________________
ઘોઘા
૧૧૩ કાળક્રમે ગંધારની અવનત સ્થિતિમાં અહીં લાવવામાં આવ્યું હશે. દરિયાવાટે ઘોઘાથી ગંધાર ઘણું નજીક છે અને એક બીજા સ્થળે બંદરી વેપાર વિનિમય થયા કરતે, એ ઇતિહાસ પ્રસિદ્ધ બીના છે.
આ દેરાસરમાં બે પ્રાચીન ગુરુમૂર્તિઓ છે તેના ઉપર કમશઃ આ પ્રકારે લેખે જોવાય છેસં૦ ૨૨૧૪ વર્ષે પા વસી જ શની થીમોઢજ્ઞાતીય... રીનાં મૂર્તિ ” ઘસાઈ ગયેલા અક્ષરો અસ્પષ્ટ છે. મુનિ શ્રીધુરંધરવિજયજી કહે છે કે, “બહુ બારીકાઈથી જોતાં શ્રીદે એમહેવાની કલ્પના કરી શકાય છે. એટલે આ મૂર્તિ શ્રી હેમચંદ્રસૂરિની હોવાનો સંભવ છે. જ્ઞાતીયે ભરાવેલ છે, તે પણ તેમાં વિશેષ સંગત થાય છે.”
બીજી મૂતિ શ્રીધર્મઘોષસૂરિની છે. આ મૂર્તિની આજુબાજુએ સાધુઓની આકૃતિઓ કોતરેલી છે. તેના ઉપર નામે પણ કેતરેલાં છે. સૂરિમહારાજની આસપાસ શિષ્યવર્ગ કેવી રીતે બેસતે તેને હૂબહૂ ખ્યાલ આથી આવે છે. આ મૂર્તિ ઉપરને લેખ આ પ્રકારે છે – " ....श्रीदेवप्रभसूरिशिप्यश्रीधर्मघोपमूरीणां मूर्तिः । मा० साझणभार्या लाठिश्रेयसे पद्मळया कारिता ॥"
(૩-૪) શ્રીનવખંડા પાર્શ્વનાથ પ્રભુના મંદિરની ડાબી-જમણી બાજુએ બે દેરાસરો છે. એકમાં શ્રીસુવિધિનાથ ભગવાન અને બીજામાં શ્રી શાંતિનાથ ભગવાન છે. બંનેમાં બીજી પ્રતિમાઓને પરિવાર ઘણે છે.
શ્રીસુવિધિનાથ ભગવાનની મૂર્તિ અગાઉ નીચેના ભેંયરામાં હતી, જે વિશે ભેંયરાના એક ગભારામાં ઉત્તર દિશાની દિવાલ પરના એક લેખમાં સ્પષ્ટ ઉલ્લેખ છે –
"संवत् १७७६ वर्षे फाल्गुन शुदि भ० श्रीविजयक्षमासूरिराज्ये पं. रूपविजय पं भीमभक्तउपदेशात् गोधावंदिरे मीठा संदर शेठाइ मध्ये संवआदेशात् दे० चु० धर्मशी वोरा सखजी सिंगजीकेन देवद्रव्येण भोयरं समरापितं भ० श्रीविजयरत्नसूरीश्वरशिष्य श्रीदेवविजयेन संवत् १७८१ का० शुदि १३ दिने भोयरपति श्री ८ श्रीसुविधिनाथ पधरावितं श्रीः॥"
આ લેખ ઉપરથી બીજી એક એતિહાસિક વસ્તુ સ્પષ્ટ થાય છે કે, અહીંના સંઘને બધો વહીવટ કરતી શેઠ કાળા મીઠાની પેઢી છે તે નામ અહીંના શ્રેષ્ઠી મીઠા સુંદરજીની શેઠાઈ વખતનું છે. તેમના પુત્ર કાળા શેઠ થયા જેમના નામ ઉપરથી આ પેઢી સ્થાપવામાં આવી. એમ સ્પષ્ટ થાય છે. એથી આ પેઢી વિશેની બીજી ક૫નાએ દંતકથા ઠરે છે.
આ રીતે મૂળ મંદિર સાથે આ પાંચે મંદિર એકીસાથે આવેલાં છે, એ ઉપરથી પણ આ મંદિરની વિશાળતાને ખ્યાલ આવી શકે એમ છે.
શ્રી નેમિનાથ પ્રભુના દેરાસરની બંને બાજુએ લાંબી પરસાલ છે, તેમાં એક ઊંડું અને વિશાળ ભૈય છે. ભેંયરામાં અગાઉ મતિઓ સ્થાપન કરેલી હતી એમ ઉપરના લેખથી જણાય છે. આ પરસાલ ઉપરના ભાગમાં બે વિશાળ અને ઊંચા ફરજા મનહર છે. મંદિરના બહારના ભાગમાં શેઠ કાળા મીઠાની પેઢી છે, નજીકમાં ઉપાશ્રય છે અને કેટના દરવાજા ઉપર નગારખાનું છે.
૨.
એ જ ભોપાળમાં શ્રીચંદ્રપ્રભ પ્રભુને શિખરબધી સુંદર મંદિર છે. આ મંદિર સૌથી પ્રાચીન હોવાનું કહેવાય છે. મંદિરની બાંધણુ શ્રી કુમારપાલના સમયની હોય એમ જણાય છે. મંદિરની આગળ વિશાળ ચોક છે અને મળગભારામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ ભગવાનની રમણીય મૂર્તિ છે. બાજુના એક ગેખલામાં શ્રીવિજયદેવસૂરિની પાક છે. તેના ઉપર સં. ૧૭૧૬ ના કાર્તિક સુદિ ૧૩ ને સોમવારને લેખ છે. આ મંદિરમાં પ્રાચીન અવશેષો ઘણાં છે. એ ઉપરથી પણ એની પ્રાચીનતાને ખ્યાલ બંધાય છે. છતમાં સુંદર ચિત્રકામ કરેલું છે. , ગામની દક્ષિણ બાજુએ જીવાવાલી પળમાં શિખરબંધી સુંદર અને વિશાળ મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. આ મંદિરમાં સં. ૧૩પ૭ ના લેખવાળી આચાર્ય મહારાજની ભવ્ય મૂર્તિ છે. તેને આખો લેખ દબાઈ ગયેલ હોવાથી આ મૂર્તિ કયા આચાર્યની છે એ જાણી શકાતું નથી.