SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સંડેર આજે અહીં શ્રીભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. પાટણથી મેઢેરા છ-સાત ગાઉ દૂર છે. ૩૮. સંડેર (કઠા નંબર : ૧૧૩૦) મણુંદરોડ સ્ટેશનથી ૩ માઈલ અને પાટણથી અગ્નિખૂણે લગભગ ૧૦–૧૧ માઈલ દૂર સંડેર નામનું ગામ છે. આ ગામ પુરાણું હોવાનાં ચિહ્નો જોવાય છે. આસપાસની ભૂમિ ઉપર પ્રાચીન શિલ્પકૃતિઓ, કેરણીભર્યા પથ્થર જ્યાં ત્યાં પડેલા મળી આવે છે. મકાનની દીવાલમાં ચણ લીધેલા એવા પથ્થરે પણ ક્યાંક દેખાય છે. મકાનના પાયા વગેરે તે દૂર દૂર સુધી નજરે પડે છે, આથી આ ગામ અસલ મોટું: નગર હશે એમ પણ લાગે છે. ગામના ચેરામાં આવેલાં મૂર્તિ વગરનાં બે મંદિર વિશે “આર્કિપેલેજીકલ સર્વે ઓફ નેધન ગૂજરાત”ના લેખકેની નેંધ મુજબ ઃ એક મંદિર તે છઠ્ઠી શતાબ્દી જેટલું પ્રાચીન હોય એવું અનુમાન દોરવામાં આવ્યું છે. આ હકીકત વિશ્વસનીય હોય તે આ ગામ છઠ્ઠી શતાબ્દી પહેલાંનું મનાય. એ પછી આ ગામ વિશેનું બારમી સદીનું તે તામ્રપત્રીય અકાઢ્ય પ્રમાણ સાંપડે છે. સેલંકી કર્ણદેવે સં. ૧૧૪૮ માં સૂક ગામનું તળાવ ચાલુ રાખવા માટે ડાભી ગામની કેટલીક જમીન દાનમાં આપી હતી, તેમાં આપેલી જમીનના ખંટ લખતાં સડેર ગામને ઉલેખ આ પ્રમાણે આવે છે : ... સરયથ મૂર્વાં વિ િમારિ ક્ષેત્ર તથા ગ્રાહ્મણ ક્ષેત્રે | સિંચાં મપિરામક્ષેત્ર - માયાં ઉછામણીમાં તિ વતુરાઘાટોક્ષિતાં મૃમિ!” આવા પ્રાચીન ગામમાં જૈનોએ પણ પિતાની સાંસ્કૃતિક સાધનામાં પીછેહઠ કરી નહિ હોય, પણ કમનસીબે એ વિશે કઈ જાણવા મળતું નથી. હા, સં. ૧૪૫૩ માં વીજાપુરમાં પેથડ નામના શ્રેષ્ઠીએ લખાવેલી “ભગવતીસૂત્ર'ની પ્રતિની એક પ્રશતિમાંથી અહીંના મંદિર વિશે આ પ્રકારે સૂચન મળે છે – ___" योऽचीकरन्मण्डपमात्मपुण्यवल्लीमिवारोहयितुं सुका। ग्रामे च संडेरकनाम्नि वीरचैत्येऽजनि श्रेष्ठिवरः स मोखः ॥१२ -સત્કર્મશીલ મખૂ નામે શ્રેણી સંડેરેક ગામમાં થયે, જેણે આ ગામના વીરચૈત્યમાં પિતાના પુણ્યરૂપી વેલડી પર ચડવા માટે મંડપ બંધાવ્યું. આ ઉલ્લેખથી જણાય છે કે, સં. ૧૩૫૩ પહેલાં અહીં વીર જિનેશ્વરનું મંદિર હતું, જેમાં મંડપ બંધાવવામાં આવ્યું. વળી, સં. ૧૫૭૧માં શ્રેષ્ઠી પરવત અને કાન્હાએ લખાવેલી અનેક પ્રતિઓમાં તેમના પૂર્વજોની વંશાવલી અને તેમના સુકાની નેંધ ૩૪ શ્લોકની પ્રશસ્તિમાં આપી છે. તે તે પૂર્વજોના સુકૃત્યેની અને વિશિષ્ટ ઘટનાઓની સાલવારી પણ તેમાં નિધી છે, તેમાં અહીના મંદિર વિશેને ઉલેખ આ પ્રકારે કર્યો છે – "संटेकेणहिल्लपाटकपत्तनस्यासन्ने य एव निरमापयदुच्चचैत्यम् । स्वत्वैः स्वकीयकुलदैवतवीरसेशं क्षेत्राधिराजसतताश्रितसन्निधानम् " ||७|| –પેથડ નામના શ્રેષ્ટીએ અણહિલ્લપુર પાટણની પાસે આવેલા સંડેરેક ગામમાં પિતાના ધનવડે પિતાની કુલદેવતા અને વીરસેશ (8) ક્ષેત્રપાલથી લેવાયેલ ચિત્ય કરાવ્યું. ૧. પ્રો. ભેગીલાલ સાંડેસરા કૃત “ વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખે ”માંથી આ ગામની કેટલીક હકીક્ત તારવી પર ઢ ૨. “જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ” પૃ. ૧૮, પ્રશરિત અંક: ૧૬. . જેન સાહિત્યપ્રદર્શન શ્રી પ્રશસ્તિ સંગ્રહ” પૃષ્ઠ : ૭૨, પ્રતિ અંક: ૨૬૮ :
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy