતા રહ્યા. સત્તરમા સૈકામાં અહીં જૈનોની વસ્તી પુષ્કળ હતી. જગદગુરુ શ્રી. હીરવિજયસૂરિજી અહીં પેતાના વિશાલ સમુદાય સાથે ચેમાસુ રહ્યા હતા ત્યારે અકબર કાદશાહે શ્રી. હીરવિજયસૂરિને ફતેહપુરસિકી આવવાનું આમંત્રણ ગધારમાં મોકલાવ્યું હતું. અહીંના જૈન શ્રેષ્ઠીઓએ સૂરિજીને ત્યાં જવાની પહેલાં તે સલાહ ન આપી પણ સૂરિજીએ ત્યાં જવાથી જૈનધર્મની પ્રભાવનાનાં અનેક ધર્મકાર્યો થઈ શકશે એમ સમાવવાથી ત્યાં શ્રીસંઘ સૂરિજીના જવામાં સન્મત ચ. એ સમયે અહીંના ધર્મપ્રેમી અનેક પ્રાવકેએ કેટલાયે તીર્થસ્થળો અને નગરનાં મંદિરમાં મૂર્તિઓ ભરાવ્યા વગેરેના ઉલ્લેખ સાંપડે છે. લગભગ ૧૮ મા સૈકાની શરૂઆતમાં ખંભાતના ચાંચિયાઓએ આ શહેરને લૂંટી લીધું. એટલું જ નહિ બાળી પણ નાખ્યું. આ શહેરની પ્રાચીન જાહોજલાલીની પ્રતીતિ કરાવતાં લગભગ ૩ માઈલના પરિઘ જેટલી જમીનમાં છે. પથ્થર અને મકાનોના પાયા વગેરેના અવશે આજે પણ જોવાય છે. આજે તો માત્ર સામાન્ય ઝુંપડાઓ સિવાય આખું ગામ વેરાન લાગે છે. કહેવાય છે કે આ નગર ઉપર અકસ્માત સમુદ્રનાં માં ફરી વળ્યાં ને આ ગામ ઉજજડ બન્યું અહીં પ્રાચીન બે જિનમંદિરે હતાં. એક મૂ. ના. મહાવીરસ્વામી ભ.નું અને બીજું અમીઝરા પાર્શ્વનાથ ભ.ને. પહેલું મંદિર લાકડાનું હતું એમ કહે છે અને તે સં. ૧૫૦૦ માં બન્યાને ઉલ્લેખ મળે છે. આ મંદિર જીર્ણ થયું હતું તેથી સં. ૧૮૧૦માં શેઠ હઠીસિંહ કેશરીસિંહનાં ધર્મપત્ની શેઠાણ હરકેરબાઈએ જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તે પછી સં. ૧પ માં ભી તેમાં ફાટે પડી ગઈ ને લુણો લાગવાથી શ્રીસંઘે તેનું સમારકામ કરાવ્યું છતાં તેની સ્થિતિ સુધરી નહિ. હાલના ગામની ઉત્તરે ગામ બહાર ખંભાતના રાજિયા–વાજિયાએ બંધાવેલું આ દેવળ ધાબાબંધ હતું–છે. તેમાં લકકડકામ તો નથી પણ બાંધકામ ઇટાનું હતું અને નિર્જન થવાથી અરક્ષણય સમજીને મહાવીરચૈત્યના ચાકમાં આ દેવળ બાંધ્યું છે. આ મંદિરના ભંયરામાં અસલ અમીઝરા પાર્શ્વનાથની પાંચ ફીટ ઊંચી તવણી મૂર્તિ હતી. પણ આજે તે ભગવાનની મૂર્તિ, એક વિજયરાજની પણ તેના કરતાં નીચી અને શ્યામ વર્ણની બે મોટી મૂર્તિઓ આ જ ગામવાસી ધનાઢય શ્રાવિકા ઈંદ્રાણની છે કે જેની પ્રતિષ્ઠાનું કામ માટે આચાર્ય હીરસૂરિ વિજય હર્ષોપાધ્યાયને સંપી ગયા હતા. છતાં આદશાહનું ગુરપ્રત્યેનું ઈછાનિખ જેવા ગુરુના પહેલાં બાદશાહને મળ્યા હતા. આ દેવાલય પૂવૉભિમુખ છે પણ નિગમઢાર દક્ષિણ તરફથી છે. મહાવીરત્વ પ્રાચીન છે. જેના—ગુણાનુવાદ કરવા એક કવિએ-ગધારે શ્રી મહાવીર’ એની સ્તુતિ રચી છે, આ દેવળની દક્ષિણે એક માતાનો મઠ છે તેમાં એક શિલા ૧. જુઓ: “અરબ ઔર ભારતક સંબંધ” પૃ. ૧૨૭ ૨. “આનંદકાવ્ય મહેદધિ” મૌક્તિક: ૫.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy