________________
જૈન તીથ સસ'ગ્રહ
એ જ શ્રેષ્ઠી પેથડે આ સિવાય એક મૂર્તિને જર્ણોદ્ધાર કરાવી પેાતાના ઘર-દેરાસરમાં સ. ૧૯૬૦માં સ્થાપન કર્યાની નોંધ આ પ્રકારે એ પ્રશસ્તિમાં નોંધી છેઃ—
હર
“ गोत्रेऽत्रैवाद्याप्तविम्बं भीमसाधुविधिप्सितम् । यं पित्तलमयं हैमदृढमर्दयसन्धिमकारयत् ॥ ८ चरमजिनवरेन्द्रस्फारमूर्ति विधाप्य गृहजिनवसतौ प्रातिष्ठोपद शुद्धलग्ने ||९|| "
—પેાતાના ગાત્રમાં થઇ ગયેલા ભીમ શ્રેષ્ઠીએ પહેલાં ભરાવેલી આદિ જિનેશ્વરની પિત્તલમયી સ્મૃતિ ને સુવર્ણ થી દૃઢ સૉંધિવાળી કરાવી. વળી, ભગવાન મહાવીરસ્વામીની સુંદર મૂર્તિ ભરાવીને સારા મુહૂર્તમાં પાતાના ઘર-દેરાસરમાં સ્થાપન કરી.
તે પછીના લેાકમાં જણાવ્યુ છે કે સ. ૧૩૬૦માં જ્યારે કરણઘેલા પાટણમાં રાજ્ય કરતા હતા ત્યારે એ મૂર્તિઓને સ્થાપન કર્યો આઇ શ્રેષ્ઠી પેથડ અહીથી શત્રુંજય અને ગિરનારની યાત્રા માટે સંઘ કાઢો.
આ ખતે ઉલ્લેખેાથી આ ગામમાં સ. ૧૩૬૦ પહેલાં એક કરતાં વધુ જિનમદિરે હાવાનું સૂચન મળે છે અને તેમાં ઉલ્લેખાયેલા શ્રેષ્ઠીએ અને તેમના પૂર્વજો આ ગામના વતની હોવાની નોંધથી આ ગામમાં ચૌદમા સૈકા પહેલાં નાની સારી વસ્તી હશે એવું અનુમાન નીકળે છે. અહીંના વીરચૈત્યના આજે પત્તો નથી.
આજે તે અહીં માત્ર પચાશેક જૈનોની વસ્તી છે અને એક શિખરમ્'ધી મદિર છે.
મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન છે. તેમાં એક મહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ નીચે સ. ૧૩૩૨ના મહા સુદિ ૧૫ના એક લેખ કતરેલે છે. તેમાં હારીજગચ્છના એક શ્રેષ્ઠીએ શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય ગુણભદ્રસૂરિના ઉપદેશથી મહાવીરસ્વામીની મૂર્તિ ભરાવ્યાના ઉલ્લેખ છે. એટલે આ મૂર્તિ સ ંભવત: ઉપર્યુક્ત વીચૈત્યની હશે એવું અનુમાન કરી શકાય. ખીજી એ મૂર્તિઓના પબાસણુ ઉપર લેખા છે પણ પ્લાસ્ટરમાં ઢંકાઈ ગયેલા હોવાથી વાંચી શકાતા નથી. એ સિવાયની ધાતુ મૂર્તિએ ઉપર સ. ૧૪૮૪, સં. ૧૫૦૭, સં. ૧૫૨૧, સં. ૧૫૨૭, સ. ૧૫૩૩, સં. ૧૫૬૪ ના લેખા મળી આવે છે.
*
૩૯. શંખલપુર
( કાઠા નંબર : ૧૧૩૪ )
બેચરાજી સ્ટેશનથી ૧ માઈલ દૂર શ"ખલપુર નામે ગામ છે. શ'ખલપુર નામને શુદ્ધ કરવાના હેતુથી કેટલાક
*
તેને ‘ શૃંખલપુર ’ પણ કહે છે, પરંતુ એ અને નામેા ખરાં નથી. વસ્તુતઃ લખમણ નામના રાજાએ પોતાના નામ ઉપરથી આ ગામ વસાવ્યું હોવાથી તેનું ખરું નામ તે ‘ સલખણુપુર ’ છે. કવિ શ્રીગુણવિજયજીએ સ’. ૧૬૮૭માં રચેલા “ ફાચરવ્યવહારી રાસ”માં એ સંબ ંધે આ પ્રકારે ઉલ્લેખ કર્યો છેઃ—
“ ગાઉ પનર પાટણથી દર, સલખણપુરન સબલ પહૂર; નૃપ લખમણિ નિવસાવ્યુ જેહ, સાહુઇ નગર સકલ ગુણગેહ. તે પુરમાં વ્યવહારી ઘણા, ઘરમાં માલતણી નહીં મણા; દાન દીઇ દેવપૂજા કર, સાતે ખેત્ર સદા ઉર્દૂરઈ.”
અહીં ચૌદમા સૈકાથી લઈને સોળમા—સત્તરમા સૈકા સુધી શ્રાવકની વસ્તી સારી હતી અને તે માટે ભાગે સંપન્ન હતા; એમ આ વર્ણનથી અને ખીજા અવાંતર પ્રમાણેાથી જણાય છે.
ઉપર્યુ ક્ત રાસ, અહીંના આગેવાન કાચર નામના શ્રેષ્ઠીની નોંધવાયેાગ્ય હકીકત આપે છે તે એ કે, એક સમયે કાચર શ્રેષ્ઠી વેપાર અર્થે ખંભાત ગયા. ત્યાં ચતુર્દશીના દિવસે શ્રીસુમતિસાધુસૂરિ( જન્મ: સ. ૧૪૯૪, સ્વર્ગવાસઃ સં. ૧૫૫૧ )નું વ્યાખ્યાન સાંભળ્યું. સૂરિજીએ ઉપદેશમાં અહિંસા વિશે જણાવ્યું કે, “ જીવયા પાતે પાળવી એ તે પુણ્ય છે જ પરંતુ ખીજા પાસે પળાવવી એ પણ ખાસ કરીને પુણ્યનું જ કામ છે.” એ સમયે શ્રેષ્ઠી કાચરે ગુરુમહારાજને પ્રસ ંગેાચિત નિવેદન કર્યુ કે, “સલખણુપુર તાલુકામાં અમારી પળાતી નથી. ત્યાં બહુચરાજી દેવી પાસે
૪. ' આત્માનંદ પ્રકાશ '' પૃષ્ઠ : ૨૯, અંક ; ૮–કેટલાક ધાતુ પ્રતિમાલેખા' એ શીર્ષીક લેખ.