SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જેવા ૧૧૧ મસ્યા ઉલ્લેખ્યું છે. સંભવ છે કે આ વચલા ગાળામાં આનું મધુમતીને બદલે મહુવા નામ લેકમાં પ્રચલિત બન્યું હોય. આ મધુમતીને શેઠ જાવડિ શાહે સં. ૧૦૮ માં શત્રુંજય ગિરિના આદિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું, એવી ધ જૈન ગ્રંથમાંથી મળી આવે છે. પ્રાચીન કાળે આ એક વિશાળ નગરી હતી. શ્રી પાર્શ્વનાથના તીર્થ તરીકે મધુમતીનું નામ જેન સૂત્રમાં મળે છે. અહીંના જૈન મંદિરમાં શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ છે, તે જીવિતસ્વામીની મૂર્તિ કહેવાતી હેવાથી અને શ્રી શત્રુંજયની પંચતીથીનું ગામ હોવાથી મહુવા તીર્થ ગણાય છે, આજે એ પ્રાચીન કાળની સમૃદ્ધિ જેવાતી નથી. અહીં જેનેનાં ૨૫૦ ઘરો અને ૨ ઉપાશ્રયે છે. બે શિખરબંધી જિનાલયે છે, તે પૈકી શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર નૂતન છે. ભેંયરામાં શ્રીવિજયનેમિસુરિજીની આરસની ઊભી મૂર્તિ છે. બીજું શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર પ્રાચીન છે. મૂળનાયકની પ્રતિમા જીવિતસ્વામીની કહેવાય છે. ચૌદમા સૈકાના શ્રીવિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળામાં આ મંદિરને ઉલ્લેખ કરે છે. આમાં સં. ૧૩૧૩ ની સાલની શ્રી પાર્શ્વનાથની ધાતુપ્રતિમા દશનીય છે. શ્રીહીરવિજયસૂરિની આરસ મૂતિ એક અને ૩૬ જિનમૂર્તિને આરસપટ્ટ એક છે. અહીં જેન બાલાશ્રમ છે અને હસ્તલિખિત પોથીઓને ભંડાર પણ છે. ' . . ૬૧. ઘોઘા ( કોઠા નંબર : ૧૭૩-૧૭૩૪) ભાવનગરથી ૧૪ માઈલ દૂર ઘોઘા નામે ગામ છે. ભાવનગરથી ઠેઠ સુધી પાકી સડક બાંધેલી છે. ઘોઘા ખંભાતની ખાડીના કિનારા ઉપર વસેલું પ્રાચીન સમયનું નામી બંદર છે. એક સમયે આ બંદર પીરમબેટની સ્પર્ધા કરતું. ભાવનગર વસ્યું નહોતું તે પહેલાં આ ગામ આબાદીભર્યું વિશાળ નગર લેખાતું. ભાવનગરમાં કે બીજે વસેલા ઘોઘારી વાણિયા આ નગરના વાસીંદા હતા. “યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલી થી જણાય છે કે અહીંના શ્રેષ્ઠીઓ પિકી શા. દેપાલ, સં. સુમર, શા. ખીમડ વગેરે અનેક શ્રાવકે સં. ૧૩૮૧માં પાટણના એક મંદિરના પ્રતિષ્ઠા – મહોત્સવમાં હાજર હતા. આ ઉપરથી એ સમયે અહીંના શ્રેષ્ઠીઓની નામના તે તે ગામના પ્રતિષ્ઠિત સંઘમાં મુખ્ય લેખાતી હશે એમ જણાય છે. “સમસૌભાગ્યકાવ્ય થી જણાય છે કે, અહીંના વસ્તુપતિ નામના ધનાઢ્ય શ્રેણી, જેનું બીજું નામ વિરૂપ પણ હતું. તેણે અસંખ્ય યાત્રાઓ અને મહેન્સ પંદરમાં સકામાં કર્યા હતા. આજે આ ગામ જીર્ણ થયેલું છે -અને પડતી દશામાં છે. છતાં જેનેની પ્રાચીન જાહેરજલાલીનાં પ્રતીક સમાં ત્રણ વિશાળ જિનમંદિરે બે મોટી ધર્મશાળાઓ અને એ ઉપાશ્રયે મૌજુદ છે. ઉપાશ્રયમાં પ્રાચીન હસ્તલિખિત પથીઓને ભંડાર દર્શનીય છે. અહીંના રહેવાસી શેઠાણી હરકેરાઈને બંધાવેલ એક વડે છે. અહીંની ઘસાતી જતી વસ્તીમાં પણ હજી શ્વેતાંબર જૈનેનાં ૭૫ ઘરે હયાત છે. -૧. ગામના મુખ્ય ભાગમાં આવેલી ભાજીપળમાં ઊંચું શિખરબંધી શ્રીનવખંડા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર કેટલું પ્રાચીન છે એ વિશે જાણી શકાયું નથી પરંતુ સં. ૧૪૬૦માં ખરતરગચ્છાચાર્ય શ્રીજિનેન્દ્રસૂરિની અધ્યક્ષતામાં શ્રેષ્ઠી વીરા અને પૂણે શત્રુંજય અને ગિરનારને સંઘ કાઢયો એ સંબંધી સં. ૧૪૩૧માં (એટલે એક વર્ષ પછી જ ) શ્રીજિનદયસૂરિએ મોકલેલા ‘વિજ્ઞપ્તિપત્રમાં ઘાઘાના નવખંડા પાર્શ્વનાથ ભગવાનને વંદન કર્યાનો ઉલ્લેખ આ પ્રકારે મળે છે – "घोघावेलाकुलस्थाने महत्तरप्रवेशमहोत्सवपुरस्सरं श्रीनवखंडापार्श्वनाथजिनाधिराजं प्राणमत् ॥" " આ ઉલ્લેખ ઉપરથી આ મંદિર એ પહેલાંનું હોય એમ સિદ્ધ થાય છે. વળી, આ સ્થળ પ્રાચીન તીર્થોમાં ગણાવાયું છે, જે વિશે પંદરમી શતાબ્દીના શ્રીજિનભદ્રસૂરિકૃત “અશોત્તર પાર્શ્વનામ સ્તવન” ઉપરથી જણાય છે. પાલીતાણઈ પાપહર ઘેઘાપુર નવખંડ ઝર આ અદિરની બાંધણી ભવ્ય અને વિશાળ છે. એને રંગપંડપ વિસ્તારવાળો છે. આ મંદિરમાં જ બીજ ચાર ૧. શૌશાપુરાવ્યો જતુતિઃ શ્રીવનિર્વિવાદ સ્ત્રાર્તીતાનું તાત્ તીર્થયાત્રામાનો કે સર્ગ ૯, છેક ૧૦૦. ૨. “જેન સત્યપ્રકાશ” વર્ષ: ૧૪, અંક: ૨.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy