SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીથ સ સગ્રહ " નીસ્યું. આ નીના શેઠે પાણુમાં વિદ્યાધરગચ્છ માટે શ્રીઋષભદેવનું ભવ્ય મંદિર મધાવ્યું હતું. સં. ૧૯૨૮માં સૈદ્ધાંતિક ચાદેવના શિષ્ય પાર્શ્વનાગે આ ગામમાં જ' નામના શ્રાવકના જિનાલયમાં તેની સહાયતાથી શક સ ંવત્ ૮૨૬માં રચેલી · શ્રાવકપ્રતિકમણુસૂત્ર ' પરની વૃત્તિ તાડપત્ર પર લખી હતી.૧ સ. ૧૩૦૫માં ‘ ઉપાંગ–પંચક ’ની વૃત્તિ અહી જ લખાઈ હતી. આ સિવાય અહીં બીજા કેટલાક ગ્રંથૈા રચાયા હોવાની હકીકત જાણવા મળે છે. ડૉ. પિટર્સને રિપોર્ટ ત્રીજાના પૃ. ૫૦માં ગભૂતાને ખંભાત તરીકે ભૂલથી ઓળખાવ્યુ છે. co આ વિગતાથી જાણી શકાય છે કે પાટણ વસ્યા પહેલાં કે તેની આસપાસમાં જૈન પ્રવૃત્તિનું આ સારું મથક હતું. એ સમયે અહીં અનેક જિનમ ંદિશ હોવાં જેઈએ. જમ્મૂ નામના શ્રાવકના જિનાલયના ઉલ્લેખ ઉપર આવી ગયા છે. આ ગામની પ્રાચીનતાને પુરાવા આપતા અહીંના માટા ટેકરા, વીખરાયેલાં માંડિચેરા વગેરે આજે પણ જોઇ શકાય છે. અહીં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બે માળનું મેઢું મંદિર છે. મૂળનાયક ઉપર લેખ નથી પરંતુ મૂર્તિ પ્રાચીન અને પ્રભાવશાળી છે. આ મંદિરમાં મૂર્તિઓને પરિવાર પ્રમાણુમાં ઘણા છે. માટા ભાગની મૂર્તિએ અહીંની જમીનમાં દટાયેલી હતી તે જ મળી આવેલી આ મંદિરમાં છે. * ૩૭. મોઢેરા (ાઠા નબર : ૧૧૨૦) માઢેરાનું પ્રાચીન સૂર્ય મંદિર આજે પણ ગુજરાતની જૈનેતર કળાસપત્તિના દર્શનીય નમૂના છે. આ મંદિરની આંધણી-કારણી વિશે અનેક વિદ્વાનેાએ પેાતાની કલમને કસવામાં ઠીક પરિશ્રમ ઉઠાવ્યે છે છતાં કાઈ સમભાવી વિદ્વાને અહીંનાં જૈન અવશેષો તરફ જરા સરખી નજર કરવાના કૈ આલેખવાના પ્રયત્ન કર્યો નથી. અહીં એક મૂર્તિ જે હનુમાનજી તરીકે પૂજાય છે તે વાસ્તવમાં બ્રહ્મશાંતિ નામના યક્ષની ખંડિત મૂર્તિ લાગે છે. જૈનાએ આ શાસનદેવ યક્ષનું જે વર્ણન કર્યું છે તેવી એની રચના જેવાય છે. ગામ બહાર જૈન મંદિરનું ખંડિયેર ઊભું છે. એની સામે વિશાળ કુંડ છે ને કુંડમાં નાની દેરીએમાં પદ્માસનસ્થ જૈન મૂર્તિએ વ્હેવાય છે. કહેવાય છે કે થાડા સમય પહેલાં કુંડનુ સમારકામ થયું ત્યારે નીચેના ભાગમાંથી ૧૫-૧૬ જનમૂર્તિ આ નીકળી હતી પરંતુ સમારકામ કરાવનાર ઉપરી અધિકારીએ એ સ્થળે મૂર્તિઓને માટીથી પૂરી. દીધી છે. આ હકીકત સાચી હોય તે ગુજરાત માટે શરમજનક મીના લેખાય. પ્રાચીન શિલ્પ જેનાનું હોય કે જેતેતરાનું પરંતુ એ સમસ્ત ગુજરાતનો સપત્તિ છે. એ જૈનો જેટલી જ જૈનેતરે માટે સમ્માનનીય છે. આજનું મેઢેરા નવું વસ્યું હાય એમ લાગે છે. ગામની ચારે માજીએ મેાટા ટેકરાએ અને ધૂળમાં દટાયેલાં અવશેષા જોવાય છે, એ સ્થળે પ્રાચીન મેઢેરા વસેલુ શે. · પ્રભાવકચરિત ’માં ઉલ્લેખ છે કે, મમ્પટ્ટિસૂરિના ગુરુ સિદ્ધસેનસૂરિ (આઠમા સૈકા ) અહીંના મહાવીર ભગવાનની યાત્રા કરવા પધાર્યા હતા. તેમણે આ મેઢા તી માં શ્રીશ્પટ્ટિને વિ. સં. ૮૦૭ના વૈશાખ સુદિ ૩ના દિવસે દીક્ષા આપી, તેમનું નામ ભદ્રકીર્તિ રાખવામાં આવ્યું હતું. ચૌદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, · મેઢેરામાં શ્રીવીર્ જિનેશ્વર છે.' અર્થાત્ શ્રીમહાવીરસ્વામીનું પ્રાચીન મંદિર છે. એ મદિરની શ્રીષ્મપ્પલટ્ટિસૂરિ ( નવમે સેકે ) નિત્ય ચાત્રા કરતા હતા. આ ગામના નામ ઉપરથી કેટલાક જૈનાચાર્યા માઢરગીય ’કહેવાય છે. મેઢ વિકાથી આજે ભાગ્યે જ કેઈ અજાણ્યું હશે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય મેઢ જ્ઞાતિમાં જન્મ્યા હતા અને મહાત્મા ગાંધીજી પણ એ જ જ્ઞાતિનું સંતાન હતા. " ૧. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિયાસ" પૃઃ ૨૮૨ .. “ જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રĀ ” પૃથ્વ ૧૨૫, પ્રતિ અંકઃ ૨૦૯
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy