SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તી સસગ્રહ. અહીં પ્રાચીન કાળનું એક જિનમંદિર તેા હતું અને તેની શત્રુ ંજયની સ્થાપનારૂપે તીર્થ તરીકે પ્રસિદ્ધિ હતી જ; પરંતુ એ મ ંદિર કાષ્ટ અને ઈંટોનું બનેલુ હાવાથી એને પથ્થરમય પાકુ બનાવવાને શ્રેષ્ઠી મહુઆ ગાંધીને વિચાર થયે. એના પૂર્વજોએ ખંભાતમાં આવી કોટિ ધન ઉપાર્જન કર્યું હતું ને એ લક્ષ્મીની ચંચલતાના અનુભવ કર્યો હોય એમ તેણે પેાતાના હાથે આવા સુકૃતને લહાવા લેવા પેાતાના વિચારને મૂર્તરૂપ આપ્યું. પરિણામે તેણે પથ્થરનું શિખરખધી ભવ્ય મંદિર ખંધાવ્યું અને સં. ૧૬૪૯ માં શ્રી. વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી એ જ ‘ સર્વાંજિતપ્રાસાદ’નામે ખ્યાતિ પામ્યું. * આ મંદિર પૂર્વ-પશ્ચિમ ૯૦ કીટ અને ઉત્તર—દક્ષિણ ૬૧ ફીટ લાંબુ—પહેળુ છે. તેમાં મૂ. ના. શ્રીઋષભદેવ ભગવાન વિરાજે છે. મંદિરના બહાર ઈશાન ખૂણે રાયણવૃક્ષ છે તે અત્યારે પડી ગયું છે. તેની નીચે શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાં સ્થાપન કરેલાં છે. વળી, આ મંદિરને મુસલમાનાથી બચાવવા માટે મસ્જિદના એ મિનારાએ ઊભા કરવામાં આવ્યા છે તે આજે પણ જોઇ શકાય છે. બીજા મંદિર માટે ઉપયુક્ત શ્રેષ્ઠી બહુઆ ગાંધીના પરિચય કરવા જરૂરી છે. કવિવર શ્રી. દીવિજયજી મહારાજે સ. ૧૮૮૬ માં રચેલી ‘કાવી તીર્થમાળા'માં એની માહિતી આપેલી છે. વડનગરના રહેવાસી નાગરજ્ઞાતીય ભદ્ર સિવાણાગોત્રીય દેપાલ શેઠ ખંભાતમાં આવીને રહેવા લાગ્યા. વેપાર કરતાં કોટિ દ્રવ્ય તેણે પેદા કર્યું. તેના પુત્ર ગાંધી અણુએ, તેના પુત્ર ગાંધી. લાડકા ને તેના બે પુત્રોમાં એકનું નામ વડુ અને ખીજાનું નામ ગંગાધર હતું. વહુઆને એ પત્નીએ હતી. એક પેાપટી અને બીજી હીરામાઈ. હીરામાઈને ત્રણ પુત્રો થયા. ૐ અરજી, ધર્માંદાસ અને સુવીર. તેમાં ૐ અરજીની પત્નીનું નામ વીરાંખાઈ હતું.’ k વીરાંબાઈ ગર્ભશ્રીમંતની પુત્રી હતી. એનું હૃદય ધ સંસ્કારી હતું. એક દિવસે વીરાંમાઈ અને સાસુ હીરામાઈ સર્વજિતપ્રાસાદ ’નાદને સાથે થયાં. વીરાંખાઈ ઊંચી હાવાથી એનું મસ્તક ખારણે અડકયુ હોય કે નીચું નમવું પડયુ હોય તેથી એણે સાસુને હળવે રહીને કહ્યું: “ બાઈજી, મદિરનું શિખર તે બહુ ઊંચું કરાવ્યું પણુ મારણું બહુ નીચુક્યું છે. ” વહુના આ વચનને કટાક્ષ સમજીને સાસુએ ટોણા માર્યો: “ વહુજી, તમને હોંશ હોય તેા પિયેરથી દ્રવ્ય મંગાવી મેાટા શિખરવાળું મંદિર બનાવા અને તેમાં ખારણું ઊંચું કરાવો. ” વહુ તે એ સમયે સમસમી ગઈ પણ મેણુ ગળી જાય એવી એ નહોતી. એણે તો એ મેણુ સાચું કરી દેખાડવાને નિર્ણય કરી લીધા. વીરાંગાઈ એ તરત પિયેરથી દ્રવ્ય-મંગાવ્યું તે સ. ૧૯૫૦માં મ ંદિરનું ખાતમુહૂર્ત કર્યું . પાંચ વર્ષે તૈયાર થયેલા એ મ ંદિરનું નામ ‘રત્નતિલકપ્રાસાદ' રાખ્યું તે સ. ૧૯૬૫૫ માં શ્રીવિજયસેનસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર ઉક્ત મ ંદિર જેવું જ શિખરબંધી ને ખાવન દેવકુલિકાવાળુ છે. તેમાં મૂ ના. શ્રીધનાથ ભગવાન વિરાજે છે. આ દેવકુલિકાઓમાં મૂર્તિ પ્રતિષ્ટિત છે. છાસ, આ કારણે આ મદિરા ‘સાસુ-વહુનાં મંદિ’ના નામે પણ ઓળખાય છે. અત્યારે અને મદિરા એમની કીર્તિગાથા સ ંભળાવતાં તેની ઉત્પત્તિમાં કેવી સામાન્ય ઘટનાનું ફળ સૂચવી રહ્યાં છે એ વિશે કવિવર શ્રી. દીપવિજયજી ઉલ્લાસમય પ્રેરણાભરી વાણીમાં ઉપદેશે કે, “ સાસુ વહુ વચ્ચેના બીજા વિવાદો માત્ર વિખવાદ છે પણ આવે વાદ જ ધ છે, જે પુણ્યના માર્ગ તરફ આંગળી ચીંધે છે. સાસુ-વહુ વાઇ કરે તે આવા જ કરો.” આવાં તીર્થોના સંઘ કાઢનારાઓએ પણ સંઘપતિનું ષિટ્ટ મેળવ્યું છે. એમ એ જ કવિ એના મહિમાને ઉપસંહાર કરતાં કહે છે. આ બંને દેરાસરાના બનાવનારાઓના પૂર્ણ પરિચય આપનારા શિલાલેખ એ મ ંદિરમાં વિદ્યમાન છે. પરંતુ સાસુ-વહુ સંબધે આવી કોઇ વાતને ઇશારા સખાયે તેમાં નથી. સંભવ છે કે તીર્થં માળામાં ગૂંથેલી આ હકીકતને લેકવાયકાના આધાર હાય. શિલાલેખમાંથી જે વધારાની કે તારતમ્યવાળી હકીકતા મળે છે તે આ છે:~ (૧) ગાઁધી દેપાલ મિથ્યાત્વી હતા પરંતુ શ્રી. હીરવિજયસૂરિના ઉપદેશથી તેઓ જિનેશ્વરના ઉપાસક બન્યા હતા.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy