SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ વિજાપુર ૩. દિશાનાં મકાનો અસલ વિજાપુરનું સ્થાન હોવાનું સૂચવે છે. શ્રીબુદ્ધિસાગરસૂરિજી કહે છે કે “મારું અનુમાન એવું છે કે આ દેરાસરમાં ( હાલના આદીશ્વર ભગવાનના મંદિરમાં ) પૂર્વે શ્રીપાર્શ્વનાથ ભગવાન મૂળનાયક હોય અથવા જૂના વિજાપુરની જગ્યાએ શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર કે જેને શ્રીવસ્તુપાલ-તેજપાલે ઉદ્ધાર કર્યો હતા તે દેરાસરની અધિષ્ઠાયિકા તરીકે પદ્માવતીની મૂર્તિ હોય અને મુસલમાન ખાદશાહેાના સમયમાં તે પાર્શ્વનાથનું દેરાસર તૂટયા ખાદ પદ્માવતીની મૂર્તિને આ દેશસરમાં લાવવામાં આવી હોય. જૂના વિજાપુરમાં શ્રીવસ્તુપાલ-તેજપાલે ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરના જીર્ણોદ્ધાર કર્યો તે નષ્ટ થયું. ” આજે અહીં ૧૦૦૦ જેનેાની વસ્તી છે. ૭ ઉપાશ્રય, ૩ ધર્મશાળાઓ અને ૯ જિનમદિશ વિદ્યમાન છે. ૧. ભાટવાડામાં ઘૂમટમ'ધી શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર છે. આ મંદિર માં મદિશમાં સૌથી વિશાળ છે. માટો મંડપ, અહારના ચાક અને ભોંયરુ વગેરે છે. દ્વાર પૂર્વ દિશામાં છે. સ. ૧૮૫૦માં અહીં મૂ ના૦ ની પ્રાચીન પ્રતિમા જે ગુપ્ત રીતે એક ખારેટના ત્યાં રાખવામાં આવેલી તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મદિરમાંના ચેાવીશીના પટ્ટ ઉપર સ. ૧૭૨૪ના લેખ છે. એક ખીજી પ્રતિમાના પટ્ટ ઉપર ઘસાઈ ગયેલા અક્ષરમાં આવે! લેખ વંચાય છે: “ વિ.સં ૧૨૪૨ વર્ષે વૈશાલી યુતિ છે.....પ્રતિષ્ઠિત પ્રદ્યુમ્નસૂરિલતાને.......તક્ષવિદ્યુત'' ભાટવાડામાં શ્રીઆદીશ્વર ભગવાનનું ઘૂમટખથી મદિર છે. મૂ॰ ના॰ ની જમણી ખાજુએ રગમંડપમાં પદ્માવતી દેવીની પ્રાચીન મૂર્તિ છે. આ મંદિરને પદ્માવતીનું મંદિર કહે છે. મંદિરના મૂળ નાંની પ્રતિમા એ—–ત્રણવાર બદલાઇ હાય એમ લાગે છે. વિ. સં. ૧૮૬૫માં આની પ્રતિષ્ઠા થઈ છે. આ મંદિરમાં આચાર્ય પ્રતિમાઓ પણ છે. ધાતુપ્રતિમાઓમાં સ. ૧૩૩૦, સ. ૧૪૭૧, સ. ૧૫૧૩, સ. ૧૫૨૭, સ. ૧૬૭૬ ની સાલના લેખા છે. ૩. ચેાથિયાના કોટમાં શ્રીમહાવીરસ્વામીનું ભવ્ય મંદિર બે માળનું છે. અને માળમાં પ્રતિમા મંદિર આગળ વિશાળ ચેાક છે. વિ. સ. ૧૯૦૩માં આ મંદિર મ*ધાવવામાં આવ્યું છે. વિરાજમાન છે. ૪. એ જ કેટમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું મંદિર વિ. સં. ૧૯૩૦-૩૨ માં ખંધાવેલું છે. ૫. એ જ કેટમાં શ્રીશાંતિનાથ ભગવાનનું શિખરમંધી દેરાસર સ. ૧૮૭૨માં બંધાવવામાં આવ્યું છે. આ દેરાસરમાં થઇને શ્રીવાસુપૂજ્યના દેરાસરમાં જવાય છે. —. . ૭. સુધારવાડામાં શ્રીઋષભદેવનું શિખરખ'ધી માટું દેરાસર છે. રંગમંડપ વિશાળ છે. વિ. સં. ૧૮૬૬માં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. <. શ્રીકુંથુનાથ ભગવાનનું ઘૂમટબંધી દેરાસર જૈન વિદ્યાશાળા પાસે છે. સુરતના રહેવાસી શેઠ મૂળચંદ હીરાચ? સ. ૧૯૨૭માં આ મંદિર બંધાવ્યું છે. મૂ॰ ના॰ ની પ્રતિમા ખંભાતથી લાવવામાં આવી છે. મીજી એ માટી પ્રતિમા અને ઉપરના માળના મૂ॰ ના૦ શ્રીસંભવનાથ ભગવાનની પ્રતિમા ઘાંટુ ગામથી આવી છે. ૯. શ્રી અરનાથ ભગવાનનું નાનું દેરાસર સ. ૧૮૭૩માં બન્યું છે. દોશીવાડામાં આવેલું શ્રીગાડીપાર્શ્વનાથનુ ઘૂમટ ધી મંદિર છે. વિ. સં. ૧૯૪૫માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં શ્રીમુદ્ધિસાગરસૂરિએ સ્થાપન કરેલું જ્ઞાનમ ંદિર છે. તેમાં હસ્તલિખિત અને છપાયેલાં પુસ્તકોને સારે સંગ્રહ છે. ૯. વિઘ્નપુર બૃહદ્ઘૃત્તાંત '' પૃષ્ઠઃ ૪૬.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy