________________
જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૧૨ દેરાસરની રચના કરેલી છે. તેથી આ મંદિર દેરાસરના ઝૂમખાથી એક ટંક જે દેખાવ આપે છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રભાવશાળી મૂર્તિ ઉપર નવ આકાઓ સ્પષ્ટ દેખાય છે અને તેથી આ કૃતિ “નવખંડા પાર્શ્વનાથ ભગવાનના નામે ઓળખાય છે. કહે છે કે, આ મૂર્તિ ભાવનગરના પ્રાચીન સ્થળ વડવાના એક કૂવામાંથી નીકળી આવી હતી અને કાળાંતરે ઘોઘામાં લાવવામાં આવી.
આ મંદિરમાં એક સુંદર ધાતુમય ૫ટ્ટ દર્શનીય છે. તેના ઉપર સં. ૧૭૨૦ના આસો સુદિ ૧૦ને લેખ છે, તેમાં શ્રીનવખંડા પાર્શ્વનાથ ભગવાનને ઉલ્લેખ કર્યો છે. આ પટ્ટના મધ્યભાગમાં સમવસરણ છે. તેની જમણી બાજુએ શ્રી શત્રુંજય અને આ તીર્થ તેમજ ડાબી બાજુએ ગિરનાર, અષ્ટાપદાવતાર અને સમેતશિખર તીર્થની રચના કરેલી છે. ઉપરના ભાગમાં વીશ વિહરમાન જિન અને નીચેના ભાગમાં શ્રીનવપદજી છે. આ તીર્થ પટ્ટ ઘસાઈ ગયેલે દેવા છતાં બારીકાઈથી જોતાં બધું સ્પષ્ટ દેખાય છે. દરેક તીર્થરચના ઉપર નામ કેરેલાં છે. બીજી મતિઓ સાથે
સ્ફટિકની બે પ્રતિમાઓ પણ અહીં છે. કહેવાય છે કે, આ ઘેઘાનું, મહુવાનું અને ત્રીજું ધોલેરાનું મંદિર એક જ શિલ્પીએ બાંધ્યું હતું. એ ત્રણે મંદિરની બાંધણી પણ એકસરખી છે.
નવખંડા પાર્શ્વનાથ પ્રભુના મંદિરની સન્મુખ (૧) શ્રીનેમિનાથ ભગવાનનું દેરાસર છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન છે અને બીજી પ્રતિમાઓને પરિવાર ઘણે છે. આ બધી પ્રતિમાઓ પચીશેક વર્ષ પહેલાં ઘોઘાથી ૧ માઈલ દૂર દરિયામાં આવેલા પીરમબેટમાંથી ખડક જોવાતાં એક કુંડીમાંથી નીકળી આવી હતી. પીરમબેટ :
આ પીરમબેટ સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે આવેલા ઘેઘાથી છ ગાઉ દૂર ખડસલિયા નામે ગામના પૂર્વ કિનારે આવેલે છે. પીરમબેટ પ્રાચીન કાળે સમૃદ્ધિશાળી નગર હતું અને તે બેટમાં જેન દેવાલ હતાં, પણ આજે એ બેટ ઉજડ બની ગયો છે. એ સ્થળે આજે માત્ર એક દીવાદાંડી બાંધેલી જોવાય છે. લગભગ પચાસ-સાઠ વર્ષો પૂર્વે પીરમબેટની ખાડીમાંથી દરિયાનું પાણી એાસરી જતાં કઈ ખારવાએ એક સુંદર પથ્થર જે. ઘરકામ માટે ઉપગી થશે એવું સમજી એને ઉપાડવા જતાં તેની નીચે એક પથ્થરની કુંડી તેને જોવામાં આવી. એ કુંડીમાં પધરાવેલી ધાતુ અને પાષાણની કેટલીક જિનમૂર્તિઓ તેને હાથ લાગી, તેમાંથી એક-બે પ્રતિમાઓ લઈ તે કઈ શ્રાવક પાસે ગયો ને બતાવી ત્યારે તેની એગ્ય કિંમત આપી શ્રાવકે એ ખરીદી લીધી, અને બીજી મૂર્તિઓ હોય તે પણ તેને લાવવા જણાવ્યું. પછી તે ખારવાને લાભ લાગ્યો. છેવટે સરકારને ખબર પડતાં એ મૂર્તિઓ જપ્ત કરવામાં આવી અને અમદાવાદવાસી શેઠ મનસુખભાઈ ભગુભાઈએ કલેકટર સાથે પત્રવ્યવહાર કરી મૂર્તિઓ કબજે લઈ ઘોઘાના શ્રીસંઘને સુપ્રત કરી. એમાંની બધી મૂર્તિઓ આ મંદિરમાં અને નવખંડા પાર્શ્વનાથ જિનાલયમાં પણ મૂકેલી છે.
કેટલાકના કથન મુજબ શ્રીનવખંડા પાર્શ્વનાથની મૂર્તિ પણ આવેલી મૂર્તિઓમાંની એક હતી. બીજી મૂર્તિઓ પૈકી એક આશરે અઢી ફીટ ઊંચી અને બે ફીટ પહોળી તેમજ લગભગ એક ફૂટ જાડા ત કકરા પથ્થરમાં કતરેલી મૂર્તિ ભેંયરામાં છે. આ મૂર્તિને જમણે ભાગ ખંડિત છે. પબાસણ નીચે ઘણું કરીને ચોદમી શતાબ્દીને લેખ છે, પ્રભુની ઉપર ધાતકી કે પિપ્પલ વૃક્ષ સુંદર રીતે કરેલું છે.
પીરમબેટમાંથી નીકળેલી ઘણીખરી મૂર્તિઓ ઉપર વિક્રમની ચૌદમી સદીના લેખ કોતરેલા જોવાય છે અને મેટેભાગે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ છે. પ્રત્યેક પ્રતિમાનું પદ્માસન અને મૂર્તિની રચના ભવ્ય અને આકર્ષક છે.
(૨) ઉપર્યુક્ત શ્રીનેમિનાથ પ્રભુના દેરાસરની જમણી બાજુએ ઉત્તર દિશામાં સમવસરણનું દેરાસર છે. તેમાં ધાતુમય મનહર સમવસરણ છે ને બીજું પાષાણનું સમવસરણ બાજુએ છે. બંને ઉપર લેખ છે; પણ આરસના સમવસરણને -લેખ ઘસાઈ ગયેલ છે. ધાતુના સમવસરણ ઉપરને અને બીજા લેખે મુનિ શ્રી ધુરંધરવિજયજીએ આ પ્રકારે ધ્યા છે. " स्वस्ति श्रीसंवत् १५११ वर्षे माघ सुदि ५ गुरौ गन्धारमन्दिरे श्रीमहावीरप्रासादे समवसरणं समस्तश्रीसंघेन कारित ॥"
આ લેખથી જણાય છે કે આ સમવસરણ ગંધારના મહાવીરસ્વામીના મંદિર માટે ત્યાંના શ્રીસંઘે કરાવેલું હતું, જે ૩. એજન, વર્ષ ૧૦, અંકઃ ૯.