________________
જૈન તીથ સસ મહ
ટર્
લેખથી જણાય છે. તેમણે સ. ૧૩૧૭માં વિજાપુરના વાસુપૂજ્યમંદિર ઉપર સુવર્ણ દંડ અને સુવર્ણ કળશ ચડાવ્યા એવી હકીકત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે રચેલા ‘ શ્રાવકધમ પ્રકરણ'ની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે.
+
સ. ૧૩૧૨માં ચંદ્રતિલક ઉપાધ્યાયકૃત ‘ અભયદેવચરતની સંસ્કૃતમાં ૪૯ àાકાની વિસ્તૃત પ્રશસ્તિ કવિ શ્રીકુમારગણુિએ સ’. ૧૩૨૮ લગભગમાં રચેલી છે.” તેમાંથી શ્રેષ્ઠી માનદેવના વંશમાં થયેલા પુરુષાએ ઉપર્યુક્ત વાસુપૂજ્ય જિનમ ંદિરમાં કરાવેલી દેરીએ, ગેખલા, મૂર્તિ આ વગેરેને લગતી હકીકત સાંપડે છે, એ મુજખ: સાહેણુ નામના શ્રેષ્ઠીએ વિજાપુરમાં શીતલનાથસ્વામીની દેરી, શ્રેષ્ઠી કુમારપાલે માતા-પિતાના કલ્યાણુ માટે શ્રીપદ્મપ્રભુની દેરી, શ્રેષ્ઠી નાગપાલે પોતાના કલ્યાણ માટે ચંદ્રપ્રભુની દેરી, નાગપાલના ભાઈ શ્રેષ્ઠી ખાલ શ્રીઅજિતનાથના ગેાખલા, નાગપાલના ભાઈ શ્રેષ્ઠી ફુલચંદ્ર શ્રીઅજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રીઅભિન ંદન અને શ્રીસુમતિનાથની દેરી અને સ. ૧૩૨૮ના માઘ સુદિ ૯ ના દિવસે ઋષભાદિની દેરીઓ કરાવી તેમજ રૂપાના ધજાગરા, મેાતીનું સૂત્ર, સુવર્ણ કળશ, સુવર્ણમલક ચડાવ્યાં અને પત્નીના પુણ્યાર્થે બે ચામર આપ્યા. શ્રેષ્ઠી મેહણે માતાના પુણ્યાર્થે શ્રીસુવિધિનાથની દેરી, શ્રેષ્ઠી પાતાએ સુપાર્શ્વનાથની દેરી કરાવી અને શ્રાવિકા નાગશ્રીએ પેાતાના પુણ્ય માટે શ્રીવાસુમૃત્યની પૂજા માટે સારી મેાટી પિત્તલમય દીવીએ કરાવી આપી. શ્રેષ્ઠી કુલચંદ્રની પત્ની ખેતાએ વિન્તપુરમાં શ્રીવીરપ્રતિમાલંકૃત ખત્તક-ગાખલા તથા ચાવીસ તીર્થંકરાની માતાની પ્રતિષ્ઠા શ્રીજિનેશ્વરસૂરિ પાસે સ. ૧૩૨૬માં કરાવી. શ્રેષ્ઠી કુલચંદ્ને માતાના પુણ્યાર્થે શ્રીવાસુપૂજ્ય ચૈત્યમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુના ગેાખલ કરાવ્યે અને કાંબલદેવીએ શ્રીમહાવીરની પ્રતિમા ભરાવી.
આ હકીકતથી આ વાસુપૂત્ર્ય મંદિર કેટલું વિશાળ અને ભવ્ય હશે એવુ અનુમાન સહેજે કરી શકાય એમ છે. રત્નાકરગચ્છના શ્રીહેમચંદ્રસૂરિશિષ્ય શ્રીજિનતિલકસૂરિએ ચૌદમા સૈકા લગભગમાં રચેલી · તીર્થમાળા ' ઉલ્લેખ છે:
"
* વીજાપુર વિસલપુર બ્રાણિ, ચિરેડ ઉવેસિતુ રહિય મણિ; સાચઉર મેઢા પ્રમુખ ટામિ, લીા છુ તાઘરે વીર નામિ. ”
આ ઉલ્લેખથી જણાય છે કે ચોદમા સૈકા પહેલાં અહીં વીજિનનુ મ ંદિર પણ હતું. અગાઉ જણાવેલું શ્રેષ્ઠી પેથડ ખંધાવેલુ વીજિન મ ંદિર સ ંભવત: આ જ હશે. વળી, મત્રી શ્રીવસ્તુપાલે જીર્ણોદ્ધાર કરાવેલું શ્રીચિંતામણિ પાર્શ્વ જિનમ ંદિર અને શ્રીવાસુપૂજ્યનું વિધિચૈત્ય એમ ત્રણ મદિરો ચૌદમા સૈકા અગાઉ અહીં હતાં એટલુ નક્કી થાય છે.
- ખરતરગચ્છ ગુર્વાવલીથી જણાય છે કે, સં. ૧૩૩૭ ના જેઠ વિદે ૪ ને શુક્રવારે મહારાજાધિરાજ સારંગદેવના રાજ્યમાં મહામાત્ય મલ્લદેવ, તેમજ ઉપમત્રી વિધ્યાદિત્યના કાર્યકાળમાં અહીં શ્રીજિનપ્રખાધસૂરિજીના મેટા સમારેહ સાથે નગરપ્રવેશ થયેા હતેા. મંત્રી વિધ્યાહિત્ય સરિજીની સ્તુતિ કરતા હતા.
આ બધા ઉલ્લેખા ઉપરથી તેરમા ચૌદમા સૈકામાં અહીં નાની આખાદી સારી હતી એમ જણાય છે.
આજનુ વિજાપુર એના પ્રાચીન સ્થળે નથી. વૃદ્ધેના કથન મુજબ: રોજીપીરની કમર અને મેણાવાડની વચ્ચે ઊંચા ટેકરા ઉપર મહાવીરજિનનું ખાવન જિનાલય હતુ. એ દેરાસર તૂટયા ખાદ અહીં જ પડી રહ્યું. તેના પથ્થરાને કાલિકામાતાનું મ ંદિર અને શ્રીઋષભદેવ મ ંદિર અંધાવવામાં ઉપયેગ થયા. જૂની મસ્જિદોમાં પણ જૈન મંદિરાના ભાગ્યાતૂટથા અવશેષ લેવામાં આવે છે.
વળી, પદ્માવતીનું જૈન દેવળ પ્રાચીન વિન્તપુરમાં હતુ. એની આસપાસ ઝવેરીએની જૈન વસ્તી હતી અને એ જ જગાએ પેથડકુમાર, જેમણે માંડવગઢના મંત્રી તરીકે નામના મેળવી હતી અને જુદે જુદે સ્થળે મળીને ૮૪ જિનમંદિરા ધાવ્યાં હતાં, તેઓ અહીં જન્મ્યા હતા. પદ્માવતીનું દેરાસર અને તેની પૂર્વ દિશાના ટેકરી ને તે પાસેની દક્ષિણ
૬. જુઓ આ પુસ્તકનું પાનઃ ૨૭.
૭. વીજાપુર બૃહદ્ વૃત્તાંત” પૃ. ૧૪૧–૧૪૫, અને “જૈન પુસ્તકપ્રશસ્તિસગ્રહ” પ્રશસ્તિ નં. ૯પ
૮. ચૌદમી શતાબ્દી પૂર્વે લખાયેલી અભયકુમારચરિત્રાદિ પુસ્તકપંચક 'ની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે કે- શીતના વૈવહિા ચીનાપુરે ચોડનીરવ ॥5॥ જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહુઃ ” પ્રશસ્તિ નં. ૯૫.
C