________________
શ્રીમાન વીરવિજયજી—ચંદ્રશેખર
૬૭૭*
- અસિ કર ધરી મિત્રને ભમરે, ચિત્રસેન ધનુષને નમતરે. શોભા૦૧૩.
ધનુ વેદ કળાએ દક્ષ રે, સમરતિ ધનંજય યક્ષ રે; શોભા તે શિધ સાજ્ય કરાવે રે, લીલાએ ધનુષ ચઢાવે છે. શોભા ૧૪. કુંવરી હરખિ તિણિ વેળા રે, તસ કંઠ ઠવે વરમાળારે, શોભા અજ્ઞાનકુળે પ રૂક્યા રે, સાયુધે રણુ કરવા ઊડ્યા છે. ભા.૧૫. રે રાંક તું નહિ નૃપ બાળ રે, તળે કઠ થકી વરમાળ રે; શેભા. ભણે કુંવર તમે શિયાળ રે, હું કેસરીસીંહને બાળ રે. શોભા ૧૬. * કન્યાની યાચના સારી રે, નવી માગી આવે નારી રે; શોભા પરનારી તણા અભિલાખી રે, પાપે પંકિલ દુરગતિ દાખી. શોભા૦૧૭ મુજ કર અસિ ધરા ગંગરે, કરે સ્નાને નિર્મળ અંગ રે; શોભા એણે બેલે મા સંગ્રામ રે, સૂર સાથી નાઠા તામ રે. શોભા ૧૮. વિરસેન વસંત પૂરિંદ રે, ચિત્રસેન જે તસ નંદ રે, શોભા અણચિંતી અમૃત તેલે રે, બિરૂદાવળી માગધ બોલે રે. ભા૧૯ સુણિ નૃપ સહુ વિસ્મય પામે રે, બળવંત લહી શિર નામે રે; ભા. વિસ્તારી વિવાહ કીધો રે, પદમરથ કારજ સીધો રે. શોભા ૨૦. ગજ વાજિ રથાદિક દીધાં રે, ચિત્રસેન કુમારે લીધાં રેશોભા વળી જાચકને બહુ દાન રે, રાય રાણુને બહુ માન રે, શોભા ૨૧. વિલ આવાસ ઉતંગ રે, રસભર પદ્માવતિ સંગ રે; શેભાઇ પરભવની વાત સંભારે રે, રાગ પૂરવને ન વિસારે છે. શભા ૨૨. ગીત ને નાટક જોતાં રે, સુખભર વિત્યા દિન કેતા રે; શેભા ખંડ ત્રિજે સાતમી ઢાળ રે, શુભવીર વચન રસાળ રે. શોભા ૨૩.
દેહરા, * એક દિન મિત્રને ઈમ કહે, જઈશું હવે નિજ દેશ; વ્યસન તજ્યા સુખ સંપજયા, સદગુરૂને ઉપદેશ. માતા મને આશિશથી, પાપો રૂદ્ધિ વિશાળ; મ૭િ સમરણ માત્રથી, જળમાં જીવે બાળ. નાગિણ આલિંગન કરે, પન્નગ હુએ અભુત; કુર્મિ આલોકન કરે, તિણે જળ જીવે પૂત.