SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ૫૪. ધાળકા [સૌરાષ્ટ્ર ] ( કાઠા નંબર : ૧૩૯૯–૧૪૦૧ ) આજે ધેાળકાના નામે ઓળખાતા ગામનું પ્રાચીન નામ ધવલપુર હતું. બારમા સૈકા લગભગમાં એ વસ્તુ હાય એવાં અવાંતર પ્રમાણેાથી સિદ્ધ થાય છે. લેાકવાયકા એવી છે કે, મહાભારતનું ‘વિરાટનગર ' એ જ આજનું ચેટળકા. એના પુરાવારૂપે પાંડવાનાં કેટલાંક સ્થળ પણ લોકોએ શેાધી રાખ્યાં છે પરંતુ એને ઇતિહાસના કશા આધાર મળ્યે નથી. જૈન તી સાગ્રહ. આ ગામ કોણે વસાવ્યું એ વિષે શ્રીદુર્ગાશંકર શાસ્ત્રી નોંધે છે કે આનાકને લવણુપ્રસાદ નામના પુત્ર થયા. એ ઘણા પરાક્રમી હતા. તેણે પેાતાના પરાક્રમથી પેાતાનું મંડલ વધાર્યુ અને પેાતાના પિતામહે ધવલના નામ ઉપરથી ધવલ (હાલનું Àાળકા ) ગામ વસાવી ત્યાં રાજધાની સ્થાપી. ” તેણે ધવલક્ક કયારે વસાવ્યું તેની સાલ તેમણે આપી નથી. તેમના હિસાબે ગણીએ તેા તેરમા સૈકાના પાછલા ચરણમાં લગભગ એ વસ્યું હાવું જોઇએ. પરતુ જૈન પ્રધા અને ગ્ર ંથપ્રશસ્તિઓમાં ધવલક્કપુરના નાનિર્દેશ તે ખારમા સૈકાના મળે જ છે. આ ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે, લવણપ્રસાદે ધેાળકા વસાવ્યું નથી પર ંતુ તેના પિતા આનાકે પોતાના પિતા ધ્રુવલના નામે અથવા ધવલે સ્વયં આ ગામ વસાવ્યું હશે અને લવણુપ્રસાદે પેાતાની રાજધાનીને ચેાગ્ય એને નગરનું રૂપ આપ્યું હશે, એવું અનુમાન છે. આરમાં સૈકાથી લઇને ‘ચૌદમાપંદરમા સૈકા સુધીમાં આ નગરમાં બનેલી ઐતિહાસિક ઘટનાએથી અહી જૈનોની ભારે નહેાજલાલી હતી એમ જણાઇ આવે છે: શ્રીઅભયદેવસૂરિ, જેમણે નવ અ ંગો (આગમા) પર વિ. સ. ૧૧૨૦ થી ૧૧૨૮માં ટીકા રચી હતી તે ધેાળકામાં પધાર્યાં હતા અને પાટણ, તામ્રલિપ્તિ, આશાપલ્લી તેમજ Àળકા આદિ નગરીના ૮૪ શ્રાવકોએ તેમની રચેલી આગમગ્ર ચૈાની ટીકાઓની ૮૪ નકલે કરાવી આચાર્યને ભેટ કરી હતી. આ હકીક્તથી જણાય છે કે, અહીં જેમ શ્રાવકાની વસ્તી સારા પ્રમાણમાં હોવી જોઇએ તેમ જિનમંદિશ પણ હાવાં જોઇએ. સ. ૧૧૭૨માં ખરતરગચ્છના યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિના જન્મથી આ નગર પવિત્ર માન્યુ છે. આ નગરમાં આવેલા શ્રીધર્મદેવ ઉપાધ્યાયે આ બાળકનાં પ્રતાપી લક્ષા જોઈ તેને સ’. ૧૧૪૧માં દીક્ષા આપી હતી.૪ શ્રીવાદિદેવસૂરિ( વિ. સ. ૧૧૪૭ થી ૧૨૨૬ )એ ધ ́ધ નામના શિવાદ્વૈતીના અહીં પરાજય કર્યાં હતા.૫ વળી, તેમણે અહીં’ના ‘ઉન્નાવસતિ’ ચૈત્યમાં શ્રીસીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીજિનપ્રભસૂરિની નોંધથી જણાય છે કે, આ મંદિર ચૌદમા સૈકામાં વિદ્યમાન હતું. એ પછી સ. ૧૧૯૦માં બૃહદ્ગચ્છના જિનચંદ્રસુરિએ યશેાનાગની વસતિમાં રહીને આરંભેલી દેવેન્દ્રગણિ અપરનામ નેમિચંદ્રસૂરિકૃત ‘આખ્યાનમણિકાશ’ની વૃત્તિ અહીંની અશ્રુસની વસતિમાં રહીને પૂર્ણ કરી હતી. લગભગ એ જ સમયમાં શ્રીંદ્રપ્રભસૂરિ અહીંના શ્રીસુનિસુવ્રતસ્વામીના Éિંખથી અધિષ્ઠિત ‘ ભરૂચ ” ( અન્ધાવાધ-શકુનિકાવિહાર ) નામના જિનમ ંદિરમાં પધાર્યા ત્યારે અહી’ના ધવલશેઠે સૂરિજીને ‘મુનિસુવ્રતચરિત’ રચવાની પ્રાર્થના કરી, જે ચરિત તેમણે આશાપલ્લીમાં શ્રીમાલ નાગિલના પુત્રોની વસતિમાં રહીને સં. ૧૧૯૩ના દિવાળીના દિવસે પૂર્ણ કર્યુ હતું. એ પછી સ. ૧૨૭૬માં અહીંના રાજવી વીરધવલે વસ્તુપાલ-તેજપાલને મત્રીપદે નિયુક્ત કર્યો ત્યારે ચેાળકા જૈનપ્રવૃત્તિનું કેંદ્ર બની ગયુ હતું. એ સમયે કેટલાયે આચાર્યોએ અહીના ઉપાશ્રય અને વસતિચૈત્યમાં રહીને ગ્રંથા ૧. ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિયાસ ” ભાગઃ ૧, પૃષ્ઠઃ ૩૬૪. ." .. · પ્રભાવકર્ચારત ' અભયદેવસૂરિચરિત, શ્વે. ૧૨૮. એજનઃ શ્લોકઃ ૧૨૬. ‘* યુગપ્રધાન શ્રીજિનત્તસરિ ’લેખકઃ શ્રીઅગરચંદ નાટા, ભ ́વરમલ નાહટા, ‹ પ્રભાવકચરિત ' વાદેિવસૂરિચરિત, શ્લો. ૩૯. .. ±. ૫. ૬. એજન: શ્લો, ૪૮–પુર, . ૭. શ્રીચ'દ્રપ્રભસૂરિ વિશે તેમના ગુરુલાઇ શ્રીલક્ષ્મણુરિએ સ. ૧૧૯૯માં રચેલા ‘ શ્રીસુપાસનાહરિય 'ની પ્રશસ્તિમાં જણાવ્યુ છે કે, તેમણે માત્ર લાદેશની મંત્રીમુદ્રાને જ નિહ પરંતુ શ્રમણમુદ્રા ( સાધુધમ' )ને પાલન કરતાં જિનપ્રવચનપ્રભાવના કરી હતી. ભાથી સંભવ છે કે તે સિદ્ધરાજના સમયમાં લાદેશના સત્રૌદે મુદ્દાઅધિકારી તરીકે હોવા જોઈ એ. તેમણે સંગ્રહણીરત્ન, ક્ષેત્રસમાસ. વગેરે ગ્રંથો પણ રચેલા છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy