________________
મિટા પિશીના
૫૨. મેટા પોશીના
(કઠા નંબરઃ ૧૩૩-૧૩૩૩) ખેડબ્રહ્મા સ્ટેશનથી ૨૫ માઈલ દૂર પિશીના નામે ગામ છે, જે મોટા પેશીના નામે ઓળખાય છે. પોશીના ક્યારે વસ્યું એ જાણી શકાયું નથી, પરંતુ આ ગામ પ્રાચીન છે અને જેન તીર્થરૂપ ગણાયું છે. અહીંના જૈન મંદિરમાંથી સં. ૧૪૭૭ અને ૧૪૮૧ ના મળી આવત ૨ સમયના શિલાલેખ ઉપરથી પણ આ ગામ અને તેની તીથી : તરીકેની પ્રસિદ્ધિ એથીયે પ્રાચીન હોવાનું જણાવે છે. કહેવાય છે કે, અહીંના કંથેરના એક ઝાડ નીચેથી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મળી આવતાં લગભગ તેરમા સૈકામાં અહીં એક વિશાળ જિનમંદિર બંધાવવામાં આવ્યું. સંભવતઃ આ મંદિર શ્રીકુમારપાલનરેશે અથવા એ સમયના કેઈ લક્ષ્મીનંદને બંધાવ્યું હોય એવી એક કલ્પના છે.
આ પ્રદેશ ડુંગરાળ છે. અહીં તાંબર જૈનનું એક પણ ઘર નથી પરંતુ હુંબડ દિગંબરનાં ૧૫ ઘરે છે. બે ઉપાશ્રય અને એક પુસ્તકભંડાર છે.
એક વિશાળ વંડામાં ત્રણ મંદિર એક સાથે આવેલાં છે. તેમાં એક ધર્મશાળા, એકમેટી વાવ અને શ્રીપેશીના પાર્શ્વનાથની પેઢી વગેરે આવેલાં છે.
વંડાના મધ્ય ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબધી મંદિર છે. તેમાં મૂળનાયકની શ્વેતવણ મૂતિ શા ફીટ ઊંચી ફણ રહિત છે. તેની નીચે સં. ૧૪૭૭ ને લેખ જણાય છે. મંદિરમાં પાષાણની ૫ અને ધાતુની ૮ મૂર્તિએ બિરાજમાન છે. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, તેમાં મૂળનાયક નીચે સં. ૧૨૮૧ ને લેખ છે. આમાં ૩ પાષાણુની અને
૨ ધાતુની પ્રતિમાઓ છે. ૩. શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર છે, તેમાં મૂળનાયકની ૨૫ ઈંચ ઊંચી મૂર્તિ બિરાજમાન છે, તેના આસન ઉપર
નીચે મુજબને લેખ છે –
" सं. १८८८ माघसुदि ५ चंद्रे श्रीईडरनगरवास्तव्य उकेशज्ञातीयवृद्धशाखायां पारख सधार रायचंद्रभार्या अमृता भ्राता हाथीयुतेन श्रीनेमिजिनविंवं का० प्रतिष्टितं भट्टारकश्रीविजयदेवेंद्रसूरेरादेशात् श्रीतपागच्छे महाराजा श्रीगंभीरसिंहजीराज्ये श्रीपोशीनातीर्थ ॥"
આ સિવાય ગામમાં એક થુિં મંદિર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી છે. તેમાં પાષાણુની ૧ અને ધાતુની ૨ મૂતિઓ છે.
આ બધાં મંદિરને સં. ૧૪૭૭ અને સં. ૧૪૮૧ માં જીર્ણોદ્ધાર થયે તે પછી સત્તરમા સૈકામાં શ્રીવિજયદેવરિએ આ તીર્થને ઉદ્ધાર કરાવવામાં ખૂબ ખરચ કરાવ્યું હતું. વળી, એ સમયે અહીં પાંચ પ્રાસાદો હતા એમ પણ એક “પટ્ટાવલી”ના ઉલેખથી જણાય છે. એ ઉલલેખ આ પ્રકારે છે –
"ततः संघेन सार्ध श्रीआरासणादितीर्थयात्रां कुर्वाणाः पोसीनाख्यपुरे पुराणानां पञ्चप्रासादानां श्राद्धानामुपदेशद्वारेण बहुव्यચણામ તદુલ્લા શારિતવત્ત: ”
–આચાર્ય શ્રીવિજયદેવસૂરિ સંઘ સાથે શ્રી આરાસણ વગેરે તીર્થોની યાત્રા કરતાં પિસીનાપુરમાં પધાર્યા અને તેમણે અહીંનાં પ્રાચીન પાંચ મંદિરોને ઘણા દ્રવ્યથી કરી શકાય એ ઉદ્ધાર શ્રાવકને ઉપદેશ આપી કરાવ્યો.
એ સમયે અહીં પાંચ પ્રાસાદ હતા, આજે માત્ર ચાર મંદિરો છે. શ્રી નેમિનાથ ભગવાનના મંદિર સામે એક દેરાસર છે ખરું, તેને ગણતાં પાંચની ગણતરી બંધબેસે.
'કેશરિયાજી તીર્થની યાત્રાએ જતાં આ તીર્થની યાત્રા લેકે અવશ્ય કરે છે.